ભૂત પ્રેત અને આત્મા સાથે જોડાયેલી વિશ્વની અજીબો ગરીબ ઘટનાઓ, જેને જાણીને તમે ચોંકી જશો.

સદીઓથી સમગ્ર વિશ્વમાં ભૂત પ્રેત અંગે અનેક કહાનીઓ આપણએ શાંભળતા આવ્યા છીએ. પરંતુ આધુનિક વિજ્ઞાનના મતે આવુ કઈ હોતુ નથી. આ બધા મનના વહેમ છે તે બીજી તરફ વિશ્વમાં એવી ઘમી ઘટનાઓ બની છે, જે તમને વિચારતા કરી મુકશે. આજે અમે તમને ભૂત પ્રેત સાથે જોડાયેલી એવી કેટલીક ઘટનાઓ વિશે જણાવીશું જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

1. Kuchisake-onna

image source

જાપાની લોકવાયકા અનુસાર કુચીસકે ઓન્ના(Kuchisake-onna)એ એક એવી સ્ત્રીની આત્મા છે જેનુ મોંઢુ બંને કાન સુધી કપાયેલુ છે અને તે માસ્ક અથવા કપડાથી ચહેરો છુપાવે છે, તેમજ પોતાની સાથે છરી અથવા કાતર જેવી તીક્ષ્ણ વસ્તુ પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે તેણીની આત્મા શેરીઓમાં ફરતી હોય છે અને કોઈ એકલા વ્યક્તિને જોતા જ પૂછે છે કે શું તે સુંદર છે? જો તે વ્યક્તિ ના પાડે છે, તો તેણી તે વ્યક્તિને મારી નાખે છે અને જો તે વ્યક્તિ હા પાડે છે, તો તેણી તેનો માસ્ક ઉતારીને તેનો કપાયેલો ચહેરો બતાવે છે અને તે વ્યક્તિને ફરીથી તે જ સવાલ પૂછે છે. આ વખતે જો તે વ્યક્તિ ના પાડે છે, તો તે આત્મા તેને મારી નાખે છે અને જો તે હા પાડે છે, તો તે વ્યક્તિનું મોં તેની પાસે રાખેલા તીક્ષ્ણ શસ્ત્રથી તેના કાન સુધી કાપી નાખે છે.

2. The Crying Baby

image source

1979 માં ઇંગ્લેન્ડમાં ઘણા લોકોના ઘરો અને ધંધાઓ બળીને નાશ પામ્યા હતા, અને આ બધી ઘટનાઓમાં એક વસ્તુ કોમન હતી, જે The Crying Babyનું ચિત્ર હતું. હકીકતમાં, જ્યારે ક્યાંય પણ આગ્યા પછી બધું નાશ પામતુ ત્યારે રહસ્યમય રીતે ફક્ત આ રડતા બાળકની તસવીર બચી જતી હતી. થોડા સમય પછી આ ચિત્રને રહસ્યમય માની લેવામાં આવ્યું હતું.

3. Tiyanak

image source

Tiyanak ફિલિપાઈન લોકવાયકા અનુસાર એક એવુ પ્રાણી છે જે નાના બાળકના રૂપમાં હોય છે અને રાત્રે ગાઢ જંગલોમાં રડવાનો અવાજ કરીને લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. જ્યારે લોકો તેની તરફ જાય છે અને તેની મદદ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેના મૂળ સ્વરૂપમાં આવે છે અને વ્યક્તિને મારી નાખે છે.

4. Tomino’s Hell

image source

જાપાનની Tomino’s Helને એક શ્રાપિત કવિતા માનવામાં આવે છે જે 1919 માં સાઇજો યાસો દ્વારા તેમની કવિતાની 27માં કાવ્યસંગ્રહ સાકિનમાં લખવામાં આવી હતી, પરંતુ તે 1998માં પ્રખ્યાત થઈ જ્યારે ગોકી યોમાતાએ તેને he Heart is like a Rolling Stone નામના પુસ્તકમાં લખ્યું હતું, આ કવિતા ટોમિનો નામના વ્યક્તિ વિશે છે જે મૃત્યું બાદ નરકમાં ચાલ્યો જાય છે. એવું માનવામાં આવે છે કે આ કવિતા મનમાં વાંચવી જોઈએ કારણ કે જેઓ મોટેથી આ વાંચે છે તે મરી જાય છે અથવા તેમની સાથે કંઈક ખરાબ થાય છે.

5. Monkey Man, Delhi

image source

મંકી મેનએ દિલ્હીનો એક રહસ્યમય/કાલ્પનિક રાક્ષસ છે, જેને 2001માં જોવાનો દાવો કરવામાં આવ્યો હતો, દાવા અનુસાર માત્ર રાત્રે જ બહાર આવતો હતો અને લોકો પર હુમલો કરતો હતો. જે લોકોએ તેને જોયો તેઓ કહે છે કે તે 4 ફૂટ લાંબો છે, શરીર વાળથી ઢંકાયેલ છે, ધાતુથી બનેલા પંજા અને હેલ્મેટ, લાલ ચમકતી આંખો અને છાતી પર ત્રણ બટનો હતા. આ રહસ્યમય રાક્ષસે દિલ્હીના ઘણા લોકો પર હુમલો કર્યો જેમાં 2 લોકો માર્યા પણ ગયા, પરંતુ તે ક્યારેય પકડાયો ન હતો અને તેની ચર્ચાઓ પણ રહસ્યમય રીતે બંધ થઈ ગઈ હતી.

6. Room no. 873

image source

કેનેડામાં હાજર છે ફેરમોન્ટ બેનફ સ્પ્રિંગ્સ હોટલનો રૂમ નંબર 873 જે એક રહસ્યમય ઓરડો છે જેને ભુતિયા કમરો પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈક સમયે એક પરિવાર અહીં આ રૂમમાં રહેવા માટે આવ્યો હતો પરંતુ પતિ તેની પત્ની અને પુત્રીની હત્યા થઈ ગઈ. ત્યારબાદ આ ઓરડામાં રહેતા લોકોએ અચાનક અવાજો શંભળાવાની અને રાત્રે અહીં નાનકડી યુવતીને જોવાની ફરિયાદ કરી હતી. આવી ઘણી ફરિયાદો પછી, આ હોટલના રૂમના દરવાજાને ઈટોથી ચણી લેવામાં આવ્યો અને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો.

7. Ouija Board Name

image source

Ouija Board જે એક વિશેષ પ્રકારનું બોર્ડ હોય છે જેનો ઉપયોગ આત્માઓને બોલાવવા અને વાત કરવા માટે કરવામાં આવે છે. આ બોર્ડ જેટલું રહસ્યમય અને ડરામણુ છે તેટલું જ ડરામણુ તેના નામની ઉત્પત્તિ છે. તેના શોધક કહે છે કે તેનું નામ Ouija રાખવામાં આવ્યું કારણ કે બોર્ડે પોતે તેને પોતાનું નામ જણાવવાનું કહ્યું હતું, અને બોર્ડે Ouija નો મતલબ કહ્યો હતો Good Luck..

8. 21 grams experiment

image source

21 grams experiment 1907માં ડંકન મેકડોગલ દ્વારા કરાયેલ વૈજ્ઞાનિક અભ્યાસ હતો. મેકડોગલે કહ્યું કે માનવ આત્માઓનું પોતાનું વજન પણ છે અને તે સાબિત કરવા માટે તેમણે આ પ્રયોગ કર્યો જેમાં 6 લોકોનો વજન કર્યો જે લોકો મૃત્યુ પામવાના હતા. મૃત્યુ પામેલા 6 લોકોમાંથી 1 વ્યક્તિનું 21 ગ્રામ વજન ઓછુ થઈ ગયું. પરંતુ 6 માંથી ફક્ત 1ના વજનમાં જ ફેરફારને કારણે તેને વૈજ્ઞાનિક સમુદાય દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેમની માન્યતા છે કે માનવોમાં આત્મા છે અને તેનું વજન 21 ગ્રામ છે, તે લોકોમાં આજ સુધી છે.

9. Bloody Mary Illusion

image source

ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે જો તમે ઓછા પ્રકાશમાં ખુબ જ લાંબા સમય સુધી પોતાને અરીસામાં જોશો, તો પછી થોડા સમય પછી તમે અરીસામાં તમારી આકૃતિને ડરામણી દેખાવા લાગશે, એવું માનવામાં આવે છે કે આપણું મગજ સતત એક વસ્તુ જોવાથી કંટાળો અનુભવે છે અને પછી આવી ડરામણી આકૃતિ બનાવવા લાગે છે. પરંતુ કેટલાક લોકો અરીસામાં તેમની ડરામણી આકૃતિ જોયા પછી, લાંબા સમય માટે દરેક જગ્યાએ તેમને આવી જ ડરામણી આકૃતિ દેખાવા લાગે છે. એવું માનવામાં આવે છે કે વિશ્વ વિખ્યાત Bloody Mary તેનું પરિણામ હોઈ શકે છે.

10. Robert the Doll

image source

અન્નાબેલેની જેમ, Robert the Dollને પણ શ્રાપિત ઢિંગલી માનવામાં આવે છે. આ ઢીંગલી ફ્લોરિડાના ચિત્રકાર રોબર્ટ યુજેન ઓટ્ટોની હતી. માનવામાં આવે છે કે આ ઢીંગલી જાતે જ ચાલવાની, ચહેરાના હાવભાવ બદલવાની અને હસવાની ક્ષમતા હતી. આ ઢીંગલી પૂર્વ માર્ટેલો મ્યુઝિયમમાં રાખવામાં આવી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તેની મુલાકાત લો ત્યારે વ્યક્તિએ તેના વિશે ખરાબ ન બોલવુ જોઈએ નહીં તો તમારી સાથે ખરાબ ઘટના બને છે.

11. Nale Ba

image source

1990ના દાયકામાં, કર્ણાટકના લોકો તેમના દરવાજાની બહાર નલે બા( Nale Ba) લખતા હતા, જેનો અર્થ “કાલે આવો.” કારણ કે અહીંના લોકોમાં ડર પેશી ગયો હતો કે ત્યાં રાત્રિના સમયે ચૂડેલ ફરતી હોય છે અને તે ઘરના સભ્યોના અવાજમાં દરવાજેથી બોલાવે છે, અને એવું માનવામાં આવે છે કે જે દરવાજો ખોલતો તે ક્યારેય પાછો ન ફરતો. આ આત્મા એક પત્નીની ચૂડેલ હોવાનું માનવામાં આવતું હતું જે તેના પતિની શોધમાં શહેરમાં ફરતી હોય છે. એવું માનવામાં આવતું હતું કે દરવાજામાં નાલે બા લખવાના કારણે તે ચૂડેલ ગઈકાલે આવતી હતી અને પછી તે વાંચીને ચાલી જતી અને આવુ રોજ ચાલ્યા કરતું.

12. Aokigahara, Suicide Forest

image source

Aokigahara જાપાનમાં સ્થિત એક જંગલ છે અને તેને સુસાઇડ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે કારણ કે 1950 થી આ જંગલમાં 500 થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. લોકોના કપડા અને પગરખાં આ જંગલમાં ચારે બાજુ દેખાય છે અને કોઈ એકલા આ જંગલમાં જવાનું સાહસ કરતું નથી. આ જંગલમાં આટલી બધી આત્મહત્યા કરવા પાછળનું કારણ અહીં હાજર ભૂત હોવાનું માનવામાં આવે છે, જેના કારણે અહીં આવતા લોકોને આવું પગલું ભરવાની ફરજ પડે છે.

13. Poveglia Island

image source

ઇટાલીમાં હાજર પોવેગલિયા ટાપુને મૃત્યુનો ટાપુ પણ કહેવામાં આવે છે અને સરકારે લોકોને આ ટાપુ પર આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે જ્યારે ઘણા વર્ષો પહેલા ઇટાલીમાં પ્લેગ રોગ ફેલાયો હતો ત્યારે ઘણા દર્દીઓને અહીં હોસ્પિટલ બનાવીને રાખવામાં આવ્યા હતા અને જ્યારે દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ હતી, ત્યારે કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ પછી, સરકાર દ્વારા ઘણી વખત આ હોસ્પિટલ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અસામાન્ય ઘટનાઓ અને ભૂત દેખાવાની ફરિયાદો બાદ સરકારે અહીં પ્રતિબંધ મૂકવો પડ્યો.

14. Toyol/Tuyul

image source

Toyol કે Tuyul ઇન્ડોનેશિયા અને ઘણા એશિયન દેશોની લોકકથાઓમાં માનવામાં આવે છે કે જેઓ જન્મ લેતા પહેલા માતાના ગર્ભમાં મૃત્યુ પામે છે તેવા બાળકોની આત્મા છે. તુયુલનું કામ ચોરી કરવી અને બીજાને નુકસાન પહોંચાડવાનું છે પરંતુ તે કોઈને મારી નાખતો નથી. તેની આત્મા કાળા જાદુ દ્વારા બોલાવવામાં આવે છે અને કોઈ બીજાના ઘરે ચોરી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેવ છે. તુયુલ ઉપર આજે પણ ઘણા દેશોમાં વિશ્વાસ કરવામાં છે અને એવું માનવામાં આવે છે કે જો ઘરમાંથી અચાનક કોઈ વસ્તુ ગુમ થઈ જાય છે તો તે તુયુલને કારણે છે અને જો કોઈ વ્યક્તિ અચાનક શ્રીમંત બની જાય છે તો તેની પાસે તુયુલ છે.

15. Okiku

image source

Okiku જાપાનની ભૂતિયા ઢિંગલી છે. એવું માનવામાં આવે છે કે 1918માં Eikichi Suzuki નામના છોકરાએ આ ઢીંગલીને પોતાની 3 વર્ષની બહેન Okiku ખરીદી હતી અને તેના નામે જ ઢીંલીનું નામ રાખ્યું હતું. પરંતુ જ્યારે તે છોકરીનું મૃત્યુ થયુ ત્યારે તે ઢીંગલીમાં વિચિત્ર હિલચાલ જોવા મળી અને તેના વાળ આપમેળે વધવા લાગ્યા, પરિવારના જણાવ્યા મુજબ, Okiku ને આ ઢીંગલી સાથે એટલો પ્રેમ હતો કે તેઓ વિચારે છે કે તેમની પુત્રીની આત્મા તે ઢીંગલીમાં રહે છે. આ પછી, કુટુંબ જાપાનના મન્નેનજી મંદિરને તે ઢીંગલીને આપી દે છે અને એવું માનવામાં આવે છે કે આ ઢીંગલીના વાળ સતત વધતા રહે છે અને મંદિરનો સાધુ તે સમયાંતરે તેને કાપી નાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!