રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલ સંભાળશે ગુજરાતની ધરા, અમદાવાદના ધારાસભ્યને મળ્યો ખાસ અવસર

વિજય રૂપાણીના મુખ્યમંત્રી બાજ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાઈ ચુક્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ બન્યા છે. આજે સવારે એક પછી એક બેઠકોનો દોર ચાલ્યો હતો અને જે નામોની ચર્ચા હતી તેનાથી તદ્દન અલગ નામ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા.

image socure

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 15 મહિના પહેલા વિજય રૂપાણીએ રચના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં રીતસરનો ભૂકંપ સર્જાયો હતો. રૂપાણીના રાજીનામા પછી સૌ કોઇના મનમાં એક પ્રશ્ન ઉઠયો હતો કે રૂપાણીનું રાજીનામું શા માટે ? આ અંગે કંઈક અટકળો ચાલી રહી હતી. આ સાથે ચર્ચા હતી કે નવા મુખ્યમંત્રી કોણ બનશે.

image socure

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા જેવા નામો પર ચર્ચા હતી. પણ ભાજપની પ્રથાની જેમ અચાનક નામ ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું જાહેર કરવામાં આવ્યું છે.