આ વ્યક્તિ પોતાની બાઈક લઈને શાક લેવા પહોંચ્યો તો લોકો થઈ ગયા દંગ, કારણ ચોંકાવનારું

ભારતની આબાદી એટલી વધારે છે કે રોજ કોઈને કોઈ નવો શોખ સામે આવે છે અને લોકોમાં ચર્ચાનો વિષય પણ બને છે. અનેક લોકો નસીબદાર હોય છે જેને સપના સાકાર કરવા માટે અનેક મહેનત કરવાનું ચાલુ રાખ્યું છે. એવામાં કેટલાક લોકો પોતાની ડ્રીમ બાઈક પણ મેળવી લેતા હોય છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેનુ આ ડ્રીમ બાઈકનું સપનું પૂરું થયું છે. તેની બાઈકનું નામ છે હોંડા ગોલ્ડવિંગ ટ્રાઈક છે.

image source

આ એક એવી બાઈક છે જેને તમે ભારતની સડકો પર જોઈ શકશો નહીં. હાલમાં આ ભારતીય રાઈડર આ બાઈકને લઈને શાક લેવા શાકમાર્કેટ પહોંચ્યો તેના કારણે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક અને વીડિયોની ચોંકાવનારી વાત છે બાઈકની કિંમત, આ વ્યક્તિ 75 લાખ રૂપિયાની બાઈક લઈને શાક લેવા આવ્યો હતો.

image source

રાઈડર સતત તેના થેલામાં શાક ભરીને લઈ જઈ રહ્યો હતો તેનાથી સૌ કોઈને નવાઈ લાગી હતી. આ બાઈકના માલિકનું નામ બાબૂ જોન છે અને જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભારતમાં બાઈક આયાત કરાવવામાં લાગ્યો હતો 1 વર્ષનો સમય

image source

હોંડા ગોલ્ડવિંગ ટ્રાઈક એક અલગ બાઈક છે. છેલ્લા વર્ષે વિદેશથી આ બાઈક જ્યારે ભારત આવી ત્યારે કસ્ટમે તેને સીઝ કરી હતી. બાઈકને છોડાવવા માટ 24 લાખ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ભરી હતી. આ પછી ગાડીને ભારત આવવા માટે 38 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આ રીતે બાબૂને આ બાઈક મળી હતી.

image source

ઉલ્લેખનીય છે કે બાબૂને આ બાઈક યૂએઈથી આયાત કરાવવી પડી હતી. ત્યાર બાદ પણ અનેક તકલીફો બાદ તેને આ બાઈક મળી હતી. તેઓએ આ બાઈકને 14 મહિના પહેલા આયાત કરાવી હતી પણ કસ્ટમથી છોડાવ્યા બાદ તેને એક વર્ષનો સમય લાગ્યો હતો. અંતમાં તેઓને આ બાઈકને માટે કોર્ટ પણ જવું પડ્યું હતું.

બાઈકમાં શું છે ખાસ

હોંડા ગોલ્ડવિંગ ટ્રાઈક 1832 સીસી, 6 સિલિન્ડર એન્જિનથી ચાલે છે. એન્જિન વધારેમાં વધારે 118 બીએચપીનો પાવર આપે છે. એન્જિન અને મોટા પાયા પર શરીર અને સંરચનાના કારણે મોટર સાયકલને રિવર્સ ગિયર મળે છે. ફ્યૂલ ટેન્ક એક વિશાવ 55 લીટરની છે. તેને બજારની અનેક કારથી પણ મોટી બનાવાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!