વર્ષ 2020 બોલિવૂડ માટે રહ્યુ દુખદ, છેલ્લા એક-દોઢ મહિનામાં બોલિવૂડની આટલી હસ્તિઓના થયા મૃત્યુ, જાણો આંકડો તમે પણ

છેલ્લા એક-દોઢ મહિનામાં બોલીવૂડની 13 હસ્તિઓના થયા મૃત્યુ વર્ષ 2020 બોલીવૂડ માટે કાળ બનીને આવ્યું છે

2020ના વર્ષનું સ્વાગત સમગ્ર વિશ્વમાં ખુબ જ ઉત્સાહભેર કરવામા આવ્યું હતું. ખાસ કરીને તેના ‘2020’ આંકડાના કારણે પણ 2020સે વિશ્વને આફત, દુખ અને મહામારી સિવાય હજુ સુધી કંઈજ આપ્યું નથી. અરધુ વર્ષ પૂર્ણ થવા આવ્યું પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળ્યો. સમગ્ર વિશ્વમાં કોરોના કાળે પોતાનો કબજો જમાવી લીધો છે. લાખો લોકો આ વાયરસથી સંક્રમિત છે તો હજારો લોકો તેના કારણે મૃત્યુ પણ પામ્યા છે. બોલીવૂડ માટે પણ આ વર્ષ કાળ બનીને આવ્યું છે. માત્ર દોઢ મહિનામાં જ બોલીવૂડની 13 હસ્તીઓનું મૃત્યુ થયું છે. ચાલો અમે તમને જણાવીએ આ 13 હસ્તિઓ વિષે.

ઇરફાન ખાન

image source

બોલીવૂડથી લઈન હોલીવૂડ સુધી પોતાની ટેલેન્ટનો પ્રકાશ પાથરનાર અભિનેતા ઇરફાન ખાનનું મૃત્યુ 29 એપ્રિલના રોજ થયું હતું. વર્ષ 2018માં ઇરફાન ખાનને ખબર પડી કે તેને ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમર છે. મૃત્યુ પહેલા તબિયત બગડતા તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેઓ જીવી ન શક્યા.

ઋષિ કપૂર

image source

ઇરફાન ખાનના બીજા જ દિવસે એટલે કે 30 એપ્રિલે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિકપૂરનું નિધન થયું. તેઓ પણ કેન્સરથી છેલ્લા કેટલાક સમયથી પિડાઈ રહ્યા હતા. લગભગ એક વર્ષ તેમણે અમેરિકામાં સારવાર પણ કરાવી તેમ છતાં તેઓ કેન્સર સામેની જંગ હારી ગયા. 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં આ બન્ને અભિનેતાઓએ જીવ ગુમાવ્યો અને તેનો આઘાત આખાએ દેશ માટે સહન કરવો મુશ્કેલ હતો.

યોગેશ ગૌર

image source

29મી મેના રોજ બોલીવૂડને એકથી એક ચડિયાતા ગીતો આપનાર ગીતકાર યોગેશ ગૌર પણ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. યોગેશ ગૌરની ગણતરી તે ગીતકારોમાં થતી હતી જેમણે પેતાના સમયના ઉત્તમોત્તમ ફિલ્મકારો જેવા કે ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી વિગેરે સાથે કામ કર્યું છે. તેમના કામનું એક ઉદાહણ આપતા તમને એ જણાવી દીએ કે તમે આનંદ ફિલ્મના જે ગીત ‘કહીં દૂર જબ દીન ઢલ જાયે…’ના શબ્દોને ગણગણો છો તે સુંદર શબ્દો તેમના દ્વારા જ લખવામાં આવ્યા હતા.

વાજિદ ખાન

image source

બોલીવૂડની જાણીતી સંગીતકાર બેલડી સાજીદ-વાજીદના વાજીદ ખાનનું 31મેના રોજ કીડની ફેઈલ થવાથી મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃત્યુના સમાચારની પુષ્ટી જાણીતા સંગીતકાર સલીમ મર્ચન્ટે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર કરી હતી. મૃત્યુ પેહલાના ચાર દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા.

બાસુ ચેટરજી

image source

બોલીવૂડને રજનીગંધા, ખટ્ટામીઠા, ચીતચોર વિગેરે જેવી હળવી ફૂલ ફિલ્મો આપનાર બાસુ ચેટરજીએ 4થી જૂને પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. 90 વર્ષિય બાસુ ચેટરજી તેમની હળવી ફિલ્મોના કારણે બોલીવૂડ રસિયાઓમાં હંમેશા યાદ રહેશે.

મોહિત બધેલ

image source

ખૂબ જ નાની ઉંમરે અભિનય ક્ષેત્રે સફળતા મેલવનાર કોમેડિયન અને અભિનેતા મોહિત બધેલનું માત્ર 27 વર્ષની ઉંમરે 23મી મેના રોજ નીધન થયું હતું. મોહિત લાંબા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા. મોહિતે સલમાન ખાન, પરિણીતી ચોપડા જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

અભિજીત

image source

શાહરુખ ખાનની રેડ ચિલિઝ એન્ટરટેનમેન્ટ કંપનીના એક મહત્ત્વના સભ્ય અભિજીતનું પણ મૃત્યુ થયું હતું. અભિજીત રેડ ચિલિઝ એન્ટરટેનમેન્ટન સાથે શરૂઆતથી જ જોડાયેલા હતા. 15મેના રોજ રેડ ચિલિઝે ટ્વીટ કરીને તેમના મૃત્યુની માહિતિ આપી હતી. અભિજીતના મૃત્યુ બાદ શાહરુખે કહ્યું હતું, ‘અમે બધાએ ડ્રીમ્ઝ અનલિમિટેડ સાથે ફિલ્મો બનાવવાની સફર શરૂ કરી હતી. અભિજીત મારા સૌથી સારા સહયોગી હતા. અમે કેટલુંક સારું કર્યું તો કેટલીક ભૂલો પણ કરી પણ અમે હંમેશા આગળ વધતા રહ્યા. તેઓ ટીમના મજબૂત સભ્ય હતા. તમે ખૂબ યાદ આવશો મારા દોસ્ત.’

સચિન કુમાર

image source

સિરિયલ કહાની ઘર ઘર કીમાં અભિનેતા સચિન કુમારનું 15મી મેના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. તેઓ મુંબઈના અંધેરીમાં રહેતા હતા. 42 વર્ષના સચિન અભિનેતા અક્ષય કુમારના કઝિન હતા. અભિનય છોડીને તેમણે ફોટોગ્રાફીમાં કેરિયર બનાવી હતી.

અમોસ

image source

અભિનેતા આમિર ખાનના આસિસ્ટન્ટ અમોસે 12મીમેના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ 60 વર્ષના હતા. અમોસ છેલ્લા 25 વર્ષથી આમિર ખાન સાથે કામ કરી રહ્યા હતા. તેવામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અમોસના ઘણા બધા નજીકના લોકો પણ હતા. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.

સાઇ ગુંડેવર

image source

પીકે અને રોક ઓન જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા સાઇ ગુંડેવરનું 10મેના રોજ અમેરિકામાં નિધન થયું હતું. છેલ્લા એક વર્ષથી તેઓ બ્રેન કેન્સર સામે લડી રહ્યા હતા. બોલીવૂડ કલાકારો ઉપરાંત મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ અભિનેતાને શ્રદ્ધાંજલી આપી હતી.

શફિક અંસારી

image source

10મેના રોજ ટેલિવિઝનના જાણીતા અભિનેતા શફીક અંસારીનુ નિધન થયું હતું. શફીક કેન્સરથી પિડિત હતા. તેઓ ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં વિવિધ પાત્રોમાં જોવા મળતા હતા. 52 વર્ષિય શફીક અંસારીએ મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત