પોતાના વજનને લઇને અર્જુનને કપૂરને ફિલ્મમાં આવતા પહેલા કરવુ પડ્યુ હતુ સખત હાર્ડ વર્ક, જાણો અર્જુનની આ અજાણી વાતો તમે પણ

ફિલ્મોમાં આવતા પહેલા ૧૪૦ કિલો વજન ધરાવતા અર્જુન કપૂર, પછી ફિલ્મોમાં આવવા એમણે કર્યું હાર્ડ વર્ક

image source

બોલીવુડ એ રંગીન નગરી છે, જ્યાં જેવું દેખાય છે એવું હોતું નથી અને હોય છે એવું દેખાતું નથી. જો વાત કરીએ અર્જુન કપૂરની તો ફિલ્મોમાં આવતા પહેલા ૧૪૦ કિલોના હતા, પણ હવે એ બોલીવુડના ચાર્મિંગ બોય બની ચુક્યા છે. જો કે કપૂર પરિવારના આ ચાર્મિંગ અને હેન્ડસમ બોય અર્જુન કપૂર આજે પોતાનો ૩૫ મો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. અર્જુન કપૂરનો જન્મ ૨૬ જુન ૧૯૮૫ના દિવસે બોની કપૂર અને મોના કપૂરના ઘરે થયો હતો.

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર બોલીવુડમાં પોતાની ફિલ્મો કરતા વધારે અફેરને લઈને ચર્ચાઓમાં રહે છે. જો કે ફિલ્મ સાથે જોડાયેલા પરિવારમાં જન્મ લેવાના કારણે ફિલ્મ જગત એ એમના માટે કોઈ નવી લાઈન નથી. કારણ કે બાળપણથી જ ફિલ્મના સેટ અને શુટિંગ એ એમના માટે કાઈ નવું નથી.

image source

કારકીર્દીની શરૂઆત ‘ઇશ્ક્ઝાદે’ ફિલ્મથી કરી

આપને જણાવી દઈએ કે અર્જુન કપૂરે એમના કરિયરની શરૂઆત સહાયક નિર્દેશક તરીકે ફિલ્મ ‘કલ હો નાં હો’ દ્વારા કરી હતી. જો કે ત્યારપછી એમણે ‘સલામ-એ-ઈશ્ક’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ ફિલ ‘નો એન્ટ્રી’ અને ‘વોન્ટેડ’માં તેઓ સહયોગી નિર્દેશક તરીકે કામ કરી ચુક્યા છે. બોલીવુડમાં એમની સતત હાજરી હોવા છતાં અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત એમણે ‘ઇશ્ક્ઝાદે’ ફિલ્મથી શરુ કરી હતી. ઘણા ઓછા સમયમાં એમને વધારે સફળતા મળી છે, કારણ કે માત્ર છ વર્ષમાં જ એમણે ઈશ્કજાદે, 2 સ્ટેટ્સ, હાફ ગર્લફ્રેન્ડ અને મુબારકા જેવી હિટ ફિલ્મો આપી છે.

અભિનેતા બનવા ક્યારેય વિચાર્યું ન હતું

image source

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂરનું વજન ૧૪૦ કિલો જેટલું હતું. કદાચ અર્જુને તો કદી વિચાર્યું પણ ન હતું કે તેઓ પોતે પણ ફિલ્મોમાં હીરો બની શકશે. એમણે આપેલા એક ઈન્ટરવ્યુંમાં પોતે જ કહ્યું હતું કે એમનું સપનું ક્યારેય અભિનેતા બનવાનું તો હતું જ નહિ. એ પોતાના જીવનમાં એટલા મસ્ત હતા કે એમણે અભિનેતા બનવા અંગે ક્યારેય પણ વિચાર્યું ન હતું એટલે એમણે વજન અંગે પણ ક્યારેય ધ્યાન નોહતું આપ્યું. પણ સલમાન ખાનની બહેન અર્પિતા સાથે થયેલા બ્રેક્પ પછી એમના માટે બધું જ બદલાઈ ગયું હતું.

ફિટનેસમાં સલામન ખાનની અહમ ભૂમિકા

image source

સલમાન ખાન સાથે આજે ભલે અર્જુન કપૂરનો સબંધ ખાટો થઇ ગયો હોય, પણ એમને હીરો બનાવવામાં સલમાન ખાનની અહમ ભૂમિકા રહી છે. આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યું દરમિયાન અર્જુન કપૂરે પોતે જ કર્યો હતો. અર્જુનની ફીટનેશ વધારવામાં સલામન ખાને ઘણી મહેનત કરી હતી. આ વાતની શરૂઆત ફિલ્મ સલામ-એ-ઈશ્કના સેટ પર થઇ જ્યારે સલમાને અર્જુન કપૂરને ફીટ રહેવાની વાત કરી હતી અને પછી વોન્ટેડ ફિલ્મની શુટિંગ દરમિયાન પૂરી ટ્રેનીંગ પણ એમણે આપી હતી.

મલાઈકા અરોરા સાથે લગ્ન કરી શકે છે

image source

એક પ્રકારે એમ પણ કહી શકાય કે અર્જુન કપૂર એ ફિલ્મો કરતા વધારે એમના અફેરને કારણે ચર્ચામાં રહે છે. જો કે શરૂઆતમાં તેઓ સલમાન ખાનની બહેન અર્પિતા સાથે રિલેશનમાં રહ્યા હતા. પણ હવે તે બંને સાથે નથી, હાલમાં તેઓ મલાઈકા અરોરા સાથે ડેટિંગ કરી રહ્યા છે. ઘણો સમય એકબીજાને ડેટ કર્યા પછી હવે અર્જુન અને મલાઈકાએ પોતાના સબંધો ઓફીશીયલ કરી દીધા છે, બંને જલ્દી જ લગ્ન પણ કરી શકે છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત