દુનિયાભરની હસ્તીઓએ સોનાને બદલે બિટકોઈનમાં મોટાપાયે રોકાણ કર્યું શરુ

છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં અને ખાસ કરીને બિટકોઈનમાં થતા રોકાણમાં વધારો થઈ રહ્યો છે. રોકાણકારો માટે બિટકોઈન હોટ ફેવરિટ બની ગયા છે. હવે તો વૈશ્વિરસ્તરના જાણીતા લોકો ગોલ્ડને બદલે બિટકોઈનને રોકાણ કરવા માટે પસંદ કરી રહ્યા છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પણ હવે બિટકોઈનમાં રોકાણ કરતી થઈ છે. તાજેતરમાં જ અમેરિકન ઈન્વેસ્ટમેંટ કંપની જેફરીઝના ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે 5 ટકા રકમને બિટકોઈનમાં રોકી છે. ખાસ વાત એ છે કે તેણે આ રકમ ગોલ્ડ ફંડમાંથી કાઢી અને બિટકોઈનમાં રોકી છે.

image soucre

ક્રિસ્ટોફર વુડે ડિસેમ્બર 2020માં બિટકોઈનમાં ફંડને 5 ટકા એલોકેશન કર્યું હતું. તેવામાં તેણે કહ્યું હતું કે ગોલ્ડમાંથી તેનો વિશ્વાસ ઉઠ્યો નથી પરંતુ તે વાતથી પણ ઈન્કાર ન કરી શકાય કે બિટકોઈન આજના સમયનું ગોલ્ડ જ છે. આ એક સ્ટોર ફોર વેલ્યૂ જેવું છે. વુડે એમ પણ કહ્યું કે પેંશન ફંડના પૈસા ઈથીરિયમમાં રોકાણ નહીં કરે.

તેણે કહ્યું હતું કે અમેરિકામાં બિટકોઈન ઈટીએફ શરુ થઈ ગયું છે જ્યારે દુનિયાભરમાં ક્રિપ્ટોકરંસીની સ્વીકાર્યતા ઝડપથી વધી રહી છે આ વર્ષે સોનાએ રોકાણકારોને નિરાશ કર્યા છે જ્યારે બિટકોઈને રોકાણકારોને માલામાલ કર્યા છે.

image soucre

ક્રિપ્ટોકરેંસીએ છેલ્લા કેટલાક સમયમાં મલ્ટીગેર રિટર્ન આપ્યું છે. જેના કારણે રોકાણકારોનો રસ તેમાં વધ્યો છે. આપણા દેશમાં પણ ક્રિપ્ટોના રોકાણકારોની સંખ્યા 1.5 કરોડથી વધારે છે. આ રોકાણકારોનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર એટલે કે 75 હજાર કરોડ રૂપિયાને પાર થયું છે. આ મામલે વઝીર એક્સના નિશ્ચલ શેટ્ટીનું કહેવું છે કે બિટકોઈન, ઈથીરિયમ જેવી ક્રિપ્ટોકરેંસી આજના સમયનું ગોલ્ડ છે.

ક્રિપ્ટોમાં રોકાણની સૌથી ખાસ વાત એ છે કે તે તમારા ડિજિટલ વોલેટમાં સ્ટોર હોય છે. ગોલ્ડની જેમ તેને સુરક્ષિત રાખવાની કે બેંકમાં રાખવાની જરૂર પડતી નથી. તેની ટ્રેડિંગ 24 કલાક થાય છે. તેવામાં તમે જ્યારે ખરીદવા ઈચ્છો કે વેંચવા ઈચ્છો તે થઈ શકે છે. તેની સરખામણીમાં ગોલ્ડની ખરીદી અને વેંચાણ મુશ્કેલ હોય છે. મુખ્ય કારણ પણ આ જ છે કે ગોલ્ડની સરખામણીમાં ક્રિપ્ટોમાં રોકાણ કરવું સરળ છે અને વળતર પણ સારું આવે છે.

image soucre

જો કે નિષ્ણાંતો જણાવે છે કે રોકાણકારે પોર્ટફોલિયોમાં ગોલ્ડ અને ક્રિપ્ટોકરેંસી બંનેને સાથે રાખવા જોઈએ. રોકાણ માટે કોઈ એકને પસંદ કરવા અને તેના પર જ આધાર રાખવો યોગ્ય નથી. જો કે એ વાતથી પણ ઈન્કાર કરી શકાય નહીં કે ક્રિપ્ટોકરેંસી લોંગ ટર્મ રોકાણ માટે ચતુરાઈ ભરેલો નિર્ણય છે. તેમાં રોકાણ કરવું એટલા માટે લાભકારી છે કે તે મોંઘવારીથી પ્રભાવિત નથી.