બોલિવૂડના આ સેલેબ્સને લગ્નને થયા અનેક વર્ષો, પણ ઘરમાં નથી આવ્યુ નાનુ બાળક
બોલીવુડના આ સુપરસ્ટારની જોડીઓના લગ્નને થઈ ગયા ઘણા વર્ષો, પણ હજી નથી બંધાયું એમના ઘરે પારણું.
1.આફતાબ શિવદસાની અને નિન દોસાંજ

આફતાબે ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. વર્ષ 1986માં આવેલી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં આફતાબે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. એ પછી યુવાનીમાં પણ આફતાબ ઘણી ફિલ્મોમાં દેખાયા.એ પછી આફતાબે 2014માં નિન દોસાંજ સાથે લગ્ન કરી લીધા હતા.એમના લગ્નને 5 વર્ષથી વધુ સમય વીતી ગયો છે પણ હજી આફતાબ અને નિનને કોઈ સંતાન નથી.
2.વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર

પોપ્યુલર અભિનેત્રી વિદ્યા બાલને બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.વિદ્યા અને સિદ્ધાર્થને હજી સુધી કોઈ સંતાન નથી. સિદ્ધાર્થનું વિદ્યા સાથે આ બીજું લગ્ન છે. પહેલા લગ્નથી સિદ્ધાર્થને બે સંતાનો છે.
3. જોન અબ્રાહમ અને પ્રિયા રૂંચાલ

વર્ષ 2014માં જોન અબ્રાહમેં બિપાશા બસુને છોડીને પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કરી લીધા હતા. પ્રિયા વિદેશમાં બેંકર છે અને મોટાભાગે ત્યાં જ રહે છે. પણ હજી સુધી આ જોડી એ ફેમેલી પ્લાનિંગ વિશે નથી વિચાર્યું.હજી સુધી જોન અને પ્રિયાને કોઈ સંતાન નથી
4.સબાના આઝમી અને ઝાવેદ અખ્તર

સબાના આઝમી અને જાવેદ અખ્તરના લગ્નને 28 વર્ષ વીતી ગયા છે પણ હજી એમને કોઈ સંતાન નથી. ઝાવેદ અખ્તરને એમના હની ઈરાની સાથેના પહેલા લગ્નથી બે બાળકો છે, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર.
5.દિલીપ કુમાર અને સાયરા બાનું

એક સફળ લગ્નજીવનનું સાક્ષાત ઉદાહરણ પૂરું પાડનાર દિલીપ કુમાર અને સાયરા બાનુંના લગ્ન વર્ષ 1966માં થયા હતા.સાયરા બાનું દિલીપકુમાર કરતા 22 વર્ષ નાના છે. પણ સાયરા બાનું એ ક્યારેય પોતાને સંતાન ન હોવાનું દુઃખ વ્યક્ત નથી કર્યું. એમનું માનવું છે કે એમના પતિ જ એમના માટે 10 બાળકો બરાબર છે.
6.અનુપમ ખેર અને કિરણ ખેર

અનુપમ ખેર અને કિરણ ખેર 1985માં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.બન્નેના આ બીજા લગ્ન છે. કિરણ ખેરને પહેલા લગ્નથી એક દિકરો છે. પણ અનુપમ ખેર અને કિરણ ખેર એમનું એક બાળક ઇચ્છતા હતા.તેમ છતાં મેડિકલ હેલ્પ લીધા પછી પણ એમને સંતાન ન થયું.
7.આશા ભોંસલે અને આર ડી બર્મન

આશા ભોંસલે અને આર ડી બર્મન 1980માં લગ્નગ્રંથિથી જોડાયા હતા.એ પહેલાં આશા ભોંસલેના લગ્ન ગણપત રાવ ભોંસલે સાથે થયા હતા. આશા ને પહેલા લગ્નથી 3 સંતાન હતા. પણ આશા ભોંસલે અને આર ડી બર્મનનું કોઈ સંતાન નહોતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત