Site icon News Gujarat

ધોરણ 12 વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, આ તારીખોએ લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 માટેના રીપિટર, ખાનગી ઉમેદવારો માટે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનાની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. સરકારના જણાવ્યા અનુસાર આ પરીક્ષા જુલાઈ મહિનાની શરૂઆતમાં જ 1-10 તારીખમાં લેવાઈ જશે. ધોરણ 10 અને ઘોરણ 12ની બોર્ડની પરીક્ષા 1થી 16 જુલાઈ સુધીમાં લેવાશે. આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીને 30 મિનિટનો એકસ્ટ્રા સમય પણ અપાશે.

image source

કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

મળતી માહિતી અનુસાર આ વર્ષે ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા સાયન્સ સ્ટ્રીમ માટે 1.4 લાખ અને જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે 5.43 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય છે. આવનારા મહિનાની પહેલી તારીખથી શરૂ થતી આ પરીક્ષામાં ધોરણ 10ના પણ લગભગ 1 લાખ રીપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત સરકારે જાહેર કર્યું છે પરીક્ષાની તારીખોનું લિસ્ટ તો તમે પણ નોંધી લો તમામ તારીખો અને કરી લો તૈયારી.

image source

1 જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજાશે

આ સાથે સરકાર ખાસ નિર્ણય પર કરી રહી છે વિચારણા

image source

ગુજરાત સરકાર ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા આપનાર 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની પણ વિચારણા કરી રહી છે જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય અને વિદ્યાર્થીઓ સુરક્ષા સાથે પરીક્ષા આપી શકે.

વેક્સિનેશનને લઈને સરકાર જે વિચાર કરી રહી છે તેમાં ધોરણ 12 અને ધોરણ 10ના પરીક્ષાના રીપિટર વિદ્યાર્થીઓને સમાવવાનો પણ વિચાર કરી રહ્યા છે. કુલ 10 લાખમાંથી 6 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને અને વિદ્યાર્થીઓને જિલ્લાવાર એનાલિસિસ કરીને રસી આપવામાં આવશે. સરકાર આ માટે વેક્સિનના જથ્થાને પણ નિયંત્રિત કરશે અને સાથ વેક્સીન ઝુંબેશ વધારવા માટે સહાય કરવા માટે સરકારને વિનંતી કરાશે. વેક્સિનની વ્યવસ્થા થતાં જ ઝડપથી આ કામ શરૂ કરાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version