બોલિવૂડની આ MOM-DAUGHTERની જોડી છે એકદમ મસ્ત, જોઇ લો એકથી એક ચઢિયાતી તસવીરો
Happy Mothers Day : કારણ કે મા તો માં હોય છે… દરેક જગ્યાએ ફીટ છે બોલીવુડની આ ‘સુપર વુમન’ માતાઓ
૧. બોલીવુડની સુપર વુમન માતાઓ દરેક જગ્યામાં ફીટ થઈ શકે છે.

કોરોના વાયરસના કારણે આખું વિશ્વ જાણે થંભી ગયું છે. જો કે આ કારણે બધા જ લોકો પોતાના પરિવારની નજીક આવી રહ્યા છે. આ બધા વચ્ચે ૧૦ મેના દિવસે મધર્સ ડે સેલીબ્રેટ કરવામાં આવી રહ્યો છે, એવામાં અમે તમને બોલીવુડની ‘સુપર વુમન’ માતાઓ વિષે જણાવી રહ્યા છીએ, જે વ્યસ્ત હોવા છતાં પણ પોતાના બાળકોની બહુ જ નજીક છે. એમની તસ્વીરો સોશિયલ મીડિયા પર હંમેશા લોકોનું ધ્યાન ખેંચતી રહે છે. આ માતાઓ ઘરના કામ સારી રીતે કરે છે અને પ્રોફેશનલ જીવનમાં પણ વધુ એક્ટીવ રહે છે.
૨. એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન

બોલીવુડ જગતની આ સૌથી પ્રખ્યાત મા-દીકરીની જોડી છે. કાન ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પરની એન્ટ્રી હોય કે પછી સુંદર તસ્વીરો દ્વારા લોકોના દિલ જીતવાના હોય, એશ્વર્યા અને આરાધ્યા જ્યાં પણ હોય છે ત્યાં લોકોનું ધ્યાન ખેંચી જ લે છે. આ મા દીકરીના જોડાણમાં એવું જાદુ છે કે એ એમના ફેન્સનું મન મોહી લે છે.
૩. કાજોલ અને ન્યાસા દેવગણ

પ્રખ્યાત અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા લાઈમલાઈટથી દુર રહેવાનું વધુ પસંદ કરે છે, પણ તેમ છતાય જ્યારે પણ એ ઘરની બહાર નીકળે છે, પપરાજી એમને ક્લિક કરવાનું જરાય નથી ચુકતા. કાજોલ દીકરી સાથે પોતાની તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. ન્યાસાનું એ ઘણું જ ધ્યાન રાખે છે.
૪. ગૌરી અને સુહાના ખાન

લેડી ક્વીન તરીકે ઓળખાતી ગૌરી ખાન અને એમની દીકરી સુહાનાની અવારનવાર સોશિયલ મીડિયામાં સૌથી વધારે ચર્ચાઓ થાય છે. ગૌરી હંમેશા દીકરી સુહાનાને અંગત અને પ્રોફેશનલ જીવનમાં માર્ગદર્શન આપતી રહે છે. સુહાનાના સોશિયલ મીડિયા પર કેટલાય ફેન ક્લબ છે, જેના લાખો ફોલોઅર છે. સુહાનાનું એની માતા સાથે બહુ સારું બોન્ડીંગ છે. લોકડાઉનના સમયે સુહાના ગૌરીને મેકઅપની નવી રીતો શીખવી રહી છે.
૫. અમૃતા સિંહ અને સારા અલી ખાન

સારા અલી ખાને એકથી એક સારા અભિનય દ્વારા બોલીવુડમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવ્યું છે. જો કે એના પાછળ એની માતા અમૃતા સિંહનું મોટું યોગદાન છે. સારાની સંભાળમાં અમૃતાએ કોઈ કમી આવવા દીધી નથી. બોલીવુડમાં ડેબ્યું અને સબંધોમાં પણ અમૃતા સિંહ દીકરી સારાને દરેક પગલે માર્ગદર્શન આપતી રહે છે. બંનેની તસ્વીરો અને વિડીયો અવારનવાર ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.
૬. સુસ્મિતા સેન અને રેની-અનીશા

સુસ્મિતા સેન પોતાના સબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, પણ એમણે હજુ સુધી લગ્ન નથી કર્યા. એ સિંગલ મધર છે. એમણે રેનીને ૨૦૦૦માં અને અલીશાને ૨૦૧૦માં ગોદ લીધા હતા. જેમની સાથે એમનો ગણો ઊંડો સબંધ છે. એમણે દીકરીઓની એવી રીતે જ સંભાળ પણ લીધી છે જેવી રીતે અન્ય માતાઓ પોતાના બાળકોની સંભાળ લે છે. એમની તસ્વીરો મીડિયામાં વધુ પસંદ કરવામાં આવે છે.
૭. નીતુ સિંહ અને રણવીર કપૂર

નીતુ સિંહને બોલીવુડની સૌથી સ્ટાઈલીશ માતા કહીએ તો પણ એમાં કઈ ખોટું નહિ કેહવાય. કદાચ આ જ કારણ છે કે એમનો દીકરો અને એક્ટર રણવીર કપૂર પણ સુપરસ્ટાઈલીસ છે અને એનો સંપૂર્ણ અલગ જ ફેન બેઝ છે. નીતુએ બાળપણથી જ રણવીરની સાર-સંભાળમાં કોઈ કસર નથી રાખી. બંને વચ્ચે કેવી બોન્ડીંગ છે એનો અંદાઝ એમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ લગાડી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત