સોશિયલ મિડિયા પર લોકોએ આ તોફાનનો અગણીત વિડિયો કર્યો છે શેર, જેમાં આકાશ કોઈ લોહીના રંગ જેવું લાલ જોવામાં આવ્યું હતું

પહેલા રેતીના તોફાને વરસાવ્યો કેર અને પછી આકાશનો લોહીયાળ લાલ રંગ – લોકો ગભરાઈને ભાગવા લાગ્યા

image source

2020નું વર્ષ ખરેખર કોઈ કુદરતી- માનવસર્જીત આફતોથી ભરેલી કોઈ હોલીવૂડની ફિલ્મ જેવું રૂપ ધારણ કરી રહ્યું છે. વર્ષની શરૂઆતથી જ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે. તો બીજી બાજુ વિશાખા પટ્ટનમમાં ગેસ લીક થતાં અનેક લોકોના જીવ ગયા છે અને કેટલાએ લોકોની તબીયત લથડી પડી છે. અને બીજી બાજુ પશ્ચિમ આફ્રિકામાં ધૂળનું મોટું તોફાન આવ્યું છે.

ગયા સોમવારે પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજર દેશની રાજધાની નિમેયમાં ધૂળનું એક અત્યંત ભયંકર તોફાન આવી ગયું. જો કે પશ્ચિમ આફ્રિકા માટે આવા તોફાન સામાન્ય વાત છે કારણ કે ત્યાં આવા તોફાન અવારનવાર આવતા હોય છે. પણ આ તોફાન સામાન્ય કરતાં વિકરાળ હતું. આ તોફાનથી બનેલી રેતીની દીવાલની ઉંચાઈ અને ત્યાર બાદ બનેલા લાલચોળ લોહી જેવા રંગવાળા આકાશે લોકોને ભયભીત કરી મુક્યા હતા.

image source

સોશિયલ મિડિયા પર લોકોએ આ તોફાનની અગણીત વિડિયો શેર કરી છે જેમાં નાઇજરનું આકાશ કોઈ લોહીના રંગ જેવું લાલ જોવામાં આવ્યું હતું.

નાઇજરની રાજધાની નિમેયમાં હંમેશા જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે રેતીના તોફાનો આવ્યા કરે છે પણ આ વખથનું તોફાન ઘણું વિકરાળ હતું અને તેના કારણે આકાશનો જે રીતે લાલ રંગ થયો હતો તેનાથી લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા. આ તોફાન દરમિયાન રેતીની એક દીવાલ છેક આકાશ સુધી પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. સોશિયલ મિડિયા પર લોકો તો જાણે કોઈ હોલીવૂડ ફિલ્મનું દ્રષ્ય હોય તેવું કહી રહ્યા હતા. તો વળી કેટલાએ તેને રેતીનું સુનામી પણ કહ્યું હતું.

લોકોએ આ તોફાનની ઘણી બધી વિડિયો ટ્વીટર તેમજ અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. જે તમે અહીં જોઈ શકો છો. જ્યારે રેતીનું તોફાન આવ્યું અને તેના કારણે આકાશ લાલ થઈ ગયું ત્યારે લોકોએ રીતસરની દોડાદોડી કરી મુકી હતી. સૌ પ્રથમ તો રેતીનું તોફાન હળવું થયું ત્યાર બાદ આકાશ થોડું હળવું ગુલાબી રંગનું થયું અને ત્યાર બાદ લોહી જેવા લાલ રંગનું બની ગયું.

સોશિયલ મિડિયા પર આ લાલ આકાશની ઘણી બધી તસ્વીરો તેમજ વિડિયો વાયરલ થઈ રહી છે. એક વ્યક્તિએ સોશિયલ મિડિયા પર લખ્યું છે કે મારા ઘર ઉપર આકાશ લાલ હતું અને તે જોતાં સારું પણ લાગી રહ્યુ હતું પણ સાથે સાથે બીક પણ લાગી રહી હતી કે કારણ કે અમે આવું પહેલાં ક્યારેય નહોતું જોયું.

હાલ કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે જેના આફ્રીકામાં પણ 50 હજાર કરતાં પણ સંક્રમીત કેસ જોવા મળ્યા અને ઉપરથી આ લાલ આકાશવાળી ઘટનાએ કેટલાક લોકોને એટલા ભયભીત કરી મુક્યા છે કે તેઓ એવું સમજી રહ્યા છે કે જાણે વિશ્વનો અંત થવાનો હોય. કેટલાક લોકોએ એવું પણ લખ્યું હતું કે તોફાન જોઈને જેટલી બીક નથી લાગતી તેટલું લાલ આકાશ જોઈને બીક લાગી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત