કાળા અંડરઆર્મ્સ દૂર કરવા માટે આ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરો

ઘણીવાર છોકરીઓ ફરિયાદ કરે છે કે અંડરઆર્મ્સ ખુબ જ કાળા થઈ ગયા છે અને તેઓ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા પ્રયાસો કરે છે. અંડરઆર્મ્સ દેખાય ત્યારે તો ખુબ જ ખરાબ લાગે છે, સાથે ઘણી છોકરીઓ માટે સ્લીવ્ઝ વગરના ડ્રેસ પહેરવાનું પણ મુશ્કેલ બને છે.

શા માટે અંડરઆર્મ્સ કાળા થાય છે ?

image source

નિયમિતપણે અંડરઆર્મ્સ પર શેવિંગ કરવાથી ત્યાંની ત્વચા કાળી થઈ જાય છે. માર્કેટમાં મળતા ડીઓ અને પરફ્યુમમાં પણ એવા ઘણા તત્વો હોય છે, જે ત્વચા પર કાળાશનું કારણ બને છે. એકેન્થોસિસ નાઇગ્રિકન્સ જેવા ત્વચા રોગના કારણે પણ અંડરઆર્મ્સ કાળા થઈ શકે છે. આવી સ્થિતિમાં શરીર ઉપર કાળા નિશાનો બને છે. અતિશય પરસેવો થવાના કારણે અંડરઆર્મ્સની ત્વચા પર બેક્ટેરિયા જન્મે છે. આ કારણે ત્વચા કાળી થવા લાગે છે. જો તમે પણ અંડરઆર્મ્સના કાળાશથી પરેશાન છો, તો બેકિંગ સોડા તમારા માટે એકદમ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે બેકિંગ સોડાનો ઉપયોગ અંડરઆર્મ્સમાં ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ.

1. બેકિંગ સોડા પેસ્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો

image source

1 ચમચી બેકિંગ સોડામા 2 ચમચી પાણી મિક્સ કરીને અંડરઆર્મ્સ પર હળવા હાથથી માલિશ કરો. પછી તેને15 મિનિટ માટે રહેવા દો અને પછી તમારા અંડરઆર્મ્સ હળવા પાણીથી ધોઈ લો.

આ પેસ્ટનો ઉપયોગ કેટલીવાર કરવો જોઈએ.

અઠવાડિયામાં ઓછામાં ઓછા 3-4 વાર આ પેસ્ટનો ઉપયોગ કરો.

2. બેકિંગ સોડા અને નાળિયેર તેલ

2
image source

બેકિંગ સોડાના 1 ચમચીમાં 3 ચમચી નાળિયેર તેલ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને આખા અંડરઆર્મ્સ પર લગાવો. પછી તેને થોડીવાર માટે થોડું ઘસો અને 15 મિનિટ સુધી તેને છોડી દો. ત્યારબાદ તેને હળવા નવશેકા પાણીથી ધોઈ લો.

આ પેસ્ટનો ઉપયોગ કેટલીવાર કરવો જોઈએ

આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત જ કરો જેથી તમને સારા પરિણામો મળે.

3. બેકિંગ સોડા અને ગ્લિસરિનનો

3
image source

બેકિંગ સોડા 2 ચમચી સાથે 1 ચમચી ગ્લિસરિન અને 2 ચમચી ગુલાબ જળ ઉમેરો. ત્યારબાદ આ ત્રણેય ચીજો મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ અંડરઆર્મ્સ પર લગાવો અને તેને 15 મિનિટ સુધી સૂકવવા દો. ત્યારબાદ તમારા અંડરઆર્મ્સ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

આ પેસ્ટનો ઉપયોગ કેટલીવાર કરવો જોઈએ

આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર એક જ વાર કરવો જોઈએ.

4. બેકિંગ સોડા, મકાઈનો લોટ અને વિટામિન ઇ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો

4
image source

1 ચમચી મકાઈનો લોટ, 1 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી તેલને સાથે મિક્સ કરો. હવે આ મિશ્રણને સંપૂર્ણ અંડરઆર્મ્સ પર લગાવો.

ત્યારબાદ થોડીવાર અંડરઆર્મ્સ પર ધીરે ધીરે માલિશ કરો અને 15 મિનિટ માટે ત્યાં રહેવા દો. હવે તેને હળવા પાણીથી ધોઈ લો.

આ પેસ્ટનો ઉપયોગ કેટલીવાર કરવો જોઈએ.

આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો અને પરિણામો જુઓ.

5. બેકિંગ સોડા અને દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો

5
image source

2 ચમચી બેકિંગ સોડામાં 2 ચમચી કાચું દૂધ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા અંડરઆર્મ્સ પર લગાવો. પછી તેને 15 મિનિટ માટે છોડી દો.ત્યારબાદ તમારા અંડરઆર્મ્સ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

આ પેસ્ટનો ઉપયોગ કેટલીવાર કરવો જોઈએ.

આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો.

6. બેકિંગ સોડા અને કાકડીનો ઉપયોગ કેવી રીતે કરવો

6
image source

2-3 ચમચી કાકડીના પલ્પને 2 ચમચી બેકિંગ સોડામાં ઉમેરો. આ સામગ્રીને તમારા અંડરઆર્મ્સ પર લગાવો. ત્યારબાદ તેને ઓછામાં ઓછા 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી તમારા અંડરઆર્મ્સ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

આ પેસ્ટનો ઉપયોગ કેટલીવાર કરવો જોઈએ.

image source

તમે આ પેસ્ટ દર અઠવાડિયે તમારા અન્ડરઆર્મ પર લગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત