બિરલા પરિવારને USની રેસ્ટોરન્ટમાં થયો કડવો અનુભન, ધક્કો મારીને બહાર કાઢ્યા અને સ્ત્રી સાથે કર્યું આવું ગેરવર્તન

અમેરિકામાં થનારી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ વખતે બન્ને મુદ્દા સૌથી વધારે છવાયેલા છે. પહેલો જોર્જ ફ્લૉયડની મૃત્યુ બાદ બ્લેક લાઇવ્સ મેટર આંદોલન અને બીજું જાતિવાદ. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનની વચ્ચે થયેલી છેલ્લી ચર્ચામાં તેની પર ખૂબ ચર્ચા થઇ. પરંતુ અમેરિકાની વાસ્તવિકતા જુદી જ લાગે છે, કારણકે બિઝનેસ ટાયકૂમ કુમાર મંગલમ બિરલાની દીકરી અને ગાયિકા અનન્યા બિરલાએ આરોપ લગાવ્યો છે કે વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટમાં તેમને અને તેમના પરિવારને બહાર નીકાળી દીધા. ઉલ્લેખનીય છે કે, આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ પોતાના પરિવાર સાથે અમેરિકામાં વંશીય ભેદભાવ થયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

image source

અનન્યા બિરલાએ કહ્યું કે તેના પરિવારના સભ્યોને લોસ એન્જિલિસના એક રેસ્ટોરેન્ટમાંથી બહાર કાઢી નાંખ્યા હતા. અનન્યા બિરલાએ શનિવારે ટ્વિટર પર લખ્યું હતું કે વોશિંગ્ટનની સ્કોપા રેસ્ટોરન્ટના કર્મચારીઓ ‘જાતિવાદી’ હતા.

તેણે આ ઘટનાને દુખદ ગણાવતાં કહ્યું કે રેસ્ટોરન્ટમાં તેને તેના ગ્રાહકો સાથે યોગ્ય વર્તન કરવાની જરૂર છે. તેમણે લખ્યું, ‘મને અને મારા પરિવારને સ્કોપા રેસ્ટોરન્ટમાંથી તેમના પરિસરમાંથી બહાર કરી દીધા. ખૂબ જાતિવાદ! બહુ દુ:ખની વાત. તમને વાસ્તવમાં તમારા ગ્રાહકોની સાથે યોગ્ય વ્યવહાર કરવાની જરૂરિયાત છે. બહુ જાતિવાદ છે. આ યોગ્ય નથી.

આગળ વાત કરતાં અનન્યા બિરલાએ લખ્યું છે કે જોશુઆ સિલ્વરમેન નામના કર્મચારી તેની સાથે ‘અત્યંત અસભ્ય’ વર્તન કર્યું છે. તેની અંદર ‘જાતિવાદી’ હતો. તેમણે રાત્રિભોજન માટે ત્રણ કલાક રાહ જોઇ હતી. તો વળી બીજી તરફ અનન્યા બિરલા સાથે આ ઘટના પર સેલેબ્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

image source

ગુસ્સો વ્યક્ત કરતાં કરણવીર બોહરાએ લખ્યું કે શરમજનક વાત છે કે તમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અનન્યા બિરલા માત્ર ગાયિકા જ નહીં પરંતુ બિઝનેસ જગતમાં પણ પોતાનું નામ કમાવી રહી છે. તે લક્ઝરી પ્રોડક્ટ ઇ-કોમર્સ કંપની ક્યૂરોકાર્ટના સ્થાપક અને સીઇઓ પણ છે. અનન્યા બિરલાનું પહેલું ગીત લિવિન ધ લાઇફ 2016 માં બહાર આવ્યું હતું. આ ગીત પછી, તેમને યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા દ્વારા સિંગર તરીકે સાઇન કરવામાં આવી હતી. અનન્યાના પરર્ફોમમ્સને લેક્મે ફેશન વીક 2017 માં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

image source

અનન્યા બિરલાએ તાજેતરમાં એક ટ્વીટ કરી પોતાના પરિવાર સાથે બનેલ એક ઘટના શેર કરી છે. તેણે લખ્યું કે તે તેની માતા નીરજા અને ભાઈ આર્યમન સાથે એક Scopa રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગઈ હતી. પરંતુ ત્યાંના કર્મચારીએ તેમની સાથે વંશીય ભેદભાવ કર્યો અને એક પ્રકારે રેસ્ટોરન્ટમાંથી બહાર કર્યા હતા. તેણે લખ્યું કે ત્રણ કલાક સુધી રેસ્ટોરેન્ટમાં ડિનર માટે રાહ જોયા પછી પણ જોશુઆ સિલ્વરમેન નાના એક કર્મચારીએ તેની માતા સાથે ગેરવર્તન કર્યું. જેણે ‘વંશીય ભેદભાવ’ કહી શકાય છે.

અનન્યાની માતા નીરજાએ પણ આ અંગે ટ્વીટ કરી આ ઘટનાને ઘણી સ્તબ્ધ કરનારી ગણાવી. જ્યારે ભાઈ આર્યમન બિરલાએ પણ આ અંગે ટ્વીટ કરી કહ્યું કે આ વાસ્તવમાં વંશીય ભેદભાવ હતો. આ એક અવિશ્વસનીય ઘટના છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર દેશની જાણીતી હસ્તીઓ દ્વારા અનન્યા સાથે થયેલ વ્યવહારની ટીકા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત