બોલીવુડમાં ટેલેન્ટથી વધુ કંઈ જ નથી, જાણો આ ફેમસ સ્ટાર્સના બાળકો પણ થયા નિષ્ફળ..

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા સ્થાન બનાવવું સહેલું નથી અને ઘણા કલાકારોએ તેનો ખુલાસો કર્યો છે એટલું જ નહીં, પરંતુ ઘણા લોકોએ સાબિત પણ કર્યુ છે. આજે અમે એવા કેટલાક કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ સ્ટાર કિડ્સ હોવા છતાં અને કેટલીક સારી ફિલ્મોથી ડેબ્યૂ કરી હોવા છતા તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા હાંસલ કરી અને પછી મોટા પડદાને અલવિદા કહ્યુ છે. તો ચાલો જાણીએ આ સ્ટાર કિડ્સ વિશે.

વિવાન શાહ :

image source

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક નસીરુદ્દીન શાહના નાના પુત્ર વિવાનને પોતાની ફિલ્મ “સાત ખૂન માફ” થી પ્રિયંકા ચોપરા સાથે પોતાનું કરિયર શરુ કરી દીધુ હતુ. ત્યારબાદ તેણે શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ “હેપ્પી ન્યૂ યર” મા કામ કર્યું હતું. બે મોટા સ્ટાર્સ સાથે કામ કરવા છતા વિવાનની કારકિર્દીને કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ તેણે “બોમ્બે વેલ્વેટ” અને “લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના” જેવી ફ્લોપ ફિલ્મો બનાવી હતી. તાજેતરમાં જ મીરા નાયરના નેટફ્લિક્સ શો “અ સુટેબલ બોય” મા જોવા મળ્યો હતો.

અધ્યયન સુમન :

image source

શેખર સુમન ભલે બોલિવૂડનું મોટું નામ ન હોય પરંતુ, ટીવી ઇન્ડસ્ટ્રીમા તેનુ નામ ઘણું મોટું છે. જો કે, તેનો પુત્ર અધ્યયન સુમન મનોરંજન ઉદ્યોગમાં પોતાનું નામ બનાવી શક્યો નહીં. “હાલ-એ-દિલ” ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આ કલાકારે તેની કારકિર્દીમાં એક પણ હિટ ફિલ્મ બનાવી નથી. કેટલીક ફિલ્મો કર્યા પછી અને ફ્લોપ થયા પછી તે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો અને પાછો ફર્યો નહીં પરંતુ, કંગના રાણાવત સાથેના પોતાના સંબંધો અને બ્રેકઅપને કારણે તે ચોક્કસપણે હેડલાઇન્સમા રહ્યો.

ઇશા દેઓલ :

image source

હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઇશા દેઓલે પોતાના કરિયરની શરૂઆત “કોઈ મેરે દિલ સે પૂછે” નામની ફિલ્મથી કરી હતી. જો કે, તેની ઓળખ તેના આઇટમ નંબર ધૂમ દ્વારા કરવામાં આવી હતી. પોતાની કારકિર્દીમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ અને કશું જ આશ્ચર્યજનક ન કર્યા બાદ ઇશાએ ફિલ્મ જગતને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું. ઈશા દેઓલ હવે પરિણીત છે અને બે દીકરીઓની માતા છે. તે લેખક પણ બની ગઈ છે. તેમણે “અમ્મા મિયા” નામનું પેરેન્ટિંગ પુસ્તક લખ્યું હતું.

ફરદીન ખાન :

image source

ફરદીનને બોલિવૂડના કેટલાક સારા દેખાતા અભિનેતાઓમાંના એક માનવામાં આવતા હતા. ફરદીનના પિતા અને અભિનેતા ફિરોઝ ખાને તેને ફિલ્મ “પ્રેમઅગન” થી ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. ૯૦ ના દાયકામાં “પ્રેમઅગન” લોકોને ખુબ જ પસંદ આવી હતી. ફરદીનને બેસ્ટ ડેબ્યૂ અભિનેતા તરીકે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. જો કે, કેટલીક સારી ફિલ્મો પછી ફરદીનની કારકિર્દી પડી ભાંગી. તેણે એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી અને પછી પડદા પરથી ગાયબ થઈ ગઈ.

તનીષા મુખર્જી :

image source

તનુજાની પુત્રી અને કાજોલની બહેન તનીષા મુખર્જીએ પણ પોતાની કારકિર્દીમાં કોઈ હિટ ફિલ્મો આપી નથી. તનીષાની ફિલ્મ “નીલ એન્ડ નિક્કી” ની ચર્ચા એક સમયે ખુબ જ થઇ હતી. આ સાથે જ ઉદય ચોપરા સાથેની તેની મિત્રતાના અહેવાલો પણ આવ્યા હતા. જો કે, તનીષાની કારકિર્દીમાં કશું ખાસ બન્યું નહોતું. તેણે બિગ બોસ-૭ માં ભાગ લઈને અને અરમાન કોહલી સાથેના તેના સંબંધોને કારણે હેડલાઇન્સ બનાવી હતી પરંતુ, ત્યારબાદ તેની પાસે કોઈ નવો પ્રોજેક્ટ નહોતો અને તે મોટા પડદાથી દૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત