બ્લેકવુડ છે દુનિયાનુ સૌથી કિંમતી લાકડું, જેની કિંમત છે અધધધ…રૂપિયા

આપણી આસપાસ નજર કરીએ અને અવલોકન કરીએ તો ઘણી બધી એવી ચીજવસ્તુઓ છે જે લાકડામાંથી નિર્મિત થયેલી હોય. બાળકનો જન્મ થાય ત્યારે ઘોડિયું અને માણસ મૃત્યુ પામે ત્યારે તેને પરલોકે પહોંચાડવામાં પણ લાકડાનું મહત્વનું સ્થાન છે.

image source

વળી, દીવાસળી અને કાગળથી માંડીને મોટા મોટા સમુદ્રી જહાજોમાં પણ લાકડાનો ઉપયોગ અનિવાર્ય હોય છે. સાથે સાથે લાકડાના અનેક પ્રકારો હોય છે. અમુક લાકડાની કિંમત તો એટલી ઊંચી હોય છે કે તેને ખરીદવું સામાન્ય માણસનું કામ જ નથી.

આપણે ત્યાં સામાન્ય રીતે ચંદનનું લાકડું કિંમતી અને ભારે માનવામાં આવે છે જેની કિંમત લગભગ પાંચથી છ હજાર પ્રતિ કિલો આસપાસ હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં ચંદનથી પણ વધુ કિંમતી લાકડું ઉત્પાદન થાય છે અને તેની કિંમત ચંદનના લાકડા કરતા પણ ક્યાંય વધારે છે. તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે એ કિંમતી લાકડા વિષે જાણીએ.

image source

આ લાકડાનું નામ છે આફ્રિકી બ્લેકવુડ. આ જાતના લાકડાને દુનિયા પર ઉપલબ્ધ લાકડાની અન્ય બધી જાતો કરતા સૌથી ઊંચું અને કિંમતી માનવામાં આવે છે. એક કિલોગ્રામ આફ્રિકી બ્લેકવુડ જાતના લાકડાનો ભાવ આઠ હજાર પાઉન્ડ એટલે કે લગભગ સાત લાખ રૂપિયાથી પણ વધુ છે. આ કિંમતમાં તો એક સારી અને લકઝરી કહી શકાય તેવી કાર પણ ખરીદી શકાય.

image source

આફ્રિકી બ્લેકવુડના ઝાડ અન્ય ઝાડની સરખામણીએ ઘણા ઓછા અને દુર્લભ છે. આ ઝાડની ઊંચાઈ લગભગ 25 થી 40 ફૂટ સુધીની થાય છે. આફ્રિકી બ્લેકવુડ નામ જાણીને આમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મુખ્યત્વે આ ઝાડ કયા દેશમાં થાય છે. ખાસ કરીને મધ્ય આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા સહીત અન્ય 26 દેશોમાં પણ ઓછા વત્તા અંશે તેનો ઉછેર થાય છે વળી, સૂકા પ્રદેશોમાં તેની સંખ્યા વધુ જોવા મળે છે.

આમ તો આ જાતના ઝાડ સંપૂર્ણ રીતે વિકાસ પામતા લગભગ 60 વર્ષ જેટલો સમય લે છે પરંતુ કેન્યા અને તાન્ઝાનિયા જેવા દેશોમાં આ જાતના લાકડાની ગેરકાયદેસર હેરફેર અને તસ્કરીને કારણે આફ્રિકી બ્લેકવુડ જાતના ઝાડને સમય કરતા પહેલા જ કાપી લેવામાં આવે છે. તસ્કરીને કારણે બ્લેકવુડ જાતના ઝાડ અને લાકડાના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેને કારણે જ બ્લેકવુડ લાકડા દુર્લભ થઇ ગયા છે.

image source

બ્લેકવુડ જાતના લાકડાનો ઉપયોગ વધુ પડતા સંગીતના સાધનો બનાવવામાં થાય છે. ખાસ કરીને શહેનાઇ, વાંસળી, અને ગિટાર જેવા સાધનો તેમાંથી જ બને છે. એ ઉપરાંત આ લાકડામાંથી મજબૂત અને ટકાઉ ફર્નિચર પણ બનાવી શકાય છે પરંતુ તે એટલા મોંઘા પડે છે કે તેને બનાવવું કે ખરીદવું સામાન્ય માણસનું કામ નથી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત