Site icon News Gujarat

બાઈકમાં પાછળ બેસતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ, વાંચો આ વૃદ્ધાની એક ભૂલના કારણે કેવી રીતે થયુ મૃત્યુ

બાઈકમાં પાછળ બેસતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, એક ભૂલ બધું જ ખતમ કરી શકે છે.

image source

બાઈક પર બેસતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે દ્વિચક્રીય વાહન પર જોખમ સૌથી વધારે રહે છે. એક હવાના ઝોકાના કારણે પણ બેલેન્સ ખરાબ થઇ શકે છે અને પરિણામે જીવન પર જોખમ તોળાઈ શકે છે. પાછળના ઘણા દિવસોથી આવા બનાવ બહુ ઓછા છે, જેનું મુખ્ય કારણ છે ભારતમાં લાદવામાં આવેલું લોકડાઉન. જો કે હવે અનલોક લાગુ થયા પછી આ સમસ્યા ફરી સામે આવવા લાગી છે. ભારતમાં રોડ અકસ્માત એ ગંભીર સમસ્યા છે.

image source

મળતી માહિતી મુજબ પુત્રીને મળવા માટે બે યુવકો સાથે જઈ રહેલી એક વૃદ્ધ મહિલાનું બાઈક અકસ્માતમાં દર્દનાક મોત થયું છે. ઘટનાના મૂળમાં થોડીક અસાવધાની રહે છે. આ ઘટનામાં થયું એવું કે ચાલતા બાઈક દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઈકના ટાયરમાં ફસાઈ ગયો પરિણામે મહિલા બાઈકના ચક્કરમાં આવી ગયું હતું. એટલું જ ઓછું હોય તેમ આ ઘટનાએ દર્દનાક સ્વરૂપ તો ત્યારે લીધું જ્યારે આ વૃદ્ધાનું માથુ જ ધડથી અલગ થઈને દૂર જઈ પડયું. રૂંવાટા ઉભા કરી નાંખે એવી આ દુર્ઘટના પંજાબનાં ફીરોદકોટ જીલ્લામાં બની છે.

image source

સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, મુક્તસર રોડ પર રહેતાં નીરજ શર્મા અને વિજય સામાન્ય દિવસોની જેમ જ પોતાની બાઈક પર સવાર થઈ કામકાજ માટે મુક્તસર માટે જઈ રહ્યા હતા. લોકડાઉન છતાં હજુ વાહનો પૂર્ણપણે શરુ ન થયા હોવાને કરને બસ ન મળતા પડોશમાં રહેતી સુખપાલ કૌર મુક્તસર પુત્રીને મળવા માટે આ બે યુવક સાથે બાઈક પર સવાર થઈ હતી. હજી તો આ લોકો માંડ વાડા દરાકા ગામ પાસે જ પહોંચ્યા હશે ત્યાં જ, સુખપાલ કૌરનો દુપટ્ટો બાઈકની ચેનમાં આવી ગયો હતો. પરિણામે તેની ગરદન ધડથી અલગ થઈ હતી અને તે જમીન પર પડી ગઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

image source

આ મામલામાં નીરજ શર્મા અને વિજય કુમારે જણાવ્યુ હતું કે, વૃદ્ધ મહિલા બાઈકમાં તેમની પાછળ જ બેઠી હતી અને અચાનક જ બાઈકની ચેનમાં તેમનો દુપટ્ટો ભરાવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી. આ વૃદ્ધ મહિલા મુક્તસરમાં રહેતી પોતાની પુત્રીને મળવા માટે જતી હતી, પણ વાહન ન મળતા તે અમારી બાઈકમાં પાછળ બેસી ગઈ હતી. અમે લોકો નીકળ્યા હતા આ દરમિયાન રસ્તામાં જ આ દુર્ઘટના ઘટી હતી.

image source

આ મામલાના તપાસ કરતા સ્થાનિક અધિકારી એએસઆઈ હાકમસિંહે જણાવ્યુ હતું કે, મૃતક મહિલાને લોકડાઉનને કારણે બસ મળતી ન હતી આ કારણે તે એમના પડોશીની મોટરસાઈકલ પર લિફ્ટ લઈને મુક્તસર જઈ રહી હતી. આ દરમિયાન ગળામાં દુપટ્ટો ફસાવાના કારણે તેનું મોત થયુ હતુ. આ ઘટના બાદ મૃતકનાં પુત્ર જસવીર સિંહના નિવેદન પર CRPCની કલમ 174 હેઠળ આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version