એવી તે શું ખાસ વાત છે આ બિરયાનીમાં કે જેની એક પ્લેટની કિંમત છે 20 હજાર રૂપિયા

વિશ્વમાં બિરયાની ખાવાના શોખીનોની કોઈ કમી નથી ખાસ કરીને કોઈ પણ પાર્ટી બિરયાની વિના અધુરી રહે છે. જેમ બિરયાની ખાવામાં લોકોને ચટાકેદાર લાગે છે તેમ વિશ્વમાં તેની વેરાયટી પણ અગણીત છે. આજે અમે તમને વિશ્વની સૌથી મોંઘી બિરયાની વિશે જણાવવાના છીએ. દુબઇની એક રેસ્ટોરન્ટે વિશ્વની સૌથી મોંઘી બિરયાની રજૂ કરી છે.

image source

ખાસ વાત એ છે કે ત્યાં જમવા માટે ભીડ લાગેલી રહે છે. 23 કેરેટ સોનાવાળી આ બિરયાની એક પ્લેટ 20 હજાર રૂપિયા રાખવામાં આવી છે. Bombay Borough એક વૈભવી રેસ્ટોરન્ટ છે જ્યા વિશ્વની સૌથી મોંઘી બિરયાની પિરસવામાં આવે છે. રોયલ ગોલ્ડ બિરયાની તરીકે ઓળખાતી સોનાની બિરયાનીની કિંમત પ્લેટ દીઠ આશરે 20 હજાર રૂપિયા છે.

આ બિરયાનીને છ લોકો શેર કરી શકે છે

image source

તેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને આ ગોલ્ડ રોયલ બિરયાની વિશે ખાવાના શોખીનોમાં ઘણી ચર્ચા જગાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિરયાનીમાં એટલી કોન્ટેટી આવે છે તે એક સાથે છ લોકો આ બિરયાની ખાઈ શકે છે, તેને 23 કેરેટ સોનાથી સજાવવામાં આવે છે, રેસ્ટોરન્ટમાં બિરયાની ઉપરાંત અનેક પ્રકારની મુગલાઈ ખાદ્ય ચીજો પણ ગ્રાહકોને પીરસવામાં આવે છે.

આટલી મોંઘી કેમ છે?

image source

બિરયાનીની આ પ્લેટમાં 3 કિલો ભાત અને મીટની સાથે કરી અને મટન ચોપ, મીટબોલ, ગ્રિલ્ડ ચિકન અને અનેક પ્રકારના કબાબ મેળવવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટમાં ત્રણ પ્રકારના ભાત હોય છે. તેમાં ‘સિમ્પલ ચિકન બિરયાની ચાવલ’, બીજી ‘કીમા ચાવલ’ જ્યારે ત્રીજી ડીશ ‘સફેદ અને કેસર ચાવલ’ હોય છે. આ પ્લેટમાં કારમેલાઇઝ્ડ શાકભાજી અને બીજા વ્યંજન પણ હોય છે અને તેને તમે પોતાની ભૂખના આધાર પર સમગ્ર પરિવારને કે તેનાથી પણ વધુ લોકોને ખવડાવી શકો છો. નોંધનીય છે કે આ ડીશને ગોલ્ડ પ્લેટેડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ડિશને પીરસતા પહેલા 23 કેરેટના સોનાના પત્તીમાં લપેટવામાં આવે છે.

ઓર્ડર આપ્યાના 45 મિનિટમાં ‘બિરયાની’ પીરસવામાં આવશે

image source

આ મોંઘી બિરયાનીમાં કાશ્મીરી મટન કબાબ, ઓલ્ડ દિલ્હી મટન ચોપ્સ, રાજપૂત ચિકન કબાબ, મુગલાઈ કોફ્તે અને મલાઈ ચિકન જેવી ચીજો આપવામાં આવે છે, અને તેને એક મોટી ગોલ્ડન પ્લેટમાં પીરસવામાં આવે છે, જેમાં ચટણી, કરી અને રાયતા પણ શામેલ છે. એવું કહેવામાં આવે છે કે આ બિરયાની મંગાવ્યાના 45 મિનિટની અંદર આ બિરયાની તમને ટેબલ પર પીરસવામાં આવશે, ધ્યાન રાખો કે બિરયાની દ્રષ્ટિએ દુબઇ સૌથી અલગ છે અને અહીં ઘણાં વિવિધ પ્રકારના બિરયાની બનાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!