જાણો એવુ તો શું થયુ હતુ આ શહેરમાં કે જે રાતોરાત થઇ ગયુ હતુ ખાલી..

દુનિયા બહુ અટપટી અને આશ્ચર્યજનક છે અને તે વધુ આશ્ચર્યજનક ત્યારે બની જાય છે જયારે આપણે કોઈ એવા ખાસ સ્થાન કે જગ્યા વિષે જાણીએ છીએ જેના વિષે પહેલા અજાણ હતા.

image source

આવું જ એક સ્થળ સાઈપ્રસ દેશમાં આવેલું છે. આ સ્થળ અસલમાં એક શહેર છે જે વરોશા તરીકે ઓળખાય છે. આ શહેરની ખાસિયત એ છે કે તે વર્ષો પહેલા એક જીવંત શહેર હતું પરંતુ હવે સાવ વેરાન પડ્યું છે. એ ઉપરાંત આ શહેરને દુનિયાનું સૌથી ભયાનક ઘોસ્ટ ટાઉન ભૂતીયું શહેર પણ કહેવામાં આવે છે.

વરોશા શહેરમાં ઊંચી – ઊંચી બિલ્ડીંગો આવેલી છે પરંતુ અહીં રહેવાવાળું કોઈ નથી. શહેરમાં આવેલા હોટલ અને રેસીડેન્સીયલ ઇમારતોથી માંડીને રેસ્ટોરન્ટ સુધી બધું હવે ધીમે ધીમે ખંઢેર બની ગયું છે અથવા ખંઢેર બનવા જઈ રહ્યું છે.

 

image source

ફમાગસ્તા પ્રાંતમાં આવેલા આ શહેરના એક નાનકડા ભુ-વિસ્તાર સિવાય અહીંના લગભગ બધા જ બીચ હમેંશા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અને શહેરમાં પ્રવેશવાના અનેક પોઇન્ટને પણ ફેન્સીંગ વડે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી કે જો કોઈ આ શહેર બહારથી અહીંની તસ્વીર લેવાનો પ્રયાસ કરે તો તેની પણ ધરપકડ કરવામાં આવે છે.

image source

મીડિયા અહેવાલો પ્રમાણે 45 વર્ષ પહેલા આ શહેર આવું વેરાન ન હતું પરંતુ ત્યારે આ શહેરની વસ્તી લગભગ 40000 જેટલી હતી. પરંતુ વર્ષ 1974 માં ફેલાયેલા એક ભયના કારણે આ શહેર રાતોરાત વેરાન થઇ ગયું હતું. આ શહેરની આજુબાજુના શહેરોમાં આજે પણ રોનક અને ચહલ – પહલ જોવા મળે છે જયારે આ શહેરમાં ભેંકાર પડ્યું છે.

image source

અસલમાં જુલાઈ 1974 માં તુર્કી સેનાએ સાઈપ્રસ પર ગ્રીસ રાષ્ટ્રવાદીઓના સત્તાપલ્ટાના વિરોધમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ નરસંહારના ભયના કારણે આ આખું વરોશા શહેર રાતોરાત જ ખાલી થઇ ગયું હતું. અને અહીંના રહેવાસીઓ આ શહેર છોડી આસપાસના શહેરોમાં રહેવા ચાલ્યા ગયા હતા.

image source

તુર્કીના હુમલાના કારણે સાઈપ્રસ બે ભાગોમાં વહેંચાઈ ગયું જે પૈકી એક ભાગ ગ્રીસ સાઈપ્રસ જયારે બીજો ભાગ તુર્કી સાઈપ્રસ તરીકે ઓળખાયો. વરોશા શહેર હાલમાં તુર્કી સેનાના કબ્જામાં છે. અને અહીં ફક્ત તુર્કી સેના જ પેટ્રોલિંગ માટે આવે છે તેના સિવાય કોઈપણને અહીં આવવા માટે પ્રતિબંધ છે.