તસવીરોમાં જોઇ લો આ સિતારાઓ પહેલા કેટલા જાડા હતા, અને હવે કેટલા થઇ ગયા છે પાતળા

અનંત અંબાણીથી માંડીને સારા અલી ખાન સુધીના સિતારાઓએ પોતાને આવી રીતે બનાવ્યા ફીટ – જુઓ પહેલા અને પછીની તસ્વીરો – તમને પણ વજન ઉતારવા માટે મળશે પ્રેરણા

image source

બોલીવૂડ સિતારાઓ માટે કામ ચાલુ હોય કે બંધ હોય. તેમના માટે તેમની ફીટનેસ ખૂબ જ મહત્ત્વની છે. અને એમ પણ માત્ર સ્ટાર્સ માટે જ નહીં પણ દરેક વ્યક્તિએ તેમની ફીટનેસ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવા છતાં બોલીવૂડ સ્ટાર્સ પોતાની ફીટનેસ પાછળ પહેલાં જેટલું જ ધ્યાન આપી રહ્યા છે. આજે અમે તમારી સમક્ષ તે સ્ટાર્સ વિષેની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું વજન થોડા સમય પહેલાં ખૂબ વધારે હતું અને હવે તેઓ સંપૂર્ણ ફીટ છે. તો ચાલો વાત કરીએ તેમની ફેટ ટુ ફીટ સ્ટોરીની.

પરિણીતી ચોપરા

image source

પરિણીતી ચોપરા તો પોતાના વધેલા વજનના કારણે કેટલોક સમય ફિલ્મોથી દૂર પણ જતી રહી હતી. તેણે પોતાના શરીરનું લગભગ 28 કિલો વજન ઘટાડીને ઘણા બધા લોકોને ચકિત કરી દીધા હતા. જ્યારે પરિણીતી 25 વર્ષન હતી ત્યારે તેણીનું વજન 86 કિલો સુધી પહોંચી ગયું હતું. તેણીએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલાં થોડું વજન ઘટાડ્યું પણ ફરીવાર તેણીનું વજન વધી ગયું જેના કારણે તેણી ડીપ્રેસ પણ થઈ ગઈ હતી. અને છેવટે તેણીએ પોતાનું વજન ઘટાડીને ફરી ફીટ થવાનું નક્કી કર્યું તેણીએ પોતાનું વજન ઘટાડવામાં ખૂબ મહેનત કરવી પડી હતી.

સારા અલી ખાન

image source

સારા અલી ખાન નાનપણથી જ એક ગોળમટોળ વ્યક્તિ રહી છે માટે નાનપણથી જ તેણે બોલીવૂડમાં પ્રવેશવાનો વિચાર છોડી દીધો હતો. તેને પિઝા ખૂબ ભાવતા હતા. અને પરિણામે તેનું વજન એક સમયે 96 કીલો સુધી પહોંચી ગયું હતું. કોલેજના દિવસોમાં તેણીએ છેવટે પોતાના વજન પર ધ્યાન આપવાનું નક્કી કર્યું બીજી બાજુ તેણીએ ફિલ્મોમાં પ્રવેશવાનો પણ નિર્ણય લીધો. જેના માટે તેણીએ વજન ઘટાડવું ખૂબ જ જરૂરી થઈ ગયું હતું. તેણી ડાયેટ તેમજ એક્સરસાઇઝના સમન્વયથી પોતાના વજનને ખૂબ જ ઝડપથી ઘટાડી દીધું. આજે સારા ફીટ અભિનેત્રીઓમાંની એક છે.

ગણેશ આચાર્ય

image source

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગણેશ આચાર્યનું વજન એક સમયે 200 કીલો હતું. જે તેમણે આજે 85 કીલો પર લાવી દીધું છે. તેઓ બોલીવૂડના એક અત્યંત ટેલેન્ટેડ ડાન્સ ડીરેક્ટર છે. તેમણે 16 મહિનાની આકરી મહેનતથી પોતાનું વજન ઘટાડ્યું હતું. તેમનો આજનો દેખાવ અને થોડા વર્ષો પહેલાનો દેખાવ તમને આશ્ચર્યમાં મુકી દેશે.

ભૂમિ પેડનેકર

image source

ફિલ્મ દમ લગા કે હૈઈશાથી ભૂમિ પેડનેકરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણીનું આ ફિલ્મમાં પાત્ર એક મેદસ્વી અભિનેત્રીનું હતું જે તેણીએ ખૂબ જ પ્રભાવશાળી રીતે ભજવ્યું હતું. આ ફિલ્મ માટે તેણીએ વજન વધારવું પડ્યું હતું. ત્યાર બાદ તેણીએ પોતાનું વજન ઉતારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. અને તે સમયને આજના સમયની જો ભૂમિની તસ્વીરો જોવામા આવે તો બન્નેમાં જમીન-આકાશનો ફરક છે. આજે તેણી સંપૂર્ણ ફીટ એડ ટ્રીમ છે. ભૂમિ અવારમવાર પોતાની આકર્ષક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે. ભૂમિ જ્યારથી બોલીવૂડમાં પ્રવેશી ત્યારથી સતત સુપરહીટ ફિલ્મો આપી રહી છે.

અદનાન સામી

image source

અદનાન સામીને કદાચ તેમની ઓળખ તેમના અવાજથી તો મળી જ છે પણ તેમના ભારે વજનના કારણે પણ તેઓ લોકોમાં જાણીતા બન્યા હતા. તેમનું વજન અત્યંત વધારે હતું. ડોક્ટરે તેમને વજન ઘટાડશે નહીં તો શરીરને ગંભીર નુકસાન પહોંચશે તેવી ચેતવણી આપી હતી. અદનાને એક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે તેનું વજન એક સમયે 230 કીલો સુધી પહોંચી ગયું હતું અને ડોક્ટરે તેમને જણાવી દીધું હતું કે તેમની પાસે જીવવવા માટે માત્ર છ જ મહિના છે. ત્યાર બાદ તેમણે પોતાનું વજન ઘટાડવા ખૂબ મહેનત કરી અને છેવટે તેમણે પોતાનું વજન 70 કીલો જેટલું ઘટાડી દીધું હતું.

અર્જુન કપૂર

image source

અર્જુન કપૂરને આજે બોલીવૂડમા તેના કસાયેલા શરીર માટે ઓળખવામાં આવે છે. પણ એક સમયે તેનું વજન 140 કીલો હતું. ફિલ્મોમાં પ્રવેશવા માટે તેણે વજન ઘટાડવાનું નક્કી કર્યું અને હાલ આપણા બધા સામે તેના સિક્સ પેક છે.

અનંત અંબાણી

image source

મુકેશ અંબાણીના સૌથી નાના કુળ દીપક એટલે કે અનંદ અંબાણીનું વજન એક સમયે અત્યંત વધી ગયું હતું તેમણે માત્ર 18 જ મહિનામાં પોતાનું 108 કીલો વજન ઘટાડી દીધું હતું. તેમના ટ્રેનરની સલાહ પ્રમાણે તેઓ યોગ, વેઇટ એક્સરસાઇઝ તેમજ ફંક્શનલ ટ્રેનીંગ અને હાઇ ઇન્ટેન્સીટી એક્સરસાઇઝ કરતા હતા. આ ઉપરાંત યોગ્ય ડાયેટ તો ખરું જ.

ઝરીન ખાન

image source

ઝરીન ખાન આજે સ્લિમ લૂકમાં જોવા મળે છે પણ શાળા અને કોલેજમાં તેણીનું વજન લગભઘ 100 કીલો કરતાં પણ વધારે હતું. તે દિવસોમા તેણી ખૂબ જ ઝંક ફૂડ ખાતી હતી. ફિલ્મોમાં આવ્યા બાદ તેણીએ વજન ઘટાડવામાં ખૂબ મહેનત કરી છે. પરિણામ સ્વરૂપે આજે તેણી પહેલાં કરતાં ક્યાંય વધારે ફીટ દેખાઈ રહી છે. ઝરીને હાઉસ ફુલ તેમજ વીર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સતીશ કૌશિક

image source

સતીશ કૌશિક બોલીવૂડ ડીરેક્ટર પણ છે, અભિનેતા પણ છે અને એક નિર્માતા પણ છે. તેમનું વજન થોડા સમય પહેલાં ખૂબ વધારે હતું. પણ હાલમાં તેમણે પોતાના વજનમાં ધરખમ ઘટાડો કર્યો છે. તેમણે 25 કિલો વજન ઘટાડ્યું છે. તેમણે પોતાનું વજન ઘટાડવા માટે એક અમેરિકન ડોક્ટરની મદદ લીધી હતી, તે ડોક્ટરના સૂચન પ્રમાણે તેમણે પોતાના ડાયેટ તેમજ વર્કાઉટ ફોલો કર્યા હતા.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત