Bobby Deolને ‘આશ્રમ’ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, MOM સાથે ફોટો શેર કરીને કહ્યું…મમ્મી સાથે…

અભિનેતા બોબી દેઓલ (Bobby Deol)એ ઓટીટી સીરીઝનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા છે. તેમને વેબ સીરીઝ ‘આશ્રમ’માં બાબા નિરાલાના પાત્ર નિભાવવા માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

बॉबी देओल को 'आश्रम' के लिए मिला बेस्ट एक्टर का अवॉर्ड, मॉम के साथ फोटो शेयर कर बोले- मम्मी के साथ...
image source

અભિનેતા બોબી દેઓલ (Bobby Deol)એ ઓટીટી સીરીઝનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્ય. તેમણે વેબ સીરીઝ ‘આશ્રમ’માં બાબા નિરાલાના કિરદારને નિભાવવા માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મુંબઈમાં ૫મા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ એવોર્ડ્સ (Dadasaheb Phalke International Film Festival Awards) નું આયોજન કરવામાં આવ્યું હતું.

image source

અભિનેતા બોબી દેઓલ (Bobby Deol)એ પુરસ્કાર જીતી લીધા બાદ મમ્મીની સાથે ફોટો શેર કરી છે. આ ફોટોમાં અભિનેતા બોબી દેઓલ પોતાની મમ્મી અને એવોર્ડની સાથે જોવા મળી રહ્યા છે. બોબી દેઓલ આ ફોટોમાં એવોર્ડ અને પોતાની મામ્મી સાથે પોઝ આપી રહ્યા છે. બોબી દેઓલની મમ્મી પ્રકાશ કૌર પણ પોતાના દીકરાને પ્રેમથી જોઈ રહી છે. આ ફોટો શેર કરતા લખે છે કે, ‘માની સાથે આ પલ જીવીએ છીએ.’

 

આપને જણાવી દઈએ કે, હાલમાં જ અભિનેતા બોબી દેઓલ (Bobby Deol)ની વેબસીરીઝ ‘આશ્રમ’ રીલીઝ થઈ હતી, આ વેબસીરીઝ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ જ કારણ છે કે, તાજેતરમાં જ ‘આશ્રમ’ના મેકર્સએ એના બીજા ભાગને પણ રીલીઝ કર્યો છે. વેબ સીરીઝ ‘આશ્રમ’ ની સીઝન ૨ સિવાય બોબી દેઓલની ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’ને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.

image source

હાલમાં અભિનેતા બોબી દેઓલ પોતાની આવનાર ફિલ્મ ‘લવ હોસ્ટેલ’ના શુટિંગ કરવામાં વ્યસ્ત છે. ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં અભિનેતા બોબી દેઓલની સાથે વિક્રાંત મૈસી અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે. સુત્રો તરફથી મળતી જાણકારી મુજબ, ફિલ્મ ‘લવ હોસ્ટેલ’ સિવાય બોબી દેઓલને સાઉથની એક મોટી ફિલ્મમાં વિલનનો રોલ કરવાની પણ ઓફર કરવામાં આવ્યો છે.

image source

બોબી દેઓલનું કહેવું છે કે, તેમને હજી સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પુરા કરી લીધા છે. બોબી દેઓલ કહે છે કે, ‘મની હજી પણ વરસાદની શુટિંગના દિવસો યાદ છે. ૨૫ વર્ષ પછી પણ મને એવું લાગે છે કે, જાણે કાલની જ વાત હોય! સમય કેટલી ઝડપથી પસાર થઈ જાય છે. હવે મારે હજી પોતાની જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. જેના માટે મારે ખુબ જ મહેનત કરવી પડશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!