બોલિવૂડ સ્ટાર્સે ધામધૂમથી કર્યું નવા વર્ષનું સ્વાગત, જાણો અક્ષય કુમારે કયો મંત્ર બોલીને કરી નવા વર્ષની શરૂઆત, PICS

નવું વર્ષ શરૂ થયું ગયુ છે. આવી સ્થિતિમાં વડા પ્રધાનથી લઈને બોલીવુડના સેલેબ્સ સુધીના બધાએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. અક્ષય કુમારે પણ વર્ષના પહેલા દિવસની શરૂઆત ખાસ રીતે કરી હતી. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને દરેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. આ વીડિયોમાં તેણે વર્ષ 2021 નો પહેલો સૂર્યોદય તેના ચાહકોને બતાવ્યો છે.

ગાયત્રી મંત્રનો જાપ કર્યો

image source

આ વીડિયોમાં તે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી રહ્યો છે. તેને શેર કરતાં અક્ષયે લખ્યું છે કે, ‘જો તમે ચૂકી ગયા હો, તો વર્ષ 2021 નો આ પહેલો સૂર્યોદય છે. દરેકની સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના કરૂ છુ.

image source

દરેકને નવા વર્ષની શુભેચ્છા. હેપી ન્યૂ યર. બોલિવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમારે નવા વર્ષનું વિશેષ રીતે સ્વાગત કર્યું છે. અક્ષયના આ વીડિયો પર ચાહકો પણ ભારે ટિપ્પણી કરી રહ્યા છે અને તેમને નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા છે.

જાહેરાતોમાં 16 ટકા હિસ્સો કબજે કર્યો

image source

આપને જણાવી દઈએ કે, વર્ષ 2020 માં અક્ષય કુમાર મોટાભાગની જાહેરાતોમાં દેખાવાના મામલામાં પ્રથમ ક્રમે રહ્યો છે. અક્ષયે તમામ કલાકારોના ભાગે આવેલ જાહેરાતોમાં 16 ટકા હિસ્સો કબજે કર્યો છે. આ દોડમાં અક્ષયે અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, શાહરૂખ ખાન અને વરૂણ ધવનને પાછળ છોડી દીધા.

બોલિવૂડ સેલેબ્સે 2021 નુ સ્વાગત કર્યું

image source

તમને જણાવી દઈએ કે બોલિવૂડ સેલેબ્સે આનંદ અને ઉત્સાહ સાથે 2021 નુ સ્વાગત કર્યું છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ આ ઉજવણી તેમના પરિવાર અને મિત્રો સાથે કરી, તો કેટલાક સ્ટાર્સ મુંબઇની બહાર દેશ-વિદેશ જઈને નવું વર્ષ ઉજવી રહ્યા છે. કેટલાક સ્ટાર્સે સોશિયલ મીડિયા પર નવા વર્ષની તસવીરો શેર કરીને ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી.

અમિતાભે તેમનાં પરિવારની સાથે નવાં વર્ષની ઉજવણી કરી

image source

તો બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મહાનાયક અમિતાભ બચ્ચને તેમનાં પરિવારની સાથે નવાં વર્ષની ઉજવણી કરી છે. અને તેમનાં જ અંદાજમાં નવાં વર્ષનું સ્વાગત કરતી પોસ્ટ લખી છે. તેમણે તેમની તસવીર શેર કરતાં લખ્યું છે કે, वर्ष नव हर्ष नव ; जीवन उत्कर्ष नव । બચ્ચન પરિવારે નવાં વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું છે. જોકે આ સમયે તેઓ પાંચ જ એક સાથે નજર આવી રહ્યાં છે. અને તમામ એક સાથે ખુબજ સુંદર લાગી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસની સાથે નવ વર્ષની ઉજવણી કરી

image source

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસની સાથે નવ વર્ષની ઉજવણી કરી. સારા અલી ખાને ભાઇ ઇબ્રાહિમ અલીની સાથે નવાં વર્ષનાં સ્વાગત માટે 31 ડિસેમ્બરની રાત્રે બોન ફાયર કર્યુ હતું અને જુના વર્ષની કડવી યાદો ભુલાવી નવાં ઉજ્જવળ વર્ષની કામના કરી હતી. કરિના કપૂર ખાને તેનાં બંને સૌથી સ્પેશલ પર્સન સાથે તસવીરો શેર કરી હતી. તેનાં પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરની સાથે. શિલ્પા શેટ્ટી તેનાં આખા પરિવારની સાથે ગોવામાં છે. મલાઇકાએ બહેન અમૃતાની સાથે નવાં વર્ષની ઉજવણી કરી હતી. કાજલ અગ્રવાલ પતિ ગૌતમ કિચાલુ સાથે છે અને તેણે નવ વર્ષની ઉજવણી નિમિત્તે ઘણી તસવીર શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત