બીજલી મહાદેવઃ અહીં દર 12 વર્ષે શિવલિંગ પર વિજળી પડે છે, શિવલિંગ ખંડીત થાય છે અને ફરી જોડાઈ જાય છે

હિમાલયની પહાડીઓમાં આવેલા હિમાચલ પ્રદેશના કુલ્લુ જીલ્લામાં એક બરફાચ્છાદીત પહાડી પર શિવજીનું રહસ્યમયી મંદીર આવેલું છે, જેના રહસ્યને હજુ સુધી કોઈ જ સમજી નથી શક્યું. આ મંદીર નજીક પાર્વતી અને વ્યાસ નદીનું સંગમ સ્થાન છે. કેહવાય છે કે દર બાર વર્ષે આ શીવલીંગ પર વિજળી પડે છે, તેમ છતાં મંદીરને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું તો ચાલો જાણીએ હીમાલયના કુદરતી સૌંદર્ય વચ્ચે બીરાજમાન આ અદ્ભુત મંદીરના રહસ્ય વિષે.

 

View this post on Instagram

 

A post shared by Jai_Mahakal 🕉 🗻 (@jai_mahakal_rudr) on

એક વાયકા પ્રમાણે અહીં જે પહાડો છે તેનો આકાર કોઈ વિશાળકાય સર્પ જેવે છે. જે પુરાણ કાળમાં વાસ્તવમાં એક વિશાળ કાય સર્પ હતો જેનો વધ પુરાણ કાળમાં મહાદેવ દ્વારા કરવામાં આવ્યો હતો. દર બાર વર્ષે પડતી વિજળી પાછળની વાયકા પ્રમાણે દર બાર વર્ષે ભગવાન ઇન્દ્ર ભોળાનાથની રજા લઈ આ મંદીર પર વીજળી પાડે છે. વીજળી પડવાથી શીવલિંગ ખંડીત થઈ જાય છે. અને તેમ થવાથી અહીંના પુજારી તે શિવલીંગને જાણે મલમ લગાવતા હોય તેમ માખણ લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Parag Vijrra (@paragvijra) on


આ મંદીર સાથે જોડાયેલી કથા પ્રમાણે પુરાણ કાળમાં આ મંદીરમાં એક કુલાન્ત નામનો રાક્ષસી અજગર રહેતો હતો. એકવાર તેણે ત્યાંના બધા જ જીવોને મારવા માટે વ્યાસ નદીનું પાણી રોકી લીધું. તે જોઈ મહાદેવ ગુસ્સે ભરાયા. પછી ભગવાન શિવે આ રાક્ષસસી સ્વરૂપના અજગર માટે એક માયાજાળ રચી. ભોળાનાથ તેની પાસે ગયા અને તેને કહ્યું કે તારી પુછડીમાં આગ લાગી છે. રાક્ષસ જેવો પોતાની પુછડી જોવા પાછળ વળ્યો કે તરત જ મહાદેવે ત્રીશૂળથી તેના માથામાં ઘા ઝીંક્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by Himachali Network (@highlander_network) on


કહેવાય છે કે તે જ રાક્ષસી સાપનું વિશાળ શરીર પહાડમાં ફેરવાઈ ગયું, જેને આપણે આજે કુલ્લુના પહાડ તરીકે ઓળખીએ છીએ. આ વાયકા પ્રમાણે ભગવાને રાક્ષસ કુલાન્તનો વધ કરી ઇન્દ્રને જણાવ્યું કે તેમણે દર 12 વર્ષે અહીં વીજળી પાડવી. આમ દર 12 વર્ષે અહીં વીજળી પડે છે પણ કોઈ ભક્તને નુકસાન નથી થતું. મહાદેવ પોતે જ વીજળીનો ઝાટકો સહન કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Prashant Kaul (@brewingcolors) on


કહેવા છે કે વિજળી પડતાં શિવલીંગના ટુકડા થઈ જાય છે જેને અહીંના પુજારી માખણથી જોડે છે અને થોડા સમયમાં ફરી શિવલીંગ પાછુ જોડાઈ જાય છે અને તેના જુના જ સ્વરૂપમાં આવી જાય છે.

આ મંદીર પર શિયાળાના દિવસોમાં સંપૂર્ણ બરફની ચાદર ફેલાય જાય છે. આ મંદીર સમુદ્ર તળથી 2450 મીટરની ઉંચાઈ પર આવેલું છે. કુલ્લુમાં મહાદેવ એ સૌથી પ્રિય દેવતા છે. અહીં ક્યાંક એ બ્રાણી મહાદેવ તરીકે પુજાય છે તો ક્યાંક જુવનાણી મહાદેવ તરીકે તો ક્યાંક બીજલી મહાદેવ તરીકે. સમગ્ર કુલ્લુનો ઇતિહાસ જાણે આ બિજલી મહાદેવની આસપાસ જ ફરે છે.

 

View this post on Instagram

 

A post shared by Togedr (@togedr) on


હવે જ્યારે ક્યારેય પણ તમે કુલ્લુ મનાલીના પ્રવાસે જાઓ ત્યારે આ રહસ્યમયી ઇતિહાસથી ભરેલા મંદીરમાં જઈને શિવલિંગના દર્શન ચોક્કસ કરજો. જો તમને તેના રહસ્યમાં રસ ન હોય તો ત્યાંનું સૌંદર્ય તો ચોક્કસ તમારું મન મોહી લેશે. આખરે હિમાલય તો હિમાલય જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત