આ દેશ પાસે નથી પોતાના વાયુ કે જળ સૈન્ય બળ – નથી થયું ક્યારે તેના પર કોઈ વિદેશી આક્રમણ

વિશ્વના મોટાભાગના દેશો પાસે પોતાનું સૈન્ય હોય છે જેમાં મુખ્યત્વે વાયુ સેના, ભૂમિ સેના અને દરિયાઈ સેના એમ ત્રણ પાંખો હોયો છે.

image source

જેથી દુશ્મનો આકાશ, ભૂમિ કે દરિયાઈ સીમા પૈકી ગમે ત્યાંથી આક્રમણ કરે તો જે તે દેશના નાગરિકોનું રક્ષણ થઇ શકે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશ એવો પણ છે જેની પાસે પોતાની દરિયાઈ સેના કે વાયુ સેના નથી અને આ માટે તેને પોતાના સાથે દેશ પર નિર્ભર રહેવું પડે છે. આ દેશ ભારતનો પડોશી દેશ પણ છે અને જરૂર પડ્યે ભારત તેને મદદ પણ કરે છે.

આ દેશ દક્ષિણ એશિયાનો એક નાનકડો દેશ છે અને તે હિમાલય પર્વત પર વસેલો છે આ દેશ નું નામ છે ભૂટાન. ચારે બાજુ પહાડી વિસ્તાર ધરાવતા આ દેશનું સ્થાનિક નામ ” ડુક યુલ ” છે અને સ્થાનિક ભાષામાં તેનો અર્થ ” અજદહા (ડ્રેગન) નો દેશ ” થાય છે. નોંધનીય છે કે ભૂટાન એક એવો દેશ છે વર્ષોથી સ્વતંત્ર દેશ જ્યાંના લોકો પર ક્યારેય વિદેશી લોકોનું શાસન નથી આવ્યું.

image source

ભૂટાન દેશ પાસે પોતાની દરિયાઈ સેના ન હોવાનું કારણ પણ છે. ભુતાનને તમે નકશામાં જોશો તો જણાશે કે આ દેશ એક લેન્ડ લોક દેશ છે એટલે કે તેની સરહદો અન્ય બે દેશો તિબ્બત અને ભારત સાથે જોડાયેલી છે. બીજું એ કે તેના વાયુસેના ક્ષેત્રનું ધ્યાન ભારતની વાયુસેના કરે છે. એટલે તેને ફક્ત ભૂમિ સેનાની જરૂર પડે છે અને અહીંની સ્થાનિક ભૂમિ સેના છે જેને ” રોયલ ભૂટાન આર્મી ” કહેવામાં આવે છે. અને તેમાં રોયલ ભૂટાન પોલીસ અને રોયલ બોડીગાર્ડ્સ બન્ને સંયુક્ત રીતે ફરજ બજાવે છે અને તેને સૈન્ય પ્રશિક્ષણ ભારતીય સેના આપે છે.

image source

ભૂટાનમાં એક “ગંગખાર પુનસુમ ” નામનો એક વિશાળ પહાડ પણ છે. જેની ઊંચાઈ 24840 ફૂટ જેટલી છે. આ પહાડ વિષે એવું કહેવાય છે કે તેની ઊંચાઈ સુધી હજુ કોઈપણ માણસ નથી પહોંચી શક્યો. જો કે ભૂટાન સરકારે પણ આ પહાડ પર ચઢવા માટે મનાઈ ફરમાવી છે કારણ કે ભૂટાનના લોકો પહાડને ભગવાન સમાન માને છે. વળી, “ગંગખાર પુનસુમ ” ત્યાંના પવિત્ર પહાડ પૈકી એક છે. વર્ષ 1994 માં ભૂટાન સરકારે પહાડો પર લોકોને ન ચઢવા દેવા એક કાયદો પણ પાસ કર્યો હતો જેમાં 20000 ફૂટની ઊંચાઈ ધરાવતા કોઈ પણ પહાડ પર પર્યટકોને ચઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

image source

ભૂટાનમાં તંબાકુ પણ સંપૂર્ણ પ્રતિબંધિત છે. વર્ષ 2004 માં અહીં તમાકુ પર દેશસ્તરે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એ સિવાય તમાકુના ઉત્પાદનો પર પણ આ જ કાયદો લાગુ છે. જો કોઈ તમાકુ વેંચતા કે ખરીદતા પકડાઈ જાય તો તેની સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત