જાણો ભૂતપૂર્વ આ CM વિશે, જેમનો પરિવાર લોકડાઉનમાં ખાવા માટે મારી રહ્યા છે વલખાં

ભૂતપૂર્વ CMના પરિવારજનો લોકડાઉનમાં ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે

image source

એક તરફ આપણે ત્યાં નેતાઓ ભવ્ય જીવન જીવતા હોય છે, ત્યાં બિહારમાં આનાથી સાવ વિરોધી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભૂતકાળમાં બિહારના મુખ્યમંત્રી પદ પર રહલા ભોળા પાસવાન લોકડાઉનની સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાઈ ચુક્યા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય ભોલા પાસવાનનો પરિવાર અત્યારે જે સ્થિતિમાં છે. આ એવો સમય છે કે એમના પરિવાર સામે ભુખમરાની સ્થિતિ આવી ગઇ છે.

image source

ઉલ્લેખનીય છે કે વાતની જાણ થતા જ પ્રતિપક્ષના નેતા તેજસ્વી યાદવે આજે પૂર્વ સીએમ ભોલા પાસવાન શાસ્ત્રીના પરિવાર સાથે ખાસ વાતચીત કરી હતી. પરિવારની આવી સ્થિતિ જોઇ તેજસ્વી યાદવે તાત્કાલિક પૂર્વ સીએમના પરિવારને લાખ રૂપિયા અને જરૂરિયાત મુજબનું રાશન ઉપલબ્ધ કરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભોલા પાસવાન શાસ્ત્રી ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

21 સપ્ટેમ્બર 1914ના દિવસે પૂર્ણિયાના બેરગચ્છીમાં ભોલા પાસવાન શાસ્ત્રીનો જન્મ થયો હતો. ભોળા પાસવાન સીએમ સાથે ઇમાનદાર અને દેશભક્ત સ્વતંત્રતા સેનાની પણ હતા. બીએચયુથી ડિગ્રી મેળવ્યા પછી તેઓ જરૂરિયાત ઉભી થતા જ રાજકારણમાં સક્રિય રીતે જોડાયા હતા.

image source

ભોલા પાસવાન શાસ્ત્રીએ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઇને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાજનીતિમાં સક્રિય થયા હતા. ખુબ જ ગરીબ પરિવારથી આવતા હોવા છતા તેઓ બૌદ્ધિક રૂપથી ખુબ જ સશક્ત અને પ્રતિભાશાળી હતા. એમનું કોંગ્રેસ પાર્ટીએ તેઓને ત્રણ વખત પોતાના નેતા પસંદ કર્યા અને તેઓ ત્રણ વખતે મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ જુન 1971 થી જાન્યુઆરી 1972, જુન 1969 થી જુલાઈ 1969 અને ફેબ્રુઆરી 1968 થી જુન 1968 એમ ત્રણ સમયગાળા દરમિયાન બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા.

image source

આપને જણાવી દઈએ કે ભોલા પાસવાન શાસ્ત્રીનો કાર્યકાળ સંપૂર્ણ રીતે નિર્વિવાદ રહ્યો હતો. તેમનું રાજનીતિક તથા વ્યક્તિગત જીવન સાફ-સુથરું જ રહ્યું હતું. ઇન્દિરા ગાંધીએ ભોલા પાસવાન શાસ્ત્રીને ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મંત્રી પણ બનાવ્યા હતા. પરંતુ તેમની ઇમાનદારી એવી હતી કે મૃત્યુ બાદ તેમના ખાતામાં એટલા પૈસા ન હતા કે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધકર્મ પણ કરાવી શકાય.

image source

ભોલા પાસવાન શાસ્ત્રીનું નિધન વર્ષ 1984માં પટના શહેરમાં થયું હતું. પોતાના ઘરમાં પુત્ર ન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કાર પણ ભત્રિજા બિરંચી પાસવાને કર્યા હતા. કહેવાય છે કે ભોલા પાસવાન શાસ્ત્રીને પોતાની કોઇ સંતાન જ ન હતી. તેઓ પરીણિત તો જરૂર હતા પણ તેઓ પત્નીથી અલગ થઇ ચુક્યા હતા.

image source

એવું કહેવાય છે કે ભોલા પાસવાન શાસ્ત્રીને પોતાની કોઇ જ સંતાન હતી નહી. તેઓ પરણિત જરૂર હતા, પણ સમય આવ્યે તેઓ પત્નીથી અલગ થઇ ગયા હતા. પૂર્વ સીએમના પરિવારની આ હાલત જપીને પ્રતિપક્ષના નેતા તેજસ્વીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી. તેજસ્વીએ તુરંત પૂર્વ સીએમના પરિવારને લાખ રૂપિયા અને જરૂરિયાત મુજબનું રાશન પણ ઉપલબ્ધ કરાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત