Site icon News Gujarat

બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડે ફરી એક વખત ચર્ચામાં, શિલ્પાના પતિ રાજ કુંદ્રા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે મામલો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુદ્રા અને તેના સાથી સૌરભ કુશવાહા સામે મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રા અને તેમની કંપનીએ તેમના વીડિયો અને ફોટોગ્રાફ્સનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. પૂનમે આરોપ લગાવ્યો છે કે આ સામગ્રીનો ઉપયોગ બંને વચ્ચે કરાર પૂરો થયા પછી પણ કરવામા આવ્યો હતો.

image source

જો કે, રાજ કુંદ્રા અને સૌરભ કુશવાહાએ પૂનમના આક્ષેપોને નકારી દીધા છે અને કહ્યું છે કે તેમને કોઈ સૂચના મળી નથી. હકીકતમાં, પૂનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેના સહયોગી સૌરભ કુશવાહની કંપની ‘આર્મ્સપ્રાઇમ મીડિયા’ સાથે કરાર કર્યો હતો. આ કંપની પૂનમ પાંડે એપને હેન્ડલ કરી રહી હતી. પૂનમે દાવો કર્યો હતો કે આઠ મહિના પહેલા બંને વચ્ચેનો કરાર પૂરો થયો હતો, પરંતુ કંપનીએ આ પછી પણ આ કન્ટેન્ટનો ઉપયોગ કર્યો છે.

image source

પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો કે રાજ કુંદ્રા આ કન્ટેન્ટનો ઉપયોગ કરીને પૈસા કમાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા છ મહિનામાં કેટલાક લોકો અશ્લીલ વાતો કરી રહ્યા છે. પૂનમે કહ્યું, “આર્મ્સપ્રાઇમ કંપની મારી એપ્લિકેશન જોઈ રહી હતી. મેં આ કરાર ખૂબ જ ટૂંકા સમય માટે રાખ્યો હતો કારણ કે તેમાં મને થોડું કપટ લાગી રહ્યું હતું. થોડા સમય પછી મેં કરાર પુરો કર્યો હતો. પરંતુ તે પછી પણ છેલ્લા આઠ મહિનાથી, મારા વિડિયોની ચોરી કરી રહ્યા છે. મેં રાજને ફોન કરીને અને મેસેજ કરીને વીડિયો ચોરી કરવાની ના પણ પાડી હતી.

image source

પૂનમે વધુમાં કહ્યું, “પણ હવે મને ધમકીઓ મળી રહી છે. હું તે સમજવા માંગુ છું કે તે મારો વીડિયો કેમ ચોરી રહ્યો છે. જો તે કોઈ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, તો હું તેના માટે પૈસા એકત્રિત કરી શકું છું પરંતુ મારો કન્ટેન્ટ ચોરી ન કરો. ” પૂનમે વધુમાં કહ્યું કે, “હવે આ મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. મારી બાજુ મજબૂત છે. મારી પાસે બધા પુરાવા છે. હું ન્યાય માટે વિનંતી કરું છું અને મને ખબર છે કે હું આ કેસ જીતી શકું છું.”

image source

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ ગોવામાં FIR ફાઈલ થઈ હતી. ગોવામાં ચાપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરવાને લઈને ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગ દ્વારા પૂનમ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી હતી. આ સિવાય વલ્ગર વીડિયોનું શૂટિંગ કરવા માટે અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પણ FIR ફાઈલ થઇ હતી. ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ હેઠળ આ ફરિયાદ દાખલ થઇ હતી. પૂનમ પાંડે શૂટિંગ બાદ ગોવાથી મુંબઈ પરત ફરી હતી. પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. અગાઉ પૂનમે તેના પતિ વિરુદ્ધ લગ્નના થોડા જ સમય બાદ ફરિયાદ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version