કોરોનાની બીજી લહેર ઘાતક, એક-બે મહીનો નહીં પરંતુ આટલો સમય મચાવશે આતંક, જાણો અને ચેતો

ભારત દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ફક્ત એક- બે મહિના સુધી નહી, પણ આટલા સમય સુધી રહી શકે છે.

ભારત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ગત વર્ષ કરતા પણ આ વર્ષે વધારે ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોજબરોજ કુદકેને ભૂસકે વધતું જ જઈ રહ્યું છે. પ્રતિ દિવસ નોંધવામાં આવતા નવા કેસ જુના રેકોર્ડ તોડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને સંબંધિત જુદા જુદા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

કેટલાક દિવસ પહેલા એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર મે મહિનાના અંતમાં હળવી થવાની સંભાવના જણાવાઈ રહી હતી. ત્યારે આવા સમયમાં તાજેતરમાં આવેલ નવા રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર અંદાજીત ૧૦૦ દિવસ સુધી રહી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોરોના વાયરસ સંક્રમણને લઈને પ્રતિદિન નવા નવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે.

image source

તાજેતરમાં લાન્સેટ રીપોર્ટમાં પુરાવાઓની સાથે જણાવવામાં આવ્યું હતું કે, ‘કોરોના વાયરસનું સંક્રમણ હવા દ્વારા પણ ફેલાઈ રહ્યું છે. ત્યાં જ હવે એક્સપર્ટસ દ્વારા વધુ એક પરામર્શ આપતા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર અંદાજીત ત્રણ મહિના કરતા પણ વધારે સમય સુધી રહી શકે છે.’

૭૦% વસ્તીને રસી આપવામાં આવશે ત્યાં સુધી આ લહેર શરુ રહી શકે છે.

એક્સપર્ટસની ટીમ તરફથી તૈયાર કરવામાં આવેલ એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દેશમાં ૧૦૦ દિવસ સુધી રહી શકે છે અને આવા જ પ્રકારની લહેર જ્યાં સુધી ૭૦% રસી આપવામાં અને હર્ડ ઈમ્યુનીટી દ્વારા સંક્રામક બીમારીઓની સામે અપ્રત્યક્ષ રીતે બચાવ થઈ કરી શકાય છે.’

image source

હર્ડ ઈમ્યુનીટી તો જ વિકસિત થઈ શકે છે જયારે મોટાભાગની વસ્તીને કોરોના વાયરસની રસી આપી દીધા બાદ કે પછી કોરોના વાયરસ સંક્રમણ માંથી મુક્ત થયા બાદ કોરોના વાયરસના સંક્રમણની વિરુદ્ધ ઈમ્યુનીટી વિકસિત કરી લેવામાં આવે છે. સમુહની આ સામુહિક ઈમ્યુનીટીને જ હર્ડ ઈમ્યુનીટી કહેવાય છે.

તે રસીના પ્રભાવને દુર કરવાની ક્ષમતા પણ રાખે છે.

ડૉ. નીરજ કૌશિકના પરામર્શમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ‘કોરોના વાયરસ સંક્રમણની નવા મ્યુટેન્ટ વય્ર્સમાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અને રસીના પ્રભાવને દુર કરવાની પણ ક્ષમતા ધરાવે છે. એવી વ્યક્તિઓ જેમને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી હોય તેમ છતાં પણ તે વ્યક્તિ ફરીથી કોરોના વાયરસથી સંક્રમિત થવાનું આ જ કારણ છે.

image source

આવી વ્યક્તિના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હોય છે કે, મ્યુટેટેડ વાયરસ એટલો વધારે ચેપી છે કે, જો આ વાયરસથી પરિવારનો કોઈ એક સભ્ય પણ સંક્રમિત થઈ જાય છે તો આખો પરિવાર સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ બાળકોની ઉપર પણ પ્રભાવી રહે છે.’

નિયમિત RT- PCR ટેસ્ટમાં પણ મ્યુટેટેડ વાયરસને શોધી શકવામાં આવતો નથી.

image source

એક્સપર્ટ દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, ‘નિયમિત રીતે RT- PCR ટેસ્ટ કરાવવા છતાં પણ મ્યુટેટેડ વાયરસને શોધી શકાતો નથી. તેમ છતાં ગંધ નહી આવવી પણ તેનું એક મોટું લક્ષણ છે કે, વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. એક્સપર્ટના પરામર્શમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર અંદાજીત ૧૦૦ દિવસ સુધી રહી શકે છે.

image source

કોરોના વાયરસ સંક્રમણની આવી લહેરો ત્યાં સુધી આવતી રહેશે જ્યાં સુધી ૭૦% વસ્તીને કોરોના વાયરસની રસી નહી આપી દેવામાં આવે અને હર્ડ ઈમ્યુનીટીનો ટાર્ગેટ મેળવી લેવામાં આવશે નહી. જેથી કરીને આપે પોતાની સુરક્ષાના ઉપાયોમાં ખાસ કરીને માસ્ક પહેરવાનું છોડવું જોઈએ નહી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *