દેશમાં બ્લેક ફંગસનો કહેર, વડિલો બાદ હવે બાળકોને બનાવી રહ્યો છે શિકાર

ભારતમાં કોવિડ-19 ચેપ પછી મ્યુકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ ચિંતાનું એક નવું કારણ બની ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 7,250 લોકોને ચેપ લાગ્યો છે. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, કોવિડ -19 પછી ગંભીર સમસ્યાઓ બાદ ચેપ થાય છે. જેના કારણે દેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 219 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બ્લેક ફંગસ ઇન્ફેક્શન (મ્યુકોરમાઈકોસિસ) ને એપીડેમિક ડિસીઝ એક્ટ, 1897 હેઠળ સૂચિત રોગ બનાવીને તમામ કેસોની જાણ કરવા જણાવ્યું છે. આ દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરની ત્રણ મોટી સરકારી હોસ્પિટલો – લોક નાયક (એલએનજેપી), જીટીબી અને રાજીવ ગાંધી હોસ્પિટલને બ્લેક ફંગસના કેસો માટે સમર્પિત કેન્દ્રો બનાવવા જણાવ્યું છે.

image source

ક્યાં રાજ્યમાં બ્લેક ફંગસના કેટલા કેસ

  • મહારાષ્ટ્ર – રાજ્યમાં બ્લેક ફંગસના 1,500 કેસો નોંધાયા હતા અને 90 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
  • ગુજરાત – મ્યુકોર્માઇકોસિસના 1,163 કેસો મળી આવ્યા છે અને 61 લોકોનાં મોત નીપજ્યાં છે.
  • મધ્યપ્રદેશ – રાજ્યમાં 575 કેસ અને 31 મૃત્યુ થયા છે.
  • કર્ણાટક – દક્ષિણ રાજ્યમાં બ્લેક ફંગસના 97 કેસ નોંધાયા છે, સત્તાવાર આંકડા અનુસાર, અહીં હજી સુધી કોઈનું મોત થયું નથી.
  • તેલંગાણા- બ્લેક ફંગસના 90 કેસો અને 10 લોકોનાં મોત અહીં નોંધાયા છે.
  • દિલ્હી – દેશની રાજધાનીમાં બ્લેક ફંગસના 203 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં તેમાં ફક્ત 1 જ મોત નીપજ્યું છે.
  • ઉત્તર પ્રદેશ – રાજ્યમાં બ્લેક ફંગસના 169 કેસ નોંધાયા છે અને તેના પરિણામે 8 લોકો મૃત્યુ પામ્યા છે.
  • બિહાર – અત્યાર સુધીમાં અહીં 103 કેસ અને 2 મૃત્યુ નોંધાયા છે.
  • હરિયાણા – રાજ્યમાં ઓછામાં ઓછા 268 કેસ નોંધાયા છે, બ્લેક ફંગસને કારણે 8 લોકો મૃત્યુ પામ્યા છે.
  • છત્તીસગઢ – આ રાજ્યના 101 લોકોમાં બ્લેક ફંગસ કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં ફક્ત 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
image source

તમને જણાવી દઈએ કે, બ્લેક ફંગસ વાતાવરણમાં જોવા મળે છે. વરસાદની ઋતુમાં બ્લેક ફંગસ ફેલાવાની સંભાવના વધારે છે. આ ફૂગની અસર આંખોના રેટિના પર પડે છે, અને તે પછી મગજ, નર્વસ સિસ્ટમ અને હૃદય સુધી પહોંચે છે અને આવા કિસ્સામાં દર્દીનું મૃત્યુ પણ થાય છે.ડોકટરોના જણાવ્યા મુજબ, મૃત્યુ દર 40%ની નજીક છે.

image source

તો બીજી તરફ અમદાવાદમાં 15 વર્ષના બાળકમાં બ્લેક ફંગસનો કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ગઈ કાલે 15 વર્ષના બાળકમાં બ્લેક ફંગસનો આ પ્રથમ કિસ્સો અમદાવાદમાં નોંધાયો હતો. નોંધનિય છે કે બાળક આ પહેલા કોરોના સંક્રમિત થઈ ચૂક્યો હતો. કોરોના સંકટની વચ્ચે બ્લૅક ફંગસ એક નવી સમસ્યા સ્વરૂપે ઝડપથી ફેલાઈ રહી છે જેને લીધે લોકોની ચિંતામાં વધારો થયો છે. નોંધનિય છે કે મોટી ઉંમરના લોકો બાદ હવે બ્લૅક ફંગસ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. જેને લઈને ચિંતા વધુ ઘેરી બની છે.

image source

તો બીજી તરફ બ્લેક ફંગસને લઈને ડો, ગુલેરિયાએ કહ્યું કે, મ્યુકરમાઈકોસિસના જીવાણુ હવા, માટી અને ભોજનમાં મળી રહ્યા છે. તેનો પ્રભાવ ઓછો હોય છે અને તે સંક્રમણ ફેલાવતા નથી. તેમણે એમ પણ કહ્યું કે, મહામારીની સાથે તેના કેસ ઘટી રહ્યા છે. તેઓએ અગાઉ સ્ટીરોઈડના ઉપયોગને આ બીમારીનું કારણ ગણાવ્યું હતું.

image source

તેમણે કહ્યું કે, સ્ટીરોઈડનો ખોટો ઉપયોગ આ બીમારીના સંક્રમણનું કારણ છે બ્લેક ફંગસની શક્યતા ડાયાબિટિસના પેશન્ટ અને કોરોના પોઝિટિવ પેશન્ટ જે સ્ટીરોઈડ લઈ રહ્યા છે તેમને વધારે રહે છે. જેથી તેમણે હોસ્પિટલોને ચેતવણી પણ આપી હતી કે દર્દીની સારવાર દરમિયાન સ્ટિરોઈડનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!