જાણો બીગ બીની આ અભિનેત્રી વિશે, જેનું મોત થયુ ત્યારે હતી પ્રેગનન્ટ, ફિલ્મો માટે છોડી દીધો હતો MBBSનો અભ્યાસ

મૃત્યુ થયું ત્યારે પ્રેગ્નેન્ટ હતી બિગ બીની આ હિરોઇન, ફિલ્મો માટે છોડી દીધો હતો MBBSનો અભ્યાસ.

ફિલ્મ સૂર્યવંશમ ટીવી પર હંમેશા જોવા મળે છે. એને લઈને ઘણા પ્રકારના જોક્સ અને મીમ પણ બનાવવામાં આવે છે. આ ફિલ્મ ટીવી પર એટલી વાર આવી ચૂકી છે કે લોકોને એના એક એક પાત્રનું નામ અને ફિલ્મો સીન પણ યાદ રહી ગયા છે. આ ફિલ્મ પડદા પર ભલે સફળ ન થઈ શકી હોય પણ એને ટીવી પર દર્શકોએ ઘણી જ પસંદ કરી હતી. આ ફિલ્મની અભિનેત્રી સૌંદર્યાને પણ દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. સૌંદર્યાનું એક દુર્ઘટનામાં નિધન થઈ ગયું હતું જેનાથી મનોરંજન જગતને ઊંડો આઘાત લાગ્યો હતો. ચાલો આજે જાણી લઈએ એમના વિશે કેટલીક રસપ્રદ વાતો.

image source

દક્ષિણ ભારતીય અભિનેત્રી સૌંદર્યાનો જન્મ 18 જુલાઈ 1972માં કર્ણાટકમાં થયો હતો. એમના પિતા કન્નડ ઇન્ડસ્ટ્રીના લેખક અને નિર્માતા હતા .સૌંદર્યા મેડિકલનો અભ્યાસ કરી રહી હતી અને એમબીબીએસની ડીગ્રી લેવાની હતી. જો કે એમના મનમાં અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એવામાં એમને અભ્યાસ વચ્ચે જ છોડી દીધો અને મનોરંજનની દુનિયામાં આવી ગઈ.

image source

સૌંદર્યાની ફિલ્મ ગંધર્વથી પોતાના કરિયરની શરૂઆત કરી. એ પછી એ ઘણી તેલુગુ ફિલ્મોમાં દેખાઈ. સૌંદર્યાના ચહેરા પર સાદગી હતી અને આંખોમાં માસૂમિયત જે દર્શકોનું દિલ જીતી લેતી હતી. ખુદ દક્ષિણના સુપરસ્ટાર વેંકટેશે સૌંદર્યાને સંપૂર્ણ અભિનેત્રી કહી હતી.

image source

સૌંદર્યાએ લગભગ 100 તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એ સાઉથના દિગગજ કલાકાર જેમ કે રજનીકાંત અને કમલ હસન સાથે પણ ફિલ્મોમાં દેખાઈ હતી. જો કે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ સૂર્યવંશમમાં ભજવેલા એમના પાત્રથી એમને બોલીવુડમાં ઓળખ મળી હતી.

image source

સૌંદર્યા ફિલ્મોમાં હિટ હતી અને થોડા સમય પછી જ એ રાજનીતિમાં પણ આવી ગઈ હતી. સૌંદર્યા બીજેપીમાં સામેલ થઈ ગઈ હતી. વર્ષ 2004માં જ્યારે લોકસભાની ચૂંટણીની ગુંજ હતી ત્યારે અમુક રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પણ થઈ રહી હતી. આંધ્રપ્રદેશમાં પણ ચૂંટણીનો માહોલ હતો. તો કરીમનગર સીટથી બીજેપીના વરિષ્ઠ નેતા વિદ્યા સાગર ચૂંટણી લડી રહ્યા હતા.

image source

રાવની સાંસદી અને ટીડીપી નેતાઓની વિધાયકી માટે સૌંદર્યા વોટ માંગવા આવી રહી હતી. એ સમયે એ બેંગલુરુમાં હતી. 17 એપ્રિલે એમનું એરક્રાફ્ટ જકકુર એયરોડર્સથી ઉડાન ભરી. એમની સાથે એમની નાનો ભાઈ અને તેલુગુ ફિલ્મોમાં પ્રોડ્યુસર અમરનાથ ઓન હાજર હતા. એરક્રાફ્ટએ થોડીવાર પહેલા જ ઉડાન ભરી હતી કે અચાનક જ એક મોટો ધમાકો થયો અને એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું આ ઘટનામાં સૌંદર્યા ખતમ થઈ ગઈ અને સાથે જ એમના ભાઈ અને પ્રોડ્યુસરનો પણ અંત આવી ગયો. જ્યારે ખબર પડી કે એ માતા બનવાની હતી તો દરેકના દિલને એક ઊંડો આઘાત લાગ્યો.

image source

લોકોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી. સૌંદર્યા આ દુનિયામાંથી અચાનક જ જતી રહી. એમના નિધનથી દરેકને ઊંડો આઘાત લાગ્યો હતો. આજે સૌંદર્યા જો જીવિત હોત તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એમના નામની ગુંજ હોત અને રાજનીતિમાં પણ એમનું ઉજ્જવળ કરિયર જોવા મળતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!