જાણો તમે પણ અમેઝનના જંગલમાં સ્થિત આ નદી વિશે, જેની પાછળ છુપાયેલા છે અનેક રહસ્યો, PICS

અમેઝનનું જંગલ પહેલાથી જ રહસ્યોથી ભરપૂર છે. લાખો કે અબજો એકરમાં ફેલાયેલું આ એક એવું જંગલ છે જેને દુનિયાનું સૌથી મોટું જંગલ કહેવામાં આવે છે.

image source

તેની વિશાળતાનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે અમેઝનના આ જંગલની સીમા એક કે બે દેશ નહિ પણ નવ દેશની સીમાને અડકે છે. આ જંગલ વિષે એવું પણ કહેવાય છે કે આ જંગલમાં એવા જીવો અને વસ્તુઓ ઉપલબ્ધ છે કે જેના વિષે મનુષ્ય કઈં જાણતો જ નથી. આ જંગલમાં એક એવી નદી પણ આવેલી છે જેનું પાણી સતત ઉકળતું દેખાય છે અને આ નદીમાં જો કોઈ ભૂલથી પણ પડી જાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો ચાલો તેના વિષે થોડી વધુ માહિતી જાણીએ.

image source

પેરુમાં આવેલી આ રહસ્યમયી નદીની શોધ ભૂવૈજ્ઞાનિક આન્દ્રે રૂજોએ વર્ષ 2011 માં કરી હતી. મયાનતુયાકૂ નામની આ નદીની શોધ કઈ રીતે થઇ તેની પાછળ પણ રોચક વાત છે જે આન્દ્રે રૂજોએ જ જણાવી હતી. અસલમાં આન્દ્રેએ બાળપણથી જ કાલ્પનિક નદીઓની વાર્તાઓ સાંભળી રાખી હતી જેનાથી તેને આશ્ચર્ય થતું પરંતુ તે સમયે તેને એવો જરા પણ અંદાજ નહોતો કે એવી નદી હકીકતમાં પણ હશે.

image source

આન્દ્રે રૂજોના કહેવા મુજબ જેમ જેમ તે મોટો થવા લાગ્યો તેમ તેમ તેના મગજમાં કાલ્પનિક નદીઓની વાત જોર પકડતી ગઈ. ખાસ કરીને ઉકળતા પાણી વાળી નદીની કાલ્પનિક વાર્તા તેના મગજમાં ઘર કરી ગઈ. એટલું જ નહિ તેણે યુનિવર્સીટીના પોતાના સહપાઠીઓ, તેલ, ગેસ, અને ખાણ કંપનીઓ સાથે વાર્તાલાપ કરીને પણ આ નદી વિષે જાણવા પ્રયત્નો કર્યા પરંતુ સૌનો જવાબ ના માં જ આવતો. એ સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આવી ઉકળતા પાણીની નદીનું અસ્તિત્વ સંભવ નહોતું કદાચ વળી તેની આસપાસ સક્રિય જ્વાળામુખી હોય તો શક્યતા રહે.

image source

વિચારોની ગડમથલ વચ્ચે આન્દ્રે એક દિવસ અમેઝનના જંગલમાં પહોંચી ગયો અને ત્યાં તેને પોતાની કાલ્પનિક નદી નજર સામે દેખાઈ અને અંતે તેને આ નદી શોધી કાઢવામાં પણ સફળતા મળી. આન્દ્રે રૂજોના કહેવા મુજબ આ નદીનું પાણી એટલું ઉકળતું હોય છે કે તેનાથી આપણે ચા પણ બનાવી શકીએ. તેમજ આ નદીના પાણીમાં જો કોઈ માણસ અથવા જીવ જંતુ પડી જાય તો તે તેનું મૃત્યુ પણ થઇ શકે છે. અને તેણે પોતે પણ આ નદીના પાણીમાં નાના જીવોને આ નદીમાં પડતા જોયા છે અને તે તરત જ મરી પણ ગયા છે. કહેવાય છે કે આ નદીના પાણીનું તાપમાન લગભગ 80 ડિગ્રી આસપાસ રહે છે.

image source

આન્દ્રે રૂજોએ આ નદી વિષે ” ધ બોઇલિંગ રિવર – એડવેન્ચર એન્ડ ડિસ્કવરી ઈન ધ અમેઝન ” નામનું એક પુસ્તક પણ લખ્યું છે જેમાં તેણે નદીના અનેક રહસ્યો વિષે વાત કરી છે. આન્દ્રે રૂજો આ નદીને પ્રકૃતિનું આશ્ચર્ય માને છે જેનું પાણી સતત ઉકળતું રહે છે. આ નદી વિષે વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે પરંતુ આ નદીનું પાણી આટલું ગરમ કેમ રહે છે તે હજુ સુધી જાણી નથી શકાયું.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત