Site icon News Gujarat

નવા મંત્રીમંડળ અને નવી સરકાર અંગે શું કહ્યું ભૂપેન્દ્ર પટેલે..?

મુખ્યમંત્રીનુ પદ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર ભરૂચની મૂલાકાતે ગયા.. જ્યાં તેમણે પ્રજાલક્ષી કાર્યોનુ લોકાર્પણ કર્યું.. પરંતુ મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી કંઇક એવુ કહ્યું કે સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે અમારી સરકાર અને અમારૂં મંત્રી મંડળ નવા છે.. ભૂલ થાય તો માફ કરજો.. લાફો ન મારતા.. અમને શીખવજો.. સાથે જ મુખ્યમંત્રીએ પ્રજા પર વિશ્વાસ વ્યક્ત કરતાં એ પણ કહ્યું કે મને વિશ્વાસ છે કે તમે લાફો નહીં મારો.. અમને શીખવશો..

image soucre

મુખ્મયંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાત ત્યારે કહી જ્યારે તે ભરૂચમાં 1.87 મેટ્રિક ટન ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ગયા હતા.. બીજી લહેર વખતે જે પ્રમાણે રાજ્યમાં ઓક્સિજનની ખપત પડી હતી..ત્યાર બાદ ઓક્સિજનની તંગી ન સર્જાય તે માટે P M કેર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1.87 મેટ્રિક ટન ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી.. અને તેનુ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું.. ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોના વોરિયર્સનુ સન્માન અને અંક્લેશ્વર રેવન્યુ ક્વાટર્સનુ ઇ-લોકાર્પણ કર્યું.. અને તે સમયે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમારી સરકાર અને મંત્રી મંડળ નવા છે.. અમારાથી ભૂલો થશે.. અમને લાફો ન મારતાં પણ શીખવજો.. અમે શીખીશું.. મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી કરેલા આ નિવેદનથી ત્યાં હાજર સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા…

image socure

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર આવેલા ભૂપેન્દ્ર પટેલનુ ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું.. લોકાર્પણ પ્રસંગ બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો.. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડ ખાતેથી કરાયેલા લોકાર્પણ કાર્યક્રમને સ્થાનિક લોકોની સાથે CMએ માણ્યો..

લાફો નહીં શીખવજો

image source

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના અંદાજમાં કહ્યું કે અમારી સરકાર અને મંત્રી મંડળ નવા છે.. અમારી પણ ભૂલો થશે.. અમને લાફો ન મારતા… પણ શીખવજો.. અમે શીખીશું.. અમારૂં મંત્રી મંડળ નવું છે.. એટલે થોડો ઉત્સાહ પણ હોય.. પરંતુ મને વિશ્વાસ છે કે તમે લાફો નહીં મારો.. અમને શીખવશો અને અમે શીખીશું… અમારી શરૂઆત છે.. અમારા પહેલાના મિત્રોએ એક લેવલ સુધી ગુજરાતને પહોંચાડ્યું.. અની વાહવાહી છે..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં શરૂ થયેલા નોંધારાનો આધાર હેઠળ ભિક્ષુકોને પણ આત્મસન્માન સાથે જીવવાના સરકારના પ્રોજેક્ટ અંગે જણાવ્યું.. અને કહ્યું કે સરકારના આ પ્રોજેક્ટને આગામી સમયમાં તમામ જિલ્લામાં અમલી બનાવાશે.. કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરિયર્સનુ સન્માન પણ કરાયું.. અને જે ગામો 100 ટકા વેક્સિનેટેડ થઇ ગયા છે તેવા ગામોના સરપંચનુ સન્માન પણ કરવામાં આવ્યું..

image source

આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઇન્ચાર્જ કલેક્ટર યોગેશ ચૌધરી, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version