Site icon News Gujarat

બિગ બોસ OTTને મળી પહેલી વિનર, દિવ્યા અગ્રવાલે જીતી ટ્રોફી, સાથે જાણો કોણ રહ્યું રનર અપ

બિગ બોસ ઓટીટીની વિજેતાની ઘોષણા કરી દેવામાં આવી છે. દિવ્યા અગ્રવાલને ‘બિગ બોસ ઓટીટી’નું બિરુદ આપવામાં આવ્યું છે. નિશાંત પ્રથમ રનર હતો. ટ્રોફીની સાથે દિવ્યાને 25 લાખ રૂપિયાની વિજેતા રકમ પણ મળી છે. દિવ્યા અગ્રવાલ, શમિતા શેટ્ટી, રાકેશ બાપટ અને નિશાંત – શનિવારે કુલ 4 સ્પર્ધકો ફીનાલે સુધી પહોંચ્યા હતા. પ્રતીક સહજપાલ 25 લાખ રૂપિયા લઈને વિજેતા બનવાની દોડમાંથી બહાર થઈ ગયો હતો. દિવ્યાએ શમિતા, રાકેશ અને નિશાંતને હરાવીને આ ખિતાબ જીત્યો છે..

image soucre

બિગ બોસ ઓટીટી’ની શરૂઆત ગયા મહિનાની 8 મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યે કરવામાં આવી હતી. ‘બિગ બોસ ઓટીટી’ની આ પહેલી સીઝન હતી. શો ‘બિગ બોસ’ હોસ્ટ સલમાન ખાનને કારણે ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે, પરંતુ તેનું ઓટીટી વર્ઝન કરણ જોહરે હોસ્ટ કર્યું હતું. ‘સન્ડે કા વાર’ એપિસોડમાં, કરણ જોહર 8 વાગ્યે આવતો હતો, આ શો બાકીના 6 દિવસ માટે સાંજે 7 વાગ્યા સુધી પ્રસારિત થતો હતો

image soucre


બિગ બોસ ઓટીટીમાં શરૂઆતમાં કુલ 13 સ્પર્ધકો હતા – રાકેશ બાપટ, ઝીશાન ખાન, મિલિંદ ગાબા, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, કરણ નાથ, શમિતા શેટ્ટી, ઉર્ફી જાવેદ, નેહા ભસીન, મૂઝ જટાના, અક્ષરા સિંહ, દિવ્યા અગ્રવાલ અને રિદ્ધિમા પંડિત. શો દરમિયાન, કેટલાક સ્પર્ધકો થોડા થોડા સમયે શોમાંથી બહાર થતા રહ્યા. 5 સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યા હતા. પ્રતીક સહજપાલ 25 લાખ રૂપિયા સાથે વિજેતાની રેસમાંથી બહાર થઈ ગયા. આ પછી 4 સ્પર્ધકોમાં ટાઇટલ માટેની સ્પર્ધા હતી. દિવ્યા અગ્રવાલે 3 સ્પર્ધકોને હરાવીને ખિતાબ જીત્યો.

ઉર્ફી જાવેદને શોના પહેલા સપ્તાહમાં બહાર થઈ ગઈ હતી. આ પછી કરણ નાથ અને રિદ્ધિમા બહાર ગયા. ત્યારબાદ ઝીશાનને નિયમોનું પાલન ન કરવા બદલ બેઘર કરવામાં આવ્યા. આ પછી મિલિંદ ગાબા, અક્ષરા સિંહ અને નેહા ભસીન શોમાંથી બહાર થઈ ગયા

દિવ્યા એક અભિનેત્રી અને મોડેલ છે. તેણે વેબ સિરીઝ ‘રાગિણી એમએમએસ: રિટર્ન્સ’માં કામ કર્યું છે. તે બિગ બોસના પૂર્વ સ્પર્ધક પ્રિયાંક શર્મા સાથે રિલેશનશિપમાં રહી છે. બાદમાં બંને અલગ થઈ ગયા. બંનેનું બ્રેકઅપ મીડિયા હેડલાઇન્સમાં રહ્યું હતું.

.

મેકર્સે ફીનાલેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. ફિનાલેમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ અને પ્રતીક સહજપાલમાંથી એક બિગ બોસ ઓટીટી વિજેતા જોવા મળશે. મેકર્સે ‘બિગ બોસ ઓટીટી’ના ગ્રાન્ડ ફિનાલેના ઘણા પ્રોમો રિલીઝ કર્યા છે. વૂટના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક નવો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રોમો વિડીયોમાં કરણ જોહર તેની ઇનામી રકમ વિશે જણાવી રહ્યો છે.

વીડિયોમાં કરણને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘આ બ્રીફકેસની અંદર એક અનોખી રકમ છે, તેને મેળવવા માટે, તમારે અહીં ભારે કિંમત ચૂકવવી પડશે. જેણે પણ આ બ્રીફકેસ ઉપાડી, તે આ સિઝનમાં આજે વિજેતા બનવાની યાદીમાંથી બહાર થઈ જશે, પરંતુ તે બિગ બોસ 15 ના સ્પર્ધક બનશે.

Exit mobile version