ભૂતિયા બસ – બસમાં એ યુવતી ચઢી તો ગઈ પણ થોડી જ વારમાં અચાનક…

નિરાલી આજે સવાર થી જ ખૂબ ખુશ હતી…. કારણકે આજે તે પોતાની એકઝામ નું છેલ્લું પેપર પતાવી ને લગભગ છ મહિના બાદ પોતાના ઘરે ગોધરા થી નવસારી જવાની છે…. પેપર 2 વાગ્યે પૂરૂ કરી ને નિરાલી 4 વાગ્યાં ની બસ માં નવસારી જવા ઉપડી…. હાથ માં મોટી બેગ અને ખભે પર્સ લટકાવ્યું…… નિરાલી બસ નું હૅન્ડલ પકડી બસ માં ચડી… બસ માં જોયું તો બસ માં માત્ર બે ત્રણ લેડીસ અને જેન્ટ્સ બેઠા હતા…

image source

બસ ઉપાડવાની હજુ અડધો કલાક ની વાર હતી…. નિરાલી એ પોતાની બેગ ઉપર ની સાઇડે મૂકી અને નિરાંતે કાન માં હેડફોને લગાવી પોતાની સીટ પર બેઠી….. અડધો કલાક પૂરો થવા માં ખાલી 10 મીનિટ બાકી હતી….. અને આખી બસ ફુલ ભરાય ગઈ….. કંડક્ટરે બેલ વગાડી બસ ઉપાડી…. બસ માં સૌ કોઇ પોત પોતાના કામ માં મશગુલ હતા.. કોઇ વાતો કરી રહ્યું હતું તી કોઇ મગ ફળી ખાતું હતું… કોઇ નાના છોકરાઓ ને રમાડી રહ્યું હતું… એમને એમ 4 કલાક ક્યાં વીતી ગયા ખબર જ ના પડી…… સાંજ ના 7:30 થઈ ચુક્યા હતા…

image source

નિરાલી એ પણ પોતાની બેગ માંથી નાસ્તો કાઢ્યો અને ખાઈ ને નિરાંતે સુઈ ગઈ …… લગભગ નવસારી આવવાનો 1 કલાક જ બાકી હતો.. તેથી નિરાલી એ પોતાની બેગ નીચે ઉતારી ને રેડી થવા લાગી … પણ આ શું??? બસ માં તેની આજુ બાજુ તો કોઇ છે જ નઈ???? ના તો કંડક્ટર ના તો તો કોઇ તે લેડીસ બાળકો ના તો કોઇ જેન્ટ્સ… બસ ચલાવનાર ડ્રાઈવર ભાઈ પણ નહિ…. ફક્ત નિરાલી જ… નિરાલી ખૂબ જ ગભરાઈ…. અને હાથ પગ ઢીલા પડી ગયા …… પરસેવો પણ છૂટી ગયો … કે ખરેખર આ મારી જોડે થાય છે શું????….

image source

નિરાલી એ હિમ્મત કરી ને બસ કોણ ચલાવે છે તે જોવા થોડી આગળ વધી….. જોતા જ તેની આંખો પોહડી થઈ ગઈ… બસ એમ નેમ તેની જાતે ચાલતી હતી…… નિરાલી એ મદદ માટે બારી ખોલી… ખોલી ને જોવે છે તો….. અરે આ શું???? બસ આકાશ માં હવા માં ઉડે છે…….. ના કોઇ જમીન કે ના કોઇ રોડ…. ચારે બાજુ કોઈક સ્ત્રી નો સતત હસવાનો અવાજ આવે છે….. નિરાલી ના તો હક્કા બક્કા છૂટી ગયા… અને રડવા લાગી .. એટલામા જ પાછળ થી કોઈએ નિરાલી ને બોલાવી…

image source

જોયું તો એક સ્ત્રી તેના નાના બાળક ને લઇ ને ઉભી હતી … અને હસવા લાગી… કેવું નિરાલી આ ભૂતિયા બસ માં સફર કરવાની મજા આવે છે ને???? નિરાલી એ ગભરાય ને બસ ની બહાર નીકળવાની કોશિશ કરી અને દરવાજો ખુલતા જ ઉપર થી નીચે જમીન પર પટકાઈ …આટલામાં જ નિરાલી મૉટે થી ચીસ પાડી ને ઉઠી પડી .. બસ માં આજુબાજુ સૌ તેને પૂછવા લાગ્યા બેન શુ થયું??????? પોતાની જાત ને બસ માં પામતા નિરાલી ને જીવમાં જીવ આવ્યો .. કે પેલું તેનું સપનું હતું… નિરાલી ખુબ જ ગભરાઈ ગઈ હતી …….

image source

જેમ તેમ હાથ માં પાણી નો બોટલ પકડી પાણી પીધું…. અને નવસારી કયારે આવે અને પોતે કયારે ઘરે જાય એની રાહ જોઈ રહી હતી …… નવસારી… આવી બુમ સાંભળતા નિરાલી ફટાફટ પોતાની બેગ લઇ ને નીચે ઉતરી અને ઘરે જવા ચાલવા માંડી…. એટલા માં જ નિરાલી ને કોઈએ પાછળ થી બોલાવી અને કહ્યું… બેન આ તમારું પર્સ…. બસ માં ભુલી ગયા… નિરાલી એ પાછળ જોયું તો… આ શું… તદ્દન સપના માં આવેલી સ્ત્રી અને નાનું બાળક જ…… નિરાલી એ બીતા બીતા પોતાનું પર્સ લીધું અને દોડવા માંડી…. પેલી સ્ત્રી પાછળ થી હસી ને કહી રહી હતી… કઈ નઈ કરું તમને… ઉભા રહો …. કેવું મજા આવી ને ભૂતિયા બસ માં સફર કરવાની….. એમ બોલી ને મૉટે મૉટે થી હસવા માંડી….

image source

નિરાલી એ પાછળ જોયું તો કોઇ જ ત્યાં હતું નહિ….. અને ફટાફટ ઘરે પોહચી ને નિરાંત નો શ્વાસ લીધો…. આજ પછી થી નિરાલી એ કયારેય બસ માં સફર ન કરવાની કસમ લીધી ……. ઘરે આવ્યા બાદ નિરાલી હજુ પણ એ અસમંજસ. માં હતી કે એ ખરેખર મારું સપનું હતું કે હકીકત ???

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત