Site icon News Gujarat

બોલિવૂડ ડાયરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાને નરેશ કનોડિયા વિશે કહી વાત, સાંભળીને દરેક ગુજરાતીની છાતિ ફુલાઈ જશે

આખા ગુજરાતને જે કલાકારની ખોટ પડી છે એવા અભિનેતા નરેશ કનોડિયાને લોકો હવે માત્ર દિલમાં યાદ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં મંગળવારે 77 વર્ષની વયે નરેશ કનોડિયાનું અવસાન થયું હતું. નરેશ કનોડિયાને 20 ઓકટોબરને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. તેમણે ડાયાબિટીસની સાથે હૃદયની બાયપાસ સર્જરી કરાવેલી હતી. આઠ દિવસની સારવાર બાદ મંગળવારે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત જાહેર કરાયા હતા. આ સાથે જ ગુજરાતના દરેક ગાયકો, કલાકારો, લેખકો, રાજકાણીએ અને સામાન્ય જનતા પણ શોકમાં છે.

image source

સાંજે પુત્ર હિતુ કનોડિયાના હસ્તે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરેશ કનોડિયા 2002 અને 2007 વચ્ચે કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ટોચના નેતાઓ, કલાકારોએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રવિવારે તેમના મોટાભાઈ મહેશકુમારનું અવસાન થયું હતું. બંને ભાઈઓમાં અજીબ સ્નેહ હતો. નરેશ કનોડિયા સાથે ફિલ્મ બનાવી ચૂકેલી બોલિવૂડ ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાને પણ આ વિશે શોક વ્યક્ત કર્યો હતો અને જુની વાતોને વાગોળી હતી.

image source

તેણે વાત કરી હતી કે હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ હિતુ કનોડિયા સાથે વાત કરીને નરેશભાઈની તબિયત પૂછી હતી. અને આજે અચાનક આ દુ:ખદ ખબર મળ્યા. થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. અને જાણે નજર સામેથી એક ફલેશબૅક પસાર થઈ ગયો. 80ના દાયકામાં અમે સંઘર્ષ કરી રહ્યા હતા. અમે મેહુલ કુમારની ફિલ્મ ‘મેરુ માલણ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. બ્રેક પડે ત્યારે અમે સૌ ક્રૂ મેમ્બર્સ સાથે મળીને લંચ લેતા હોઈએ ત્યારે નરેશભાઈ અચૂક આ‌વતા અને એમની ચિરપરિચિત સ્ટાઇલમાં પૂછતા, ‘અરે ભાઈઓ જમવાનું બરાબર છે ને, કોઈને કશી તકલીફ તો નથીને?’

image source

ઉલ્લેખનીય છે કે મેરુ માલણ ફિલ્મે તમામ રેકોર્ડ બ્રેક કર્યા. ફિલ્મની સફળતાએ આસમાનને સ્પર્શી લીધું હતું. આ જોડીએ આગળ વાત કરી હતી કે. આટલી સફળતા બાદ પણ નરેશ કનોડિયાના પગ હંમેશા જમીન પર જ રહ્યા. મને આશ્ચર્ય થાય છે. ચિક્કાર સફળતા પછી પણ તેઓ પહેલા જેવા જ હતા. ક્યારેય ઘમંડ કે એટીટ્યુટ ન આવ્યો. હંમેશા હળવી મસ્તી, મજાક કરતા. હા, નરેશભાઈની સેન્સ ઑફ હ્યુમર ગજબ હતી. સેટ પર તેમની એન્ટ્રી પડે એટલે આખું વાતાવરણ હળવુફૂલ થઈ જાય. દરેક ડિરેક્ટરના તેઓ ફેવરિટ હતા. કારણ કે નરેશભાઈ પાછળ બહુ મહેનત કરવી ન પડે. તેઓ ઝડપથી સીન, ડાન્સ સ્ટેપ્સ પકડી લેતા અને ભાગ્યે જ રિ-ટેક થાય.

image source

આગળ વાત કરતાં તેણે જણાવ્યું હતું કે 1985માં અમે પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સાજન તારા સંભારણા’ નરેશ કનોડિયા સાથે કરી. અમારી પહેલી ફિલ્મ હતી છતાં નરેશભાઈએ જે સહકાર આપ્યો તે આજે પણ યાદ છે. એ પછી અમે ‘મોતી વેરાણા ચોકમાં’ પણ કરી. નરેશભાઈ સખત એનજેર્ટિક હતા. એક વર્ષ પહેલા એવોર્ડ સમારંભ માટે અમદાવાદ આવ્યા ત્યારે તેમને મળ્યા હતા. ઈશ્વરને બસ એક જ દુઆ કે તેમના આત્માને શાંતિ આપે. બસ એટલું જ કહીશું…યસ નરેશ કનોડિયા વી વિલ મિસ યૂ.

image source

પીએમ મોદીએ પણ નરેશ કનોડિયાના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ !!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version