જાણો બોલિવૂડની આ અભિનેત્રીઓ વિશે, જેમને આત્મહત્યા કરીને પોતાનુ જીવન ટૂંકાવી દીધુ

સુશાંત સિંહ રાજપૂત પહેલાં પણ બોલીવૂડની અનેક અભિનેત્રીઓએ કરી છે આત્મહત્યા

image source

સુશાંત સિંહે ગયા રવિવારે વહેલી સવારે પોતાના મુંબઈ ખાતેના ઘરના ઓરડામાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર મિડિયામાં આવતા જ આખાએ દેશમાં શોકની લહેર ઉદ્ભવી ઉઠી હતી. તો બોલીવૂડને પણ એક મોટો આઘાત લાગ્યો હતો. ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સે સુશાંતને શ્રદ્ધાંજલી આપતી શોક વ્યક્ત કરતી નોંધ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તો વળી તેના ફેન્સને તો તેના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ જ નહોતો થતો.

image source

પણ તમને જણાવી દઈએ કે બોલીવૂડ એક ગ્લેમર જગત છે જે દેખાવે તો ઘણું આકર્ષક છે પણ સાથે સાથે ખૂબ ક્રૂર પણ છે અને સુશાંત પહેલાં પણ ઘણા બધા કાલાકારોએ આત્મહત્યા કરી છે. જેમાંથી કેટલાકમાં તો લોકોને આજે પણ શંકા છે કે ખરેખર તેમણે આત્મહત્યા કરી હતી કે તેમની સાથે કોઈ દૂર્ઘટના થઈ હતી. તો ચાલો જાણીએ તે કલાકારો વિષે.

કલ્પના

image source

કલ્પના સાઉથના એક અત્યંત સુંદર અભિનેત્રી રહી ચુક્યા છે. સાઉથની દીગ્ગજ અભિનેત્રીઓમાં તેમની ગણતરી થતી હતી. તેમણે 1979માં રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે ઘણીબધી ઉંઘની ગોળીઓ ગળી લીધી હતી. કહેવાય છે કે તેઓ છેલ્લા દિવસોમાં ખૂબ જ દુઃખી રહેતા હતા.

વિજય શ્રી

image source

વિજય શ્રી મલિયાલમ સિનેમાના જાણીતા અભિનેત્રી રહી ચૂક્યા હતા. તેમણે સાઉથની ફિલ્મોમાં ઘણી બધી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના સમયમાં તેમના લાખો ફેન્સ હતા. તેમણે સાઉથ ફિલ્મો ઉપરાંત કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પણ આટલી બધી સફળતા છતાં તેમણે 1974માં માત્ર 21 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને મનોરંજન જગતને સ્તબ્ધ કરી મુક્યું હતું.

શોભા

image source

શોભા એક તમિલ અભિનેત્રીત હતા. તેઓ એક બહુચર્ચિત અભિનેત્રી હતા. તેમણે ખૂબ જ નાની ઉઁમરે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય છે. 1980માં તેમનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો. તે વખતે પોલીસને ત્યાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જો કે તે સ્યુસાઇડ નોટ શોભાએ પોતે લખી હતી કે નહીં તે વિષે હજુ સુધી કોઈ ખુલાસો નથી થઈ શક્યો.

સિલ્ક સ્મિતા

image source

સિલ્ક સ્મિતા સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો હતી. તેમનું સાચું નામ વિજયલક્ષમી હતું. તેણી એક અનાથ હતા અને આંદ્ર પ્રદેશની એક મહિલાએ તેમને દત્તક લીધા હતા. તેઓ પોતાની માતા સાથે 16 વર્ષની ઉંમરે મદ્રાસ જતા રહ્યા હતા. ત્યાર બાદ તેમણે એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકીર્દી શરૂ કરી. ત્યાર બાદ તેમને ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ તેમનો એક અલગ ફેનવર્ગ ઉભો થયો. 1996ના સપ્ટેમ્બર મહિનામાં ચેન્નઈમાં આવેલા તેમના ફ્લેટમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિદ્યા બાલન અભિનિત ફિલ્મ ધ ડર્ટી પિક્ટર સિલ્કસ્મિતાના જીવન પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી.

કુલજીત રંધાવા

image source

કુલજીત રંધાવા એક ટેલેન્ટેડ અભિનેત્રી હતી અને એમટીવી વીજે નફીસા જોસેફની નજીકની મિત્ર હતી. વિજે નફિસાએ પણ આત્મ હત્યા કરી હતી. અને પોતાની મિત્રના મૃત્યુથી કુલજીત ઘણી દુઃખી હતી. સ્ટાર વન નામની ચેનલ પર તેણી સુપર હીટ સિરિઝ સ્પેશિયલ સ્ક્વોડમાં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળી હતી. તેણીએ પણ આત્મહત્યા કરી લીધી અને તેણીએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેણી જિંદગીનું પ્રેશર જીલી શકતી નથી.

નફીસા જોસેફ

image source

નફીસા જોસેફ એમટીવીની જાણીતી વિડિયો જોકી હતી. અને તેની સાથે તેણી એક મોડેલ પણ હતી. તેણીએ 1997માં ફેમિના મિસ ઇન્ડિયામાં પણ ભાગ લીધો હતો અને તેણીને મિસ ઇન્ડિયા યુનિવર્સનો એવોર્ડ પણ મેળવ્યો હતો. અને ત્યા બાદ તેણીને મિસ યુનિવર્સ માટે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવી હતી જ્યાં તેણી ફાયનલિસ્ટ પણ રહી ચૂકી હતી. વર્ષ 2004માં વર્સોવા ખાતેના તેના ફ્લેટમાંથી તેણીનો મૃતદેહ મળ્યો હતો.

શિખા જોશી

image source

ફિલ્મ બિએ પાસમાં શિખા જોશીએ કામ કર્યુ હતું. 2015ની 16મી મેના રોજ મુંબઈના અંધેરી વિસ્તારમાં ચાકુથી ગળુ કાપીને તેણીએ આત્મહત્યા કરી હતી. જો કે તેણીની દીકરીએ આરોપ લગાવ્યો હતો કે તેણીની માતાએ આત્મહત્યા નહોતી કરી. હજુપણ તેણીનું મૃત્યુ એક રહસ્ય જ રહ્યું છે.

જિયા ખાન

image source

જિયા ખાનનની આત્મહત્યાનો કેસ આજે પણ ચાલુ જ છે. જિયા ખાને નિઃશબ્દ તેમજ ગજની ફિલ્મમાં કામ કર્યું હતું. 25 વર્ષની યુવાન ઉંમરે તેણે પોતાનું જીવન ટુંકાવી નાખ્યું હતું. જિયા મૃત્યુ પહેલાં આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલીને ડેટ કરી રહી હતી. તેણીએ મરતા પહેલાં એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. 2013માં જિયાના ઘરેથી તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રત્યુષા બેનર્જી

image source

પ્રત્યુષા બેનર્જી ટેલિવિઝનની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. તેણીને ખૂબ લોકપ્રિયતા પણ હાંસલ થઈ હતી. તેણીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સુપરહીટ સિરિઝ બાલિકા વધૂમાં આનંદીનું પાત્ર ભજવીને એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. આ ઉપાંત તેણીએ હમ હૈના, તેમજ રક્ત સંબંધ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું હતું. પ્રત્યુષાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી પણ તે પહેલાં તેણી મૃત્યુ પામી હતી.

રીમ કાપડિયા

image source

રીમ કાપડિયા બોલીવૂડની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એટલે કે અક્ષય કુમારની સાસુની નાની બહેન હતી. તેણીએ ફિલ્મ હવેલીમાં કામ કર્યું હતું. તેમાં તેણીએ અભિનેતા રાકેશ રોશન સાથે કામ કર્યું હતું. અને માર્ક ઝુબેરે તેમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. રીમ કાપડિયાનો લંડન ખાતેના ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો. તે વખતે એવું કેહવામાં આવ્યું હુતં કે તેણીએ આત્મહત્યા કરી છે પણ કશું જ સ્પષ્ટ નહોતું કરવામાં આવ્યું.

દિવ્યા ભારતી

image source

દિવ્યા ભારતી બોલીવૂડની અત્યંત લોકપ્રિય અને પ્રતિભાવાન અભિનેત્રી હતી. તેણીનું મૃત્યુ પણ રહસ્યમય સંજોગોમાં થયું હતું. તેના પતિ સાજિદ નડિયાદવાલાના જણાવ્યા પ્રમણે દિવ્યાએ પોતાની બિલ્ડિંગમાં આવેલા પાંચમા માળ પરના પોતાના ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. તે સમયે દિવ્યા ભારતીની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી. ખૂબ જ નાની ઉંમરમાં દિવ્યા ભારતીએ લોકપ્રિયતા મેળવી લીધી હતી. અને ગણતરીના વર્ષોમાં તેણે 14 ફિલ્મોમાં કામ કરી લીધું હતું.

image source

આ ઉપરાંત મનોરંજન જગત સાથે જોડાયેલા ઘણા કલાકારોએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જેમાં થોડા સમય પહેલા કુશાલ પંજાબીએ પણ આત્મહત્યા કરીને ખૂબ જ નાની ઉંમરે આ દુનિયામાંથી વિદાઈ લીધી હતી. ઘણા લોકો નિરાશામાં ઉંડા જ ઉતરતા જાય છે અને છેલ્લે આત્મહત્યાને જ અંતિમ વિકલ્પ સમજીને જીવન ટુંકાવી લે છે. તો કેટલાક તેમાંથી બહાર આવી જતા હોય છે અને ફરી જીવનને નવેસરથી જીવવાનું શરૂ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત