Site icon News Gujarat

બોલિવૂડના સ્ટાર કિડ્સ ભણે છે આ સ્કૂલમાં, જેની ફી છે એટલી બધી કે ના પૂછો વાત, જાણો તમે પણ

બોલિવૂડના સ્ટાર કિડ આ સ્કુલમાં ભણે છે, ફી સાંભળશો તો આંખો પહોળી થઈ જશે

image source

સામાન્ય રીતે બાળકોનો અભ્યાસ આજકાલ મોટેભાગે પ્રાયવેટ શાળાઓમાં જ થાય છે. જો કે પ્રાયવેટ અને સરકારી શાળાઓની ફીના પ્રશ્નો અવારનવાર આપણી સમક્ષ ઉદભવતા હોય છે. જેટલી સુવિધાઓ સાથે સજ્જ આધુનિક શાળા એટલી જ વધુ એ શાળાની ફી હોય છે. ગુજરાતમાં અવારનવાર પ્રાયવેટ સ્કુલના ફી વધારા અંગે વાલી મંડળો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તેમ છતાં આ શાળાઓમાં કોઈ ખાસ બદલાવ જોવા મળ્યા નથી. જો કે પૈસાદાર લોકોના બાળકો આવી મોંઘી દાટ ફી વાળી શાળાઓમાં જ ભણતા હોય છે.

image source

દેશભરમાં કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તમામ શાળાઓ હાલમાં બંધ છે. જો કે આ પગલા બાળકોને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે જ લેવામાં આવ્યા છે. પણ શું તમને ક્યારેય એવો પ્રશ્ન મનમાં આવ્યો છે કે પ્રખ્યાત બોલીવુડ સ્ટારના બાળકો કઈ શાળામાં આભ્યાસ કરે છે? તો આજે અમે આપને જણાવી દઈએ કે ક્યા સ્ટારના બાળકો કઇ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ

image source

આપને જણાવી દઈએ કે અનેક બોલીવુડ સ્ટારના સંતાનો ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે 2003માં નીતા અંબાણી દ્વારા આ સ્કુલની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કુલમાં સૌથી વધારે બોલીવુડના સ્ટાર કીડ અભ્યાસ કરે છે. મીડિયાના અહેવાલ મુજબ આ શાળામાં એલકેજીથી લઈને સાતમા ધોરણ સુધીની ફી ત્યાં 1 લાખ 70 હજાર રૂપિયા સુધીની છે.

image source

શાહરૂખ ખાનનો દીકરો અબરામ પણ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જો કે અબરામથી પહેલાં શાહરૂખના બંને બાળકોએ પણ અહીંયા જ અભ્યાસ કર્યો હતો.

image source

બોલીવુડના બ્રેકડાંસર ઋતિક રોશન અને સુઝાનના બંને પુત્રો ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની લાડલી પુત્રી આરાધ્યા પણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે.

image source

કરિશ્મા કપૂરનો પુત્ર કિઆન પણ ધીરુભાઇ અંબાણી આંતરરાષ્ટ્રીય સ્કુલમાં જ અભ્યાસ કરે છે.

ઇકોલે મોંડીઆલે વર્લ્ડ સ્કૂલ

image source

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ જુહુની ઇકોલે મોંડીઆલે વર્લ્ડ સ્કૂલમાં ભણેલ છે. આરવને હવે પિતાની જેમ જ માર્શલ આર્ટ્સમાં રસ છે. ફેબ્રુઆરી 2016માં અક્ષયે આરવનો એક ફોટો શેર કર્યો હતો, આ ફોટામાં પીએમ મોદી તેના કાન ખેંચતા જોવા મળ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ અક્ષયની પુત્રી નિતારા પણ હાલ આ જ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.

ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલ

image source

માધુરી દીક્ષિત નેનેના બંને દીકરા અરિન અને રયાન મુંબઈની ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર રહ્યા છે. ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલ ભારત ભરમાં ટોચની ત્રણ શાળાઓમાં ગણતરી ધરાવે છે. આ સ્કુલની ફી પણ એટલી જ ઉંચી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version