લો બોલો, હજી તો કોરોનાની બીજી લહેરથી તો છુટકારો મળ્યો નથી ને થોડા જ મહિનામાં આવશે ત્રીજી લહેર.

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરના સંકજામાં છે એવામાં ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારા સમાચાર સામે આવ્યા છે.

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ મહિના સુધીમાં ધીમી પડી શકે છે. એવામાં 6થી 8 મહિના પછી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે તેવા અનુમાન પણ લગાવાયા છે. અને આ પ્રાથમિક અનુમાનની સાથે તેમણે સરકારને અલર્ટ પણ કરી દીધું છે. અત્યારે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર પીક પર આવી ગઈ છે. અમદાવાદમાં પણ રોજ નવા સંક્રમિત થતા દર્દીઓમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

image source

SUTRA (સંવેદનશીલ, અનિર્ધારિત, પરીક્ષણ અને વિવિધ દૃષ્ટિકોણ) મોડલનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાનાં અંત સુધીમાં રોજના 1.5 લાખ કોરોના સંક્રમિતના કેસ સામે આવી શકે છે અને જૂન મહિનાના અંત સુધીમાં દરરોજ 20 હજાર કેસ સામે આવી શકે છે અને જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર અટકી શકે તેમ છે.

સરકારે નિયુક્ત કરેલી આ પેનલના સભ્ય અને IIT કાનપુરના અધ્યાપક મનિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા સિવાય દિલ્હી અને ગોવા જેવાં રાજ્યમાં બીજી લહેરનો પીક ટાઈમ આવી ગયો છે. તામિલનાડુમાં 29થી 31 મે અને પુડુચેરીમાં 10 થી 20 મેમાં પીક આવી શકે છે.

image source

ભારતના પૂર્વ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં હજુ કોરોનાની બીજી લહેરનો પીક સમય આવવાનો બાકી છે. આસામ 20-21 મે, મોઘાલય 30 મે, ત્રિપુરામાં 26-27 મે સુધીમાં પીક ટાઈમ આવી જશે.

તો બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં અત્યારે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હિમાચાલમાં 24 મે અને પંજાબમાં 22 મે સુધીમાં કોરોનાની બીજી લહેરનો પીક સમય આવી શકે છે.

image source

ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં બુધવારે 5,246 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તો 9,001 લોકો કોરોનાથી સ્વસ્થ થયા અને 71 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

અત્યારસુધીમાં 7.71 લાખ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.69 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,340 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 92,617 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે 6 થી 8 મહિનાની અંદર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ રહેલી છે. IIT કાનપુરના અધ્યાપક મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરમાં મોટા ભાગના લોકો ઓછા પ્રભાવિત થશે, કારણ કે તેમણે વેક્સિનેશનમાં ભાગ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી ત્રીજી લહેર નહીં આવે.

image source

SUTRA મોડલ જેવા ગણિતને લગતા મોડલ મહામારીની તીવ્રતાનું અનુમાન લગાવવામાં મદદ કરી શકે છે. SUTRA મોડલ ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિનું અવલોકન કરવા માટે અસ્તિત્વમાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કોવિડ-19 કમિટીને પણ સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિનું આંકલન કરવા માટે બનાવવામાં આવી છે. જો કે આ કમિટીએ સ્વીકાર્યું હતું કે તેઓ કોરોનાની બીજી લહેરની પ્રકૃતિ અને સંક્રમણ અંગેની વિગતવાર માહિતી આપવા માટે અસમર્થ છે. IIT હૈદરાબાદના અધ્યાપકે મીડિયાને જણાવ્યું હતું કે અમે જ્યારે જાહેર કર્યું હતું કે બીજી લહેરમાં રોજ 1.5 લાખ કેસ સામે આવશે, એ વાત તદ્દન ખોટી સાબિત થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!