કોરોનાનો આવ્યો રીપોર્ટ ત્યાં સુધીમાં વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોની લાગી ગઈ લાઈન… તંત્ર ચિંતામાં

બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. તેવામાં સારણ જિલ્લામાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેણે લોકોના જીવનું જોખમ અને આરોગ્ય વિભાગનું ટેન્શન વધારી દીધું છે.

image source

અહીંના ભાગવતપુર ગામમાં એક પેટના રોગનો દર્દી કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ જ્યાં સુધીમાં આ રીપોર્ટ આવ્યો ત્યાં સુધીમાં તે દર્દી હોસ્પિટલમાંથી કોઈને કહ્યા વિના એમ્બ્યુલન્સ લઈ પોતાના ઘરે જતો રહ્યો.

જ્યારે આ દર્દીનો રીપોર્ટ આવ્યો અને દર્દી હોસ્પિટલમાં ન હતો તો તાત્કાલિત સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેના ગામ પહોંચી અને દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લાવી અને તેના પરીવારના સભ્યોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા. હાલ તેને પટનાના હોસ્પિટલમાં રાખી તેની સારવાર કરવામાં આવી રહી છે.

image source

ચિંતાની વાત એ છે કે આ દર્દીના પરીવારમાં જ એક આશા વર્કર પણ છે. હવે આ દર્દી તે તમામના સંપર્કમાં આવ્યો હોવાથી આશા વર્કર સહિત 22 લોકોને કોઈન્ટાઈન કરાયા છે.

હવે આ તમામ લોકોના સેમ્પલ પણ લેવામાં આવશે અને ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય તંત્ર હવે તે એમ્બ્યુલન્સના ચાલકને પણ શોધી રહી છે જે આ દર્દીને તેના ઘરે મુકવા ગઈ હતી. જો આ એમ્બ્યુલન્સમાં અન્ય કોઈ દર્દી કે વ્યક્તિ સવાર થાય તો તેને પણ ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે.

image source

જો કે આ ઘટનામાં દર્દી હોસ્પિટલમાંથી ભાગ્યો તે વાત માટે તંત્રની બેદરકારી પણ સામે આવી છે. આ દર્દીના સંપર્કમાં ડોક્ટર્સ અને નર્સ પણ આવી હતી. હાલ હોસ્પિટલના વોર્ડને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને જે ડોક્ટર અને નર્સ દર્દીના સંપર્કમાં આવ્યા હતા તેને પણ કોરોન્ટાઈન કરાયા છે.

image source

આ ગંભીર બેદરકારી બદલ સ્થિતિ એવી સર્જાઈ છે કે હોસ્પિટલને જ સીલ કરવામાં આવી શકે છે. કારણ કે અહીંથી અગાઉ પણ એક દર્દી ભાગી ગયો હતો. આ દર્દી ટીબી પેશન્ટ હતો અને તે પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો કે આ ઘટના બાદ ટીબી વોર્ડ સીલ કરી દેવામાં આવ્યો હતો.