ભૂલ્યા વગર ઘરમાં આ રીતે વાસ્તુ અનુસાર લગાવો છોડ, ઘરમાં ક્યારે નહિં પડે ધનની અછત, સાથે આ ફાયદાઓ તો ખરા જ

કહેવાય છે કે જે ઘરમાં છોડ કે નાના ઝાડ હોય છે ત્યાંનું વાતાવરણ પણ ખાસ હોય છે. જ્યારે તમે ઘરમાં નાના છોડ લગાવો છો ત્યારે તમારે વાસ્તુનું ખાસ ધ્યાન રાખવં જરૂરી છે. કોઈ પણ વનસ્પતિ તમારા માટે વરદાનથી ઓછી નથી. ઘરની સજાવટથી લઈને અનેક પ્રકારની બીમારીમાંથી સાજા કરવામાં તે મદદ કરે છે. ઘરની અંદર, ગાર્ડનમાં કે ઘરની બહાર જો તમે કોઈ છોડ વાવો છો તો તમે વાસ્તુની કેટલીક વાતોને પણ ધ્યાનમાં રાખી લો. તેનાથી તમને અપાર ધનલાભ થશે.

જી હા, વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં લગાવવાના છોડને માટે ખાસ દિશા માટે કહેવાયું છે. તેનું અનુસરણ કરાય તો સકારાત્મક ઉર્જા તો મળે છે અને સાથે જ તમને અનેક ચમત્કારિક લાભ થાય છે. તો જાણો શું છે છોડ અને વાસ્તુનું કનેક્શન.

ઉત્તર પૂર્વ દિશા

image source

સૌ પહેલાં આ દિશાની વાત કરીએ. આ દિશામાં નાના છોડ લગાવવાથી શુભ ફળ મળે છે. લોકો રોજની જરૂરિયાતના છોડ તુલસી, કોથમીર, ફૂદીનો ઘરે જ લગાવવાનું પસંદ કરે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારના છોડ ઘરમાં પૂર્વ દિશા કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવા. આ સિવાય જો તમે કોઈ સુગંધિત ફૂલ લગાવવાનું પસંદ કરો છો જેમકે લીલી, ગેંદાના ફૂલ તો તેને માટે આ દિશા ઉત્તમ છે. તેનું કારણ છે કે પૂર્વ દિશાથી સૂર્યની રોશની ઘરમાં પ્રવેશ કરે છે. એવામાં જો મોટા છોડ આ તરફ લગાવી દેવાય તો સૂર્યની રોશની ઘરમાં આવવાથી રોકાઈ જાય છે.

ઉત્તર દિશા

image source

વાસ્તુ અનુસાર આ દિશાને ધનની દિશા કહેવાય છે. આ કારણે આ દિશા સુખ, ઐશ્વર્ય અને વૈભવની દિશા ગણાય છે. આ માટે આ દિશામાં કોઈ પણ અવરોધ ન હોવો જોઈએ. અહીં પણ નાના અને સુગંધિત છોડને લગાવી શકો છો. આ દિશામાં તમે કેળા, આમળા, ગુલાબ, ગેંદા કે ખાસ કરીને બ્લૂ રંગના ફૂલનો કોઈ છોડ પણ લગાવી શકો છો.

દક્ષિણ દિશા

image source

જો તમે મોટા અને ઘટાદાર ઝાડ વાવવા ઈચ્છો છો તો તે માટે દક્ષિણ દિશાની પસંદગી કરો. જો કોઈ કારણ સર આ દિશામાં ન લગાવી શકો તો પછી પશ્ચિમ દિશાની પસંદગી કરો તે યોગ્ય છે. આ માટે તર્ક એ પણ છે કે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણમની તરફ અને પૂર્વથી પશ્ચિમની તરફ હોય છે. આ માટે તમે પશ્ચિમ કે દક્ષિણ દિશામાં મોટા ઝાડ લગાવાય તો સકારાત્મક ઉર્જા ઘરમાં રોકાઈ જાય છે. દક્ષિણ દિશામાં લાલ રંગના ફૂલના છોડની જરૂર રહે છે.

પશ્ચિમ દિશા

image source

સામાન્ય રીતે ઘરમાં પીપળાનું ઝાડ ગોય તો તે નુકસાન કરે છે પણ આવું જરાય નથી. પણ પીપળાના ઝાડને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવી રહ્યું છે. વાસ્તુના અનુસાર યોગ્ય દિશામાં લગાવાય તો લાભ કરે છે. પશ્ચિમ દિશામાં જો કોઈ છોડ લગાવવા ઈચ્છો છો તો પીપળાનું ઝાડ લગાવી શકો છો. આ સિવાય આ દિશામાં સફેદ રંગના ફૂલ લગાવવા ઉત્તમ માનવામાં આવી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ