ટોપલેસ થવાથી લઈ ડ્રગ્સની તસ્કરી સુધીની આવી ઘટનાઓથી ઘેરાયેલી રહી મમતા કુલકર્ણી

બોલિવૂડમાં કેટલાક કલાકારોને વર્ષો વીતિ જાય તો પણ નામના મળતી નથી અને કેટલાક એક ફિલ્મથી પણ તરખાટ મચાવી દે છે. અહીં એવા પણ કલાકારો છે જેઓ સુપરહીટ સાબિત થયા પરંતુ તેમને મળેલા સ્ટારડમને જાળવી શક્યા નહીં. આવી જ એક અદાકારા છે મમતા કુલકર્ણી

image source

20 એપ્રિલ 1972ના રોજ જન્મેલી મમતા કુલકર્ણીએ 90ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પોતાની બોલ્ડનેસથી તે છવાઈ ગઈ. 1992માં રિલીઝ થયેલી ફિલ્મ તિરંગાથી તેણે ફિલ્મી કરીયરની શરુઆત કરી અને 1993માં તેની પહેલી હીટ ફિલ્મ આશિક આવારા સાબિત થઈ. આ જ વર્ષમાં મમતાએ ટોપલેસ ફોટોશૂટ કરાવી અને ધમાલ મચાવી દીધી હતી.

સ્ટારડસ્ટ મેગેઝીનના કવર પેજ માટે નવા ચહેરાની તલાશ ચાલી રહી હતી. બોલિવૂડની અનેક હિરોઈનોએ તે શૂટ કરવાની ના કહી દીધી હતી. તે સમયે મમતા કુલકર્ણી એટલી પ્રખ્યાત ન હતી તેથી તે પણ તુરંત તૈયાર થઈ ગઈ, જો કે જ્યારે તેને ખબર પડી કે તેણે ફોટોશૂટ માટે તેણે ટોપલેસ થવું પડશે તો તે પણ ગભરાઈ ગઈ હતી.

મમતા માની તો ગઈ પણ તેણે શરત રાખી કે જો તેને ફોટોશૂટ ગમશે તો જ છપાશે. મમતાએ ટોપલેસ થઈ એકથી ચડે એક એવા પોઝ આપ્યા. મમતાને પણ આ શૂટ પસંદ પડ્યું અને તે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી તરીકે રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ.

image source

ત્યારબાદ ઘણા નિર્દેશકોએ મમતા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને મમતાના જીવનનો નવો રસ્તો ખુલી ગયો. પરંતુ સ્ટારડમ ભોગવ્યા બાદ અચાનક મમતા કુલકર્ણી જમીન પર પટકાઈ અને વિવાદોમાં ઘેરાવા લાગી.

તેની શરુઆત થઈ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે સંબંધ રાખવાથી. ત્યારબાદ જાણે મમતા અને વિવાદ એકબીજાના સમાનાર્થી થઈ ગયા હોય તેમ તેનું નામ ડ્રગ્સ તસ્કરી કરતાં વિજય ગોસ્વામી સાથે જોડાયું. બંનેએ લગ્ન કર્યા હોવાની ચર્યાઓ પણ હતી. વિક્કી થોડા સમય બાદ જેલ પહોંચી ગયો અને મમતા ભક્તિના માર્ગે ચાલવા લાગી. તેણે ત્યારબાદ પોતાના જીવન પરથી પુસ્તક પણ લખ્યું જેનું નામ છે ઓટોબાયોગ્રાફી ઓફ અન યોગિન.