શું છે બ્રહ્માંડમાં આવેલા બ્લેક હોલનું રહસ્ય? જેના વમળમાં આવી ગયા એટલે પરત ફરવું છે અસંભવ

જો તમને અંતરિક્ષના વિષયમાં સહેજ પણ રસ હશે તો તમે બ્લેક હોલ વિષે તો સાંભળ્યું જ હશે. પણ ઘણા ખરા લોકો એવા પણ છે જે બ્લેક હોલ વિષે નથી જાણતા.

image source

જો તમે પણ બ્લેક હોલ વિષે ન જાણતા હોય તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અસલમાં બ્લેક હોલ એ અંતરિક્ષમાં રહેલી અને શક્તિશાળી ગુરુત્વાકર્ષણ ધરાવતી જગ્યા છે. જ્યાં ફિઝિકલ વિજ્ઞાનના કોઈ નિયમો લાગુ નથી પડતા. વળી તેની અંદરનું દબાણ એટલું શક્તિશાળી હોય છે કે જે કોઈ પદાર્થ તેમાં પ્રવેશી જાય તે બચી શકતો નથી. ત્યાં સુધી કે જો પ્રકાશ પણ બ્લેક હોલના વમળમાં ફસાઈ જાય તે ક્યારેય બહાર નથી આવી શકતો.

image source

તમે જાણીને નવાઈ પામી જશો પરંતુ બ્રહ્માંડમાં અનેક બ્લેક હોલ આવેલા છે જો કે મોટાભાગના બ્લેક હોલ પૃથ્વીથી હજારો પ્રકાશ વર્ષ દૂર છે અને જો તે પૃથ્વીની નજીક હોય તો પૃથ્વીને ક્યારનાય પોતાનો શિકાર બનાવી ચુક્યા હોય તથા પૃથ્વી પર માનવજાત તથા કોઈપણ જીવોનું નામનિશાન ન હોત. હવે સવાલ એ થાય કે આ બ્લેક હોલ બને છે કઈ રીતે ? તો જવાબ એ મુજબ છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર જયારે કોઈ વિશાળ તારો પોતાના અંત તરફ આગળ વધે છે તો એ ધીરે ધીટ એક બ્લેક હોલમાં પરિવર્તન પામે છે અને તે પોતાની આસપાસની બધી ચીજ-વસ્તુઓને પોતાની તરફ ખેંચવા લાગે છે.

image source

હવે ઘડીભર વિચારો કે જો તમે આ બ્લેક હોલના વમળમાં પડી જાવ તો શું થશે ? જો કે આ સૌ કાલ્પનિક વાત છે કારણ કે બ્લેક હોલ સુધી પહોંચવા પહેલા જ અંતરિક્ષમાં આપણા શરીરનું સળગીને રાખમાં પરિવર્તન થઇ જાય અને માની લો કે કદાચ તમે બ્લેક હોલની અંદર પહોંચી પણ ગયા તો ત્યાં અંદર શું થશે ? શું તમે કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી જશો ? શું કોઈ અન્ય બ્રહ્માંડમાં પ્રવેશી જશો ? આ એવા સવાલો છે જેના જવાબ કોઈની પાસે નથી અને બ્લેક હોલની અંદરની વાસ્તવિકતા હજુ સુધી એક રહસ્ય છે.

image source

ગયા વર્ષે જ વૈજ્ઞાનિકોએ M87 આકાશગંગામાં આવેલા એક વિશાળ બ્લેક હોલની તસ્વીર જાહેર કરી હતી. આ બ્લેક હોલની વિશાળતા એટલી બધી હતી કે તેમાં 30 લાખ જેટલી પૃથ્વી સમાય જાય અને વજનમાં આપણા સૂર્ય કરતા 650 કરોડ ગણો વધારે વજનદાર હતો. આ બ્લેક હોલને બ્રહ્માંડનો સૌથી મોટો બ્લેક હોલ ગણવામાં આવ્યો હતો. કહેવાય છે કે બ્રહ્માંડના કરોડો તારાઓનો મળીને જેટલો પ્રકાશ થાય તેના કરતા પણ વધુ ચમકદાર આ બ્લેક હોલ હતો.

image source

વળી, તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ પૃથ્વીના સૌથી નજીકના બ્લેક હોલ વિષે સંશોધન કરતા માલુમ પડ્યું હતું કે બ્રહ્માંડમાં એક સ્થાને બે તારાઓ વચ્ચે બ્લેક હોલ છે જે પૃથ્વીથી લગભગ 1000 પ્રકાશવર્ષના અંતરે આવેલો છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ બ્લેક હોલ આપણા સૂર્યથી ચાર ગણો વધારે મોટો અને વજનમાં પાંચ ગણો વધારે છે. આ બ્લેક હોલની શોધ ચીલી ખાતે આવેલા લા સીલા ઓબ્જર્વેટરી દ્વારા ટેલિસ્કોપની મદદથી કરવામાં આવી હતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત