બોયઝ લોકર રૂમ કેસ, કિશોરોના આ કૃત્યને બોલીવૂડ કલાકારો દ્વારા પણ વખોડવામાં આવ્યું

હાલ સોશ્યિલ મીડિયા પાર એક સમાચારે ચકચાર જગાવી છે. આ સમાચાર છે ઇનસ્ટાગ્રામ પરની કેટલીક તસ્વીરોના જેમાં કીશોરોના એક ગૃપના ચેટીંગના સ્ક્રીનશોટ્સ છે.

image source

જેમાં કીશોરીઓને લઈને અત્યંત ખરાબ વાતો લખવામાં આવી છે. જે હિન્દુસ્તાની ભાઉ નામના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી અને તેમના દ્વારા લોકોને અરજ કરવામાં આવી હતી કે આ છોકરાઓને શોધીને તેમને તરત જ પોલીસના હવાલે કરવામાં આવે.

આ છોકરાઓએ એક ગૃપ બનાવ્યું હતું અને પોતાની સાથે અભ્યાસ કરતી છોકરીઓની તસ્વીરો તે ગૃપમાં તેમને પુછ્યા વગર જ શેર કરી હતી. અને તેમના વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેને અહીં લખી શકાય તેમ પણ નથી. આ કીશોરો 11મા તેમજ 12માં ધોરણના વિદ્યાર્થીઓ છે. આ બધા જ વિદ્યાર્થીઓ રેપ, સેક્સ, ગેંગ રેપ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા.

image source

આ જ ગૃપના એક સભ્યએ બોય્ઝ લોકર રૂમની વાત તે કીશોરીને જણાવી જેની તસ્વીર તે ગૃપમા શેર કરવામા આવી હતી. અને આ જ છોકરાએ તે છોકરીને ગૃપના સ્ક્રીન શોટ પણ મોકલ્યા હતા. આ છોકારનું કહેવું છે કે તેણે ગૃપમાં કોઈ જ ચેટ નથી કરી.

તેણે ઘણા દિવસો બાદ ગૃપ ખોલ્યું તો તેને આ વાતની જાણ થઈ. આ ગૃપમાં 8-9 કીશોરો સક્રીય હતા. આ કીશોરીએ પોતાની બીજી બહેનપણીઓને પણ આ વિષે જણાવ્યું. અને આ કીશોરીઓએ આ બધા સ્ક્રીન શોટ્સને ટ્વિટર પર શેર કરી દીધા. ત્યાર બાદ આ છોકરાઓએ પોતાનું ગૃપ ડીલીટ કરી દીધું. છેવટે સોશિયલ મિડિયા પર આ છોકરાઓ પર કડક કામગીરી કરવાની માંગ કરવામાં આવી અને પોલીસના સાઇબર સેલની ટીમ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને છેવટે તે ગૃપના એડમીનની ધરપકડ કરવામાં આવી છે.

image source

તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે નોઈડાના આ કીશોરોએ તે ગૃપ બનાવ્યું હતું. ગૃપનો એડમીન વયસ્ક છે અને તેણે પોતાના મિત્રોને આ ગૃપમાં જોડ્યા હતા. ધરપકડ થયેલા કીશોરે બીજા એક કીશોરને પણ ગૃપ એડમીન બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ છોકરાઓ પોતાની સાથે અભ્યાસ કરતી છોકરીઓની તસ્વીરો ગૃપમાં શેર કરતા હતા. પોલીસે જ્યારે આ ગૃપના વયસ્ક સભ્યોની પુછપરછ કરવા બોલાવ્યા ત્યારે તે ન આવ્યા. ગત મંગળવારના રોજ સાઇબર સેલની ટીમે પાંચ વયસ્કોની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

સાઇબર સેલના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પુરાવાઓ મળ્યા બાદ જ એડમિનની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ છોકરાઓ પાસે છોકરીઓની આપત્તીજનક તસ્વીરો કેવી રીતે આવી.

image source

બૉય્ઝ લોકર રૂમ ગૃપની ચેટીંગના સ્ક્રીન શોટ્સ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ સોશિયલ મિડિયા પર આ કીશોરો વિરુદ્ધ પગલાં લેવાની માંગ ઉભી થઈ રહી છે. કીશોરોના આ કૃત્યને બોલીવૂડ કલાકારો દ્વારા પણ વખોડવામાં આવ્યું છે. જેમાં ગલીબૉય ફેમ સિદ્ધાર્થ ચતુર્વેદી, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર તેમજ શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો પણ સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત