વેક્સિનનો બીજો ફેઝ શરૂ: વડાપ્રધાન મોદી ઉપરાંત રાજ્યના CM વિજય રૂપાણીના પત્નીએ કોરોના રસીનો લીધો પહેલો ડોઝ

આજથી દેશભરમાં કોરોના વાયરસ સામેની લડતમાં શરુ થયેલા રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરુ થયો છે. આજે વડાપ્રધાન મોદીએ પણ રસીનો પહેલો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે રસી લીધી હતી. તેમણે જાતે આ વાતની જાણકારી શેર કરી હતી. આ સાથે જ ગુજરતાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલી રુપાણીએ પણ રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે ભાટ ગામ નજીક આવેલી અપોલો હોસ્પિટલમાં રસીનો ડોઝ લીધો હતો.

image source

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે સૌથી પહેલા જઈ અને કોરોનાની રસી મૂકાવી હતી. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પ્રધાનમંત્રીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. સાથો સાથ તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે દેશને કોરોના મુક્ત બનાવવામાં સહયોગ કરીએ.

ગુજરાતમાં પણ આજથી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રસી લીધી અને સાથે જ લોકોને પણ રસી લેવા અપીલ કરી છે. જો કે રાજ્યમાં કોઈને રસી લેવા માટે ફરજ પાડવામાં આવશે નહીં જેમને સ્વેચ્છાએ રસી લેવી હોય તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં અને ખાનગી હોસ્પિટલમાં નક્કી કરેલા ચાર્જ સાથે રસી આપવામાં આવશે.

image source

રાજ્યમાં કોરોના વેક્સિન આજથી 60 વર્ષથી ઉપરની વય ના વડીલોને આપવામાં આવશે. ગુજરાતના 60 લાખ જેટલા વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ આપવા આરોગ્ય વિભાગે તૈયારી કરી છે.

રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ માટે તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળ ની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.

image source

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રસી લેવાની સાથે રાજ્યના નાગરિકોને પણ હાર્દ ભરી અપીલ કરી હતી કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણ માં યોગદાન આપે.

image source

આજથી શરુ થયેલા રસીકરણમાં 60 વર્ષથી વધુની વયના અને 45 વર્ષથી વધુની વયના એવા લોકોને રસી અપાશે જેમને ગંભીર બીમારીઓ હોય કેન્દ્ર સરકાર દ્વારા આ બીમારીઓની યાદી પણ તૈયારી કરી જાહેર કરવામાં આવી છે. આ રસીના ડોઝ સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં અપાશે જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝના 250 રૂપિયા લેવામાં આવશે. જેમાં 150 રૂપિયા રસીના છે અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ પેટે લેવામાં આવશે.

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસી લઈ અને લોકોને અપીલ કરી છે કે ગુજરાતના વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈ અને કોરોના સામેની રાજ્યની લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્