ઐશ્વર્યાને પહેલી વાર જોતા જ બિગ બીને થઇ ગયું હતુ કંઇક આવું, જાણો આ વિશે શું કહ્યું જયા બચ્ચને..

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને આખી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ઐશ્વર્યાએ પોતાની એક્ટિંગના દમ પર લાખો લોકોનું દિલ જીતી લીધું છે અને આજે પણ એમના ફેન્સની કોઈ ગણતરી જ નથી. એ સાથે જ ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ પણ છે. એ એક સારી વહુ હોવાની સાથે સાથે એક સારી પત્ની અને માતા પણ છે. ઐશ્વર્યાને જોઈને બધાની આંખો પળવાર માટે થંભી જાય છે. તો પહેલી વાર ઐશ્વર્યાને જોઈને મહાનાયક બચ્ચનનું પણ કંઈક આવું જ રિએક્શન હતું. આ વિશે એક ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને ખુલાસો કર્યો હતો જે આજે અમે તમને જણાવીશું.

image soucre

અમિતાભ બચ્ચન પોતાની દીકરી અને વધુમાં જરાય ફરક નથી કરતા અને ઘણીવાર એમને વહુ ઐશ્વર્યાના વખાણ કરતા જોવામાં આવ્યા છે. ઐશ્વર્યા પોતાના સાસુ સસરા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ઘણી જ રિસ્પેક્ટ કરે છે અને એમને ખૂબ જ પ્રેમ પણ કરે છે. પણ જ્યારે અમિતજીએ ઐશ્વર્યાને પહેલીવાર જોઈ તો એ જોતાં જ રહી ગયા હતા. હા જયા બચ્ચને એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “અમિતજીએ જે સમયે ઐશ્વર્યાને જોઈ તો એમને લાગ્યું કે શ્વેતા ફરીથી ઘરે આવી ગઈ. એમની આંખમાં એવી જ ચમક ઉઠી હતી જેવી શ્વેતાને જોઈને ઉઠતી હતી. જે જગ્યા શ્વેતાએ ખાલી છોડી હતી એને ઐશ્વર્યાએ ઘરે આવીને ભરી દીધી હતી”.

image socure

જયા બચ્ચને આગળ કહ્યું હતું કે ” એ ખૂબ જ પ્રેમાળ છે અને હું એને ખૂબ જ પ્રેમ કરું છું. એ એક મોટી સ્ટાર પણ છે અને પરિવારમાં ખૂબ જ સારી રીતે ભળી ગઈ છે. અમિતાભજી ઐશ્વર્યાને જોઈને ખૂબ જ ખુશ થાય છે” અમિતાભ બચ્ચને એકવાર ઐશ્વર્યાને લઈને કહ્યું હતું કે “ઐશ્વર્યાના આવવાથી કોઈ મોટું પરિવર્તન નહોતું આવ્યું. બસ એવું હતું કે ઘરેથી એક દીકરી ગઈ તો એક દીકરી આવી ગઈ. એનો અર્થ અમિતાભ ઐશ્વર્યાને પોતાની વહુ નહિ પણ દીકરી માને છે.

image soucre

તમને જણાવી દઈએ કે આમ તો ઐશ્વર્યા રાય બચ્ચને ઘણી બધી ફિલ્મો કરી છે પણ મહાનાયક અમિતાભ બચ્ચન અને પોતાના સસરા સાથે પણ એમને ફિલ્મોમાં કામ કર્યું છે. બંટી ઓર બબલી, ખાકી, હમ કિસી સે કમ નહિ,મોહબતે, કયો હો ગયા ના અને સરકાર રાજ જેવી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું છે.

image soucre

ઐશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાત વર્ષ 2000માં આવેલી ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કેના સેટ પર થઈ હતી. એ વખતે ઐશ્વર્યા બીજા કોઈને ડેટ કરી રહી હતી અને અભિષેક એમના ફક્ત સારા મિત્ર હતા. ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી વર્ષ 2006થી 2007 સુધી આ બંનેની મુલાકાત ઘણી વધી ગઈ. કહેવામાં આવે છે કે ફિલ્મ ગુરુના શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા અને ઐશ્વર્યાના સ્વભાવે અભિષેકને આકર્ષિત કર્યો. એ પછી ગુરુ ફિલ્મના ટોરેન્ટો પ્રીમિયર દરમિયાન અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યા પણ ત્યાં સુધી અભિષેકને પસંદ કરવા લાગી હતી અને એમને અભિષેકને તરત હા પાડી દીધી. અભિષેક અને ઐશ્વર્યાની એક દીકરી છે જેનું નામ આરાધ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *