બોલીવૂડના પહેલાં રોક સ્ટાર સિંગર બપ્પી લાહીરી છે ગોલ્ડ મેનના નામથી ફેમસ, જાણો એમની અજાણી વાતો

બોલીવૂડમાં ડિસ્કો કીંગના નામથી જાણિતા બનેલા સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતા અપરેશ લાહીરી બંગાળી ગાયક અને માતા બંસરી લાહીરી પણ સંગીતકાર હતા. ઘરમાં સંગીતનું જ વાતાવરણ હોવાથી બપ્પી લાહીરી પણ સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતા હતા અને તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ જાણીતા
સંગીતકાર બનશે.

image source

માત્ર 19 વર્ષની ઉંમરમાં તેમને બાંગ્લા ફિલ્મ દાદૂમાં પહેલીવાર ગીત ગાવાનો મોકો મળ્યો. ત્યાર બાદ બપ્પી લાહીરીએ બોલીવૂડ તરફ રુખ કર્યું અને તેઓ બોલીવૂડમાં કામ કરવા માટે મુંબઈ આવી ગયા. 1973ના વર્ષમાં તેમને હિન્દી ફિલ્મ નન્હા શિકારીમાં ગીત ગાવાનો અવસર મળ્યો, પણ તેમને 1975માં આવેલી ફિલ્મ જખ્મીથી પહેલી ઓળખ મળી.

image source

આ ફિલ્મમાં તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી જેવા મહાન ગાયકોની સાથે નથિંગ ઇઝ ઇંપોસિબલ ગીત ગાયું. ત્યાર બાદ તો તેમણે કેટલીએ ફિલ્મોમાં એક એકથી ચડિયાતા ગીતો ગાયા. તેમના ગાયેલા ગીતોમાં બંબઈ સે આયા મેરા દોસ્ત, આઈ એમ અ ડિસ્કો ડાન્સર, ઝુબી-ઝુબી, યાદ આ રહા હૈ તેરા પ્યાર, યાર બિના ચૈન કહાં રે, તમ્મા તમ્મા લોગે અને ઉ લા લા ઉ લાલા.. વિગેરેનો સમાવેશ થાય છે,
જે આજે પણ લોકોની જીભ પર ચડેલા છે.

image source

સંગીત ઉપરાંત તેમની એક ઓર ઓળખ છે અને તે છે સોનું. બપ્પી લાહીરીને સોનું ખૂબ પ્રિય છે, માટે તેઓ સોનાની મોટી મોટી ચેન હાથમાંના બ્રેસ્લેટ, આંગળીઓમાં મોટી મોટી વીંટીઓ પહેરે છે. માટે જ તેમનો ફેવરી ક્વોટ છે, ‘ગોલ્ડ ઇઝ માય ગૉડ’. તેઓ બોલીવૂડમા ગોલ્ડ મેનના નામથી પણ ફેમસ છે. બપ્પી લાહીરીને બધા પ્રેમથી બપ્પી દા કહે છે. તેઓ બોલીવૂડના પહેલાં એવા સિંગર છે જેમમે પોતાની ગાયકીમાં રૉક અને ડિસ્કોનું મિશ્રણ કરીને બોલીવૂડને એક નવું જ સંગીત આપ્યું અને સંગીતને એક નવી જ દિશા આપી.

image source

બપ્પી લાહીરી એક સિંગર, મ્યુઝિક કંપોઝર ઉપરાંત એક પોલિટિશિયન પણ છે અને એક રેકોર્ડ પ્રોડ્યુસર પણ. 2014ના ભારતની સામાન્ય ચુંટણીમાં તેમને બીજેપીના વેસ્ટ બેંગાલમાં આવેલા સ્રીરામપુર ખાતેના કેન્ડીડેટ તરીકે જાહેર કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે કિશોર કુમાર તેમના મેટરનલ અંકલ હતા. તેમણે માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં તબલાં વગાડવામાં શરૂ કર્યું હતું. અને તેમને શરૂઆતમાં
તેમના માતાપિતાએ જ ટ્રેઇન કર્યા હતા.

image source

તેમને જ્યારે પણ જોવામાં આવે ત્યારે તેઓ હંમેશા પ્રસન્નચિત મિજાજમાં જ હોય છે. પછી તેઓ કોઈ અવોર્ડ ફંક્શનમાં હાજરી આપે કે પછી કોઈ રિયાલીટી શોમાં જોવા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત