શરીરમાં ફરકે જો આ અંગ, તો થાય છે ધનલાભ, જાણો તમે પણ વધુમાં આ વિશે શું કહે છે શાસ્ત્રો

શરીરના અંગો સાથે જોડાયેલા રહસ્યો, કયું અંગ ફરકવાથી મળે ધન લાભ

આપણા અહી જ્યોતિષ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રો અનુસાર દરેક ક્રિયાના પરિણામો જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર એ વ્યક્તિના શારીરિક અંગો સાથે જોડાયેલા રહસ્યો પણ રજુ કરે છે. આપણા શરીરના અંગો અને તેમાં થતા બદલાવો જીવનમાં આવતા બદલાવો બાબતે સંકેત આપતા હોય છે. આ સંકેતોને સમજવાની કળા સામુદ્રિક શાસ્ત્રોમાં દર્શાવવામાં આવે છે.

image source

આજે આપણે આ બાબતે વાત કરીશું જેમાં સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાતકના શરીરના અંગ ફરકવા અનુસાર તેની સાથે બનનાર ઘટના વિશે ફળ કથન કરવામાં આવે છે. શરીરના અંગો ફરકવા સાથે કયા સંકેતો જોડાયેલા છે તે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાંતો જ્યોતિષ અને ખગોળ વિદોની જેમ જ શરીરના અંગ ફરકવાના આધારે આ સાથે જોડાયેલા સંકેતોનું ફળકથન કરતાં હોય છે.

જેમ કે…

image source

• કોઈ પુરુષના શરીરનું ડાબું અંગ ફરકતું હોય તો એના જીવનમાં એટલે કે ભવિષ્યમાં કોઈ દુ:ખદ ઘટનામાંથી એને પસાર થવું પડે છે. જો એ જ વ્યક્તિનું જમણું અંગ ફરકતું હોય તો તેને ભવિષ્યમાં શુભ સમાચાર મળી શકે છે. તો બીજી તરફ મહિલાઓમાં આ વિરોધાભાષી ફળ આપનારું બને છે. મહિલાઓનું ડાબું અંગ ફરકવું શુભ અને જમણું અંગ ફરકવું અશુભ ઘટના બની જાય છે.

• પુરુષ અથવા સ્ત્રીના જો બંને ગાલ ફરકતા હોય તો એ વ્યક્તિને ધનલાભ થાય છે.

image source

• જે વ્યક્તિની ડાબી આંખ ફરકતી હોય તેની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, અને જો જમણી આંખ ફરકે તો તેને સારા સમાચાર પણ મળી શકે છે. પણ જો વ્યક્તીનની જમણી આંખ વધારે સમય સુધી કે દિવસો સુધી ફરકતી હોય તો બીમારી તરફ ઈશારો કરે છે.

• જો તમારા હોંઠ ફરકે છે, તો તેમને નવા મિત્રો મળી શકે છે.

image source

• જો વ્યક્તિના હથેળીમાં ખંજવાળ આવતી હોય તો સમજવું કે કોઈને કોઈ અણધારી સમસ્યા માથે આવી પડવાની છે. જો આંગળીનો ભાગ ફરકતો હોય તો જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

• જો જાતકનો જમણો ખભો ફરકતો હોય તો ધન લાભ થાય છે. ડાબો ખભો ફરકે તો જીવનમાં નવા સંબંધ બંધાઈ શકે છે. તેમ જ જો બંને ખભા એકસાથે ફરકતા હોય તો કોઈ સાથે ઝઘડો થઈ શકે છે.

• કોઈ વ્યક્તિની જો પીઠ ફરકે તો સમજવું કે કોઈ મોટી સમસ્યા આવી પડવાની છે.

image source

• જો જમણી કોણી ફરકે તો એ ઝઘડો થવાના સંકેત હોય છે અને ડાબી કોણી ફરકે તો સમાજમાં માન વધે તેવી ઘટના બને છે.

• જો કોઈ વ્યક્તિની સાથળ ફરકતી હોય તો એ વ્યક્તિ શરમજનક સ્થિતિમાં મુકાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત