નેહા કક્કડની બર્થ ડે કેક છે સુપર સ્પેશિયલ, જોઇ લો તસવીરોમાં કેક પર શું લખ્યુ છે ‘નેહા’નુ નામ

લોકડાઉન દરમિયાન પણ નેહા કક્કડના બર્થડેની ઉજવણી રહી ખાસ – જુઓ તસ્વીરો

image source

6જૂનના રોજ જાણીતી બોલીવૂડ સિંગર નેહા કક્કડે પોતાનો 32મો જન્મે દિવસ સેલિબ્રેટ કર્યો. સોશિયલ મિડિયા પર સેલેબ્સ ઉપરાંત તેણીના ફેન્સે પણ તેણીને બર્થડેની ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવી હતી. અને નેહાનો જન્મ દિવસ એટલા માટે ખાસ બની ગયો કારણ કે લોકડાઉન હોવા છતાં પણ તેણીને ઢગલા બંધ કેક્સ મળી છે અને ઢગલાબંધ ભેટો પણ મળી છે.

નેહા કક્કડે પોતાના બર્થડે ગિફ્ટ્સની કેટલીક તસ્વીરો સોશયિલ મિડિયા પર પણ શેર કરી છે. તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે નેહાને ગિફ્ટમાં કેક, ઘઢિયાળ અને ઘણા બધા બૂકે મળ્યા છે.

image source

નેહાએ તસ્વીરો શેર કરતા પોતાની પોસ્ટમા પોતાના ફેન્સનો ખૂબ આભાર માન્યો છે. તેણી એ લખ્યું છે –

#LateBirthdayPost. બધાને મારો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને મારા #NeHeartsને

image source

તસ્વીરમાં નેહાની સામે ટેબલ પર કેટલાએ પ્રકારની ફ્લેવર વાળી કેક્સ પડી છે. સાથે સાથે ઢગલાબંધ ગિફ્ટ્સ તેમજ બુકે અને કુકીઝ પણ છે. પોતાને મળેલી ભેટોની આ તસ્વીરો શેર કરીને નેહા કક્કડ ખૂબ ખુશ અને એક્સાઇટેડ દેખાઈ રહી છે. નેહાને તેના જન્મ દિવસ પર ભેટમાં એક રીસ્ટ વોચ પણ મળી છે. અને તેણીએ તેને હાથમાં પહેરીને એક ફોટો પણ લીધો છે અને તેને શેર પણ કર્યો છે. તેમજ તેણીને તેના નામના અક્ષરો લખેલી કેક્સ પણ તમે આ તસ્વીરોમાં જોઈ શકો છો.

image source

પોતાના જન્મદિવસના અવસર પર નેહા કક્કડે પોતાના ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી અને પોતાના દિવસને ખાસ બનાવ્યો હતો. નેહાએ ઇન્સ્ટા લાઇવ પર પોતાના ફેન્સ સાથે વાતચીત કરી હતી. વિડિયો ચેટ દ્વારા કેટલાએ ફેન્સ નેહા સાથે જોડાઈ ગયા હતા. નેહા આજે બોલીવૂડની સિંગિંગ સેન્સેશન છે પણ તેણીને મુકામ પર પહોંચવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણી નાનપણથી જ ગાવાની શોખીન છે અને પોતાના માતાપિતા સાથે તે બાળપણથી જ જાગરણ વિગેરેમાં ગાતી હતી. નેહા અને તેના પરિવારે ખૂબ સંઘર્ષ કર્યો છે.

માતાપિતા નેહાનો જન્મ નોહતા ઇચ્છતા

image source

પોતાના જન્મ દિવસના એક દિવસ પહેલાં જ નેહાએ ખુલાસો કર્યો હતો કે તેના માતા-પિતા નોહતા ઇચ્છતા કે નેહાનો જન્મ થાય. તેનું કારણ તેમની ગરીબી હતી. તે સમયે તેઓ ભારે ગરીબીનો સામનો કરી રહ્યા હતા અને માટે જ તેની માતા ગર્ભપાત કરાવવા માગતી હતી. પણ ગર્ભપાત માટે મોડું થતાં તેવું ન થઈ શક્યું. અને નેહા આ દુનિયામાં આવી. આમ પણ કહેવાય છે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. નેહાના પરિવાર સાથે પણ તેવું જ થયું. આજે તેઓ આર્થિક રીતે સદ્ધર છે અને નેહા એક સફળ ગાયિકા છે. જે શોમાં તેણી સ્પર્ધક તરીકે આવી હતી એટલે કે ઇન્ડિયન આઇડલમાં તે જ શોની આજે તેણી જજ છે. આથી મોટી સિદ્ધિ બીજી શું હોઈ શકે !

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત