શું તમે પણ બાઇક ચલાવતી વખતે રોડ ઉપર મારો છો હોંશિયારી? તો વાંચી લો આ ભાઇને કેટલા રૂપિયાનો ભરવો પડ્યો દંડ

હવે દરેક શહેરમાં ચોકે-ચોકે સીસીટીવ કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને જેને કારણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર લોકો એ કેમેરામાં કેદ થઈ જાય છે અને છેલ્લે એમના ઘરે સીધો ઇ-મેમો પંહોચી જાય. આ ડરે દરેક લોકો હવે ધીરે ધીરે ટ્રાફિકના નિયમનું પાલન કરતાં થયા છે.

પણ ઘણા લોકોને આવા નિયમોની જરા પણ ચિંતા નથી અને તેઓ બસ પોતાની મસ્તીમાં જ ટ્રાફિક નિયમોનું ઉલંઘ્ન કરતાં જાય છે. બેંગલોરમાં એક બુલેટચાલકને ટ્રાફિક પોલીસે 57,200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

image source

બેંગલોરમાં રહેતા રાજેશ કુમારનામના વ્યક્તિને ત્યના ટ્રાફિક પોલીસે ત્રણ અઠવાડીયા આપ્યા છે આ દંડની ફી ચૂકવવા માટે. આ વ્યક્તિએ એ ફક્ત એક વખત નહીં પણ કુલ 101 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કર્યું છે.

image source

ટ્રાફિક પોલીસે રાજેશની બૂલેટ જપ્ત કરી લીધી છે અને તેમને 12 સપ્ટેમ્બર 2019થી 26 ઓગસ્ટ 2020 દરમિયાન તેમના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા મેમોની રકમ ભરવા માટે નોટિસ આપી છે. જો રાજેશ આ દંડ નહીં ચૂકવે તો અંતે આ કેસ કોર્ટમાં પણ જઈ શકે છે.

image source

રાજેશ સામે હેલમેટ ન પહેરવા માટેના કુલ 41 મેમો બહાર નીકળી ચૂક્યા હતા. રાજેશ સામે 2019થી 94 કેસ પેન્ડિંગ હતા અને તેણે એક પણ મેમોનો દંડ ભર્યો ન હતો. રાજેશે 2019ની મધ્યમાં બાઈક ખરીદી હતી.

image source

જો રાજેશ આ દંડ ચૂકવશે તો અત્યાર સુધીમાં સૌથી વધુ દંડ ચૂકવવાવાળો વ્યક્તિ બનશે એ પહેલા 15 ડિસેમ્બર 2019ના રોજ ટ્રાફિકનિયમોનો કુલ 75 વખત ભંગ કરનાર એક વ્યક્તિ પાસે 15,400 દંડ વસૂલવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત