ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરી હોય તો ડિલીટ કરી નાંખો, નહીંતર વંચાઈ જશે વોટ્સએપના બધા જ મેસેજ

હાલમાં સાઈબર ક્રાઈમના કિસ્સા વધી રહ્યા છે. દર દિવસે એક ખબર સામે આવે છે કે આજે કોઈને આટલું નુકસાન ગયું. કોઈને ફોટો વીડિયો વાયરલ થાય છે તો કોઈના બેંક ખાતા ખાલી થાય છે. ત્યારે હવે સ્માર્ટફોન વાપરનારાઓ માટે ફરી એકવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વોટ્સએપ પર એક એપ વાયરલ થઈ રહી છે.

image source

આ એપ્લિકેનનું નામ ફ્લિક્સઓનલાઈન જાણવા મળી રહ્યું છે. આ એપ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે નેટફ્લિક્સની ક્લોન એપ્લિકેશન છે અને તેના પર તમે નેટફ્લિક્સની વૈશ્વિક સામગ્રી મફતમાં જોઈ શકો છો, જો કે આ એપ્લિકેશનની હકીકત કંઈક અલગ જ સામે આવી છે.

ફ્લિક્સઓનલાઈન એપનો દાવો નેટફ્લિક્સની વૈશ્વિક સામગ્રી બતાવવાનો છે, પરંતુ તેની સત્યતા એ છે કે તે ખાસ વોટ્સએપ એપને જાસૂસ કરવા માટે જ રચાયેલ હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ ફ્લિક્સઓનલાઈન ગુપ્તરૂપે વોટ્સએપની બધી સૂચનાઓનું નિરીક્ષણ કરે છે અને ઘણી વખત ઓટોમેટિક જવાબો પણ આપે છે. વોટ્સએપને આ અંગે માહિતી મળી છે કે તેના કેટલાક યુઝરો સાથે તેમના જવાબ આપમેળે અપાય ગયા હોય તેવું જોવા મળ્યું છે.

image source

જાણવા મળી રહ્યું છે કે ગૂગલે હવે આ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે પરંતુ જો તમે આ પહેલા આ એપને ડાઉનલોડ કરી રાખી છે તો તમારે પણ હવે તેને વહેલી તકે ડિલીટ કરી નાખવી જોઈએ. આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ડાઉનલોડ કરી છે તેવું સામે આવ્યું છે.

સાયબર સિક્યુરિટી ફર્મ ચેકપોઈન્ટે પહેલા આ એપ વિશે માહિતી આપી હતી. ચેકપોઇન્ટ રિપોર્ટ કહે છે કે આ એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી સૂચનાઓ સહિત વિવિધ પરવાનગી લે છે અને તે અન્ય તમામ એપ્લિકેશનો ઉપર દેખાય છે. તે સૂચના પેનલની ટોચ પર પણ રહે છે.

image source

મળતી માહિતી મુજબ એકવાર ફોનમાં આ એપ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેના દ્વારા વોટ્સએપ પરના બધા મેસેજીસ વાંચવામાં આવે છે અને આપમેળે હેકરને મેસેજ પણ કરે છે. હેકરને મોકલેલા મેસેજની સાથે આ એપ્લિકેશન એક લિંક પણ મોકલે છે જેના દ્વારા તમારા ફોન વિશેની સંપૂર્ણ માહિતી હેકર સુધી પહોંચે જાય છે. આવા માલવેરને ‘વેર્મબલ’ કહેવામાં આવે છે એટલે કે તે પોતાની જાતે જ ફેલાય છે. તો હવે હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે દરેક યુઝરે આ એપથી સાવધ રહેવું જોઈએ અને જો ભૂલ થઈ ગઈ હોય તો ડિલીટ કરી દેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!