Site icon News Gujarat

વાયુસેનાએ સી- ગ્લોબમાસ્ટરને ઉતાર્યું દિમાપુરમાં, કરી રહ્યું છે આ જરુરી કામ

કોરોના સામેની જંગમા ભારતએ વાયુસેનાના સૌથી શક્તિશાળી વિમાન સી-17 ગ્લોબમાસ્ટરને દિમાપુરમાં ઉતાર્યું છે.

image source

આ વિમાન ભારતીય સેનાનું સૌથી શક્તિશાળી અને સૌથી મોટું ટ્રાંસપોર્ટ એકક્રાફ્ટ છે. જેને મેડિકલ સહાયતા સાથે નાગાલેન્ડ અને દીમાપુર એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યું છે. એનએસડીએમએના મીડિયા સેલ અનુસાર આ વિમાન દિમાપુર એરપોર્ટ પર લેન્ડ કરી ચુક્યું છે. બોઈંગના આ એરક્રાફ્ટની ક્ષમતા 70 ટન સુધીની વસ્તુ એરલિફટ કરવાની છે. અહીં તે મેડિકલ સપ્લાય માટે લેન્ડ થયું છે.

હિંડન બેઝ્ટ સી-17 ગ્લોબમાસ્ટાર એકક્રાફ્ટને 81 સ્ક્રેડ્રોન સ્કાયલોડ્સના બોઈંગએ મેન્યૂફેર્ટર કર્યું છે. તેમાં સ્પેશિયલ ટ્રૂપ્સ અને ઈક્વિપમેન્ટ મોબિલાઈઝેશન જેવી સ્પેશિલ ઓપરેશંસ અને સ્ટ્રેટેજિક ક્ષમતા છે. તાજેતરમાં જ તે મેડિકલ એડ લઈને ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લેવા પહોંચ્યું હતું. આ મિશન માટે એરક્રાફ્ટને ઈરાન પણ મોકલાયું હતું.

રાજ્ય સરકારના ક્રિટિકલ મેડિકલ લોડ એરલિફ્ટના એનએસડીએમએ એડવાઈઝર કાજહેતો કિનિમીએ તેનું સ્વાગત કર્યું અને તેમણે આ મદદ બદલ ટીમનો આભાર પણ માન્યો. કારણ કે નાગાલેન્ડ એવી જગ્યા છે જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા હોય છે અને તેના કારણે લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં રાજ્યને નોડલ એજન્સીઓ દ્વારા મળેલા સહયોગની જરૂર હતી.

કાજહેતો કિનિમીનું કહેવું છે કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી છે. સાથે જ નાગાલેન્ડના લોકોને સામૂહિક પ્રયાસોના કારણે કોરોના સામેની જંગમાં પોતાની જાતને તૈયાર કરી શક્યા છીએ. સંક્રમણને લઈને તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમને આશા છે કે આગામી દિવસોમાં જોખમ ભરેલી સ્થિતિમાં પણ કોરોના સામેના આ સંકટમાં નાગાલેન્ડ સરકારની તેઓ મદદ કરશે.

Exit mobile version