Site icon News Gujarat

મોટા સમાચાર: બ્લેક ફંગસની સારવાર માટે ડોક્ટરોએ શોધી નવી રીત, હવે 35 હજારની જગ્યાએ થશે માત્ર 350 રુપિયા ખર્ચ

બ્લેક ફંગસની ટ્રીટમેન્ટનો ખર્ચ હવે ૩૫ હજાર રૂપિયાને બદલે ૩૫૦ રૂપિયા જેટલો થઈ શકે છે, ડોક્ટર્સ દ્વારા શોધવામાં આવી નવી રીત.

બ્લેક ફંગસની ટ્રીટમેન્ટને સંબંધિત ડોક્ટર્સ દ્વારા એક નવી પદ્ધતિ શોધવામાં આવી છે.

image source

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરની ઝડપ હવે ઘટી ગઈ છે. તેમ છતાં બ્લેક ફંગસની સમસ્યા જેમની તેમ જ છે. કેટલાક રાજ્યોમાં હજી પણ બ્લેક ફંગસના કેટલાક કેસ નોંધવામાં આવી રહ્યા છે. બ્લેક ફંગસની ટ્રીટમેન્ટમાં થતા એંટી ફંગસ ઇન્ફેકશનના ખર્ચને લઈને લોકો ઘણી મુશ્કેલીનો અનુભવ કરે છે. ત્યારે હવે બ્લેક ફંગસના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર્સ દ્વારા બ્લેક ફંગસની ટ્રીટમેન્ટ કરવા માટે એક નવી પદ્ધતિ શોધવામાં આવી છે જેની મદદથી બ્લેક ફંગસની સારવારનો ખર્ચ બે ગણો ઘટાડો થઈ શકે છે.

૩૫ હજાર રૂપિયાને બદલે માત્ર ૩૫૦ રૂપિયામાં થઈ શકશે સારવાર.

image source

કોરોના વાયરસ સંક્રમણની બીમારીથી સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસની બીમારી સામે લડી રહેલ દર્દીઓની ટ્રીટમેન્ટ કરાવવાનો એક દિવસનો ખર્ચ અંદાજીત ૩૫ હજાર રૂપિયા થાય છે. જે હવે ઘટીને માત્ર ૩૫૦ રૂપિયા થઈ શકે છે. ડોક્ટર દ્વારા બ્લેક ફંગસની ટ્રીટમેન્ટ કરવા માટે જે પદ્ધતિ શોધવામાં આવી છે તેમાં સાવધાની રાખીને દર્દીના બ્લડને ક્રિએટીનીન લેવલ પર નજર રાખવાની હોય છે. ત્યાર બાદ બ્લેક ફંગસની સારવારના ખર્ચમાં ખુબ જ ઘટાડો થઈ જશે.

ટ્રીટમેન્ટનો ખર્ચ ૧૦૦ ગણો ઘટાડો કરી શકાયો છે.

image source

બ્લેક ફંગસની ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનું નામ એમ્ફોટેરેસિન છે. જેની રેમડેસિવિર ઇન્જેક્શનની જેમ એમ્ફોટેરેસિન ઇન્જેક્શનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ ઇન્જેક્શનની કિમત વધારે છે અને સહેલાઈથી ઉપલબ્ધ પણ હોતા નથી. એવામાં આ દવાથી બીજી રીતને અપનાવીને બ્લેક ફંગસની ટ્રીટમેન્ટના ખર્ચને ૧૦૦ ગણો ઘટાડો કરી શકાય છે. એના માટે જરૂરી છે કે, દર બીજા દર્દીનો બ્લેડ ટેસ્ટ કરાવવામાં આવે.

સર્જરીથી જ્યાં ડેડ ટીશ્યુને દુર કરી શકાય.

પુણે શહેરની બી. જે. મેડીકલ કોલેજના ENT હેડ સમીર જોશીનું એવું કહેવું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસથી પીડાઈ રહેલ ૨૦૧ દર્દીઓની ટ્રીટમેન્ટ કરી છે. એમાંથી ૮૫% દર્દીઓ conventional amphotericin અને સર્જરી કર્યા બાદ સ્વસ્થ થઈ ગયા છે. કોરોના વાયરસની અગાઉ આ પદ્ધતિથી બ્લેક ફંગસથી પીડિત ૬૫ માંથી ૬૩ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. એમ્ફોટેરેસિન અને સર્જરી થયા બાદ દર્દીઓ સ્વસ્થ થયા છે. સર્જરીની મદદથી જ્યાં ડેડ ટીશ્યુને દુર કરી શકાય છે.

image source

આ સહેલાઈથી ઉપલબ્ધ નથી થઈ રહ્યા.

ત્યારે ENT સર્જન સંદીપ કર્માકરનું એવું કહેવું છે કે, નહી તો conventional અને નહી તો Liposomal amphotericin પણ સહેલાઈથી ઉપલબ્ધ છે. આ બંને ઇન્જેક્શનનો અભાવ જોવા મળી રહ્યો છે. સહેલાઈથી મળી રહ્યા નથી. ગઈકાલના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એને લઈને મદદ માંગતા જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version