બિગ બોસ 2ના આ વિજેતાએ લોકડાઉન દરમિયાન ઘરના ધાબા પર કરી લીધા લગ્ન, માસ્ક પહેરીને પંડિત કરાવે છે વિધી, જોઇ લેટેસ્ટ તસવીરો?

આશુતોષ કૌશિક

image source

ટીવી રીયાલીટી શો ‘બિગબોસ-૨’ અને ‘રોડીઝ-૫’ના વિજેતા આશુતોષ કૌશિકએ લોકડાઉન દરમિયાન પોતાના ઘરના ટેરેસ પર લગ્ન કર્યા. મીડિયા રીપોર્ટ મુજબ આશુતોષએ ૨૬ એપ્રિલના રોજ પોતાની પરણેતર અર્પિતા સાથે લોકડાઉનમાં લગ્ન કરી લીધા.

પૂર્વ રીયાલીટી શો વિજેતાએ પોતાના પરિવારના સભ્યોની હાજરીમાં હિંદુ રીત-રિવાજથી લગ્ન કર્યા. તેમના લગ્નના કેટલાક વિડીયો ફેસબુક પર શેર કરવામાં આવ્યા છે.

image source

એક ક્લીપમાં આશુતોષ કૌશિક સફેદ શર્ટ અને બ્લેક પેંટ પહેરેલ જોવા મળી છે, જયારે તમની દુલ્હન પરંપરાગત દુલ્હનના લાલ જોડામાં જોવા મળી રહી છે. તેમજ લગ્નની વિધિ કરાવી રહેલ પંડિતજીએ ફેસ માસ્ક પહેરેલ છે.

image source

આશુતોષ કૌશિક આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “લોકડાઉનમાં છેલ્લે મારું પણ લોકડાઉન થયું.” આશુતોષ કૌશિકએ પહેલીવાર વર્ષ ૨૦૦૭માં “રોડીઝ”ની સીઝન પાંચ જીત્ય હતા અને એક વર્ષ પછી તેમણે વિવાદસ્પદ રીયાલીટી શો ‘બીગ બોસ’ની સીજન બે પણ જીત્ય હતા.

‘બીગ બોસ ૨’ના વિજેતા આશુતોષ કૌશિકએ લોકડાઉનમાં જ પરિવારના સભ્યોની હાજરીમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન ખુબ જ સાદગીપૂર્ણ રીતે થયા જેમાં બન્ને પરિવારના ફક્ત ચાર વ્યક્તિઓ જ હાજર હતા. આશુતોષ કૌશિકએ લગ્નમાં ખર્ચ થનાર પૈસાને પીએમ કેર્સ ફંડમાં આપી દીધા છે.

image source

આશુતોષ કૌશિક કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. જેમ કે, ‘જીલ્લા ગાઝીયાબાદ’, ‘શોર્ટકટ રોમિયો’ અને ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. એકાએક મળેલ પ્રસિદ્ધિ પછી આશુતોષ કૌશિકનું નામ કેટલાક વિવાદોમાં સપડાયું. એનાથી આશુતોષ કૌશિકના કરિયરને ઘણું નુકસાન થયું. ક્યારેક તેમની પણ ફોટોગ્રાફર્સ સાથે ગેરવર્તણુકનો આરોપ લગાવ્યો તો ક્યારેક કૈફેની બહાર ઝગડો કરતા મળી આવ્યા. વિવાદોના કારણે લોકો તેમનાથી દુર રહેવા લાગ્યા અને તેઓ લાઈમલાઈટથી દુર થઈ ગયા.

જરૂરીયાતમંદ સુધી ભોજન પહોચાડી રહ્યા છે. :

 

View this post on Instagram

 

A post shared by Ashutosh Kaushik (@ashutoshkaushik_bigg_boss_2) on

અભિનેતા અને એંકર આશુતોષ કૌશિક મૂળ સહરાનપુરના રહેવાસી છે. વર્ષ ૨૦૦૮માં ‘બિગ બોસ-૨’ના વિજેતા બન્યા. તેઓ એમટીવી ‘રોડીઝ-૫’ના પણ વિજેતા છે. આશુતોષ કૌશિક પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા થઈ રહેલ બધી કમાણીને પણ કોરોના વાયરસથી સંક્રમણ સમયમાં ગરીબોને સમર્પિત કરવાનો દાવો કર્યો છે અને કહે છે કે, આ ચેનલથી થતી બધી કમાણીને તેઓ ગરીબોના ભોજનની વ્યવસ્થા કરવામાં ખર્ચ કરી રહ્યા છે.